Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

10 વર્ષ મોટા લલિત મોદી સાથે સુષ્મિતા સેનના અફેરના સમાચાર સાંભળી ભાઈ રાજીવ સેન પણ શૉક્ડ, કહી મોટી વાત

લલિત મોદીએ પોતે સુષ્મિતા સાથેની પોતાની ઘણી રોમેન્ટિક તસવીરો પોસ્ટ કરી છે. જેને જોઈને માત્ર સુષ્મિતાના ફેન્સ જ નવાઈ નથી પામ્યા પરંતુ તેનો પરિવાર પણ ચોંકી ગયો છે.

મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી અને મિસ યુનિવર્સ સુષ્મિતા સેન ફરી એકવાર પોતાના અફેરને લઈને ચર્ચામાં છે. 6 મહિના પહેલા તેનાથી 16 વર્ષ નાના બૉયફ્રેન્ડ રોહમન સાથે તેનુ બ્રેકઅપ થયુ હતુ અને હવે તે IPLના ફાઉન્ડર લલિત મોદી સાથે રિલેશનશિપમાં છે જે તેના કરતા 10 વર્ષ મોટા છે. લલિત મોદીએ પોતે સુષ્મિતા સાથેની પોતાની ઘણી રોમેન્ટિક તસવીરો પોસ્ટ કરી છે. જેને જોઈને માત્ર સુષ્મિતાના ફેન્સ જ નવાઈ નથી પામ્યા પરંતુ તેનો પરિવાર પણ ચોંકી ગયો છે.

સુષ્મિતા સેનનુ અફેર

સુષ્મિતા સેનનુ અફેર

બૉલિવુડ અભિનેત્રી સુષ્મિતા સેન ફરી એકવાર ચર્ચામાં છે. સુષ્મિતા ફરી એકવાર તેના સંબંધોને લઈને જ ચર્ચામાં છે. સુષ્મિતાનુ 6 મહિના પહેલા મૉડલ રોહમન શૉલ સાથે બ્રેકઅપ થયુ હતુ. હવે તે બિઝનેસમેન અને IPLના ફાઉન્ડર લલિત મોદીને ડેટ કરી રહી છે. લલિત મોદીએ સુષ્મિતા સાથેના વેકેશનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જેના પછી તેમના અફેરના સમાચાર ઝડપથી વાયરલ થયા છે.

ભાઈ રાજીવ પણ ચોંકી ગયો

ભાઈ રાજીવ પણ ચોંકી ગયો

સુષ્મિતા અને લલિત મોદીના સંબંધોના સમાચાર સામે આવતા જ બધા ચોંકી ગયા હતા. બૉલિવુડના તેના ચાહકો અને તેના મિત્રો જ નહિ પરંતુ સુષ્મિતાનો પરિવાર પણ સ્તબ્ધ થઈ ગયો હતો. સુષ્મિતા અને લલિત મોદીના સંબંધોના સમાચાર સાંભળીને તેના ભાઈ રાજીવ સેન પણ ચોંકી ગયા હતા. તેણે કહ્યુ કે તેને તેની બહેનના આ નવા સંબંધ વિશે કોઈ માહિતી નથી. તેણે કહ્યુ કે હું અત્યાર સુધી આ સંબંધથી અજાણ હતો. એક ટીવી ચેનલ સાથે વાત કરતા રાજીવે કહ્યુ કે બંનેની તસવીરો વાયરલ થયા બાદ તેને તેની બહેનના સંબંધો વિશે ખબર પડી.

બીજાની જેમ હું પણ આશ્વર્યચક્તિ

બીજાની જેમ હું પણ આશ્વર્યચક્તિ

રાજીવે કહ્યુ કે સુષ્મિતાના નવા રિલેશનશિપ વિશે જાણીને હું પણ એટલો જ આશ્ચર્યચકિત છુ જેટલો બાકીના લોકો છે. આ અંગે કંઈ બોલતા પહેલા હું મારી બહેન સાથે વાત કરીશ. જો કે, રાજીવે કહ્યુ કે તે તેની બહેન માટે ખુશ છે. તેણે કહ્યુ કે હું મારી બહેનની ખુશી જોઈને ખુશ છુ. તમને જણાવી દઈએ કે રાજીવ સેનના લગ્ન પણ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. તેની પત્ની ચારુ આસોપા તેનાથી છૂટાછેડા લઈ રહી છે.

લલિત મોદીએ સંબંધો પરથી હટાવ્યો પડદો

લલિત મોદીએ સંબંધો પરથી હટાવ્યો પડદો

લલિત મોદીએ સોશિયલ મીડિયા દ્વારા સુષ્મિતા સાથેના સંબંધો પરથી પડદો હટાવ્યો હતો. લલિત મોદીએ બંનેની ઘણી તસવીરો શેર કરી છે જે તેમના વેકેશનની છે. લલિત મોદીએ સુષ્મિતા સેનને બેટર હાફ અને પાર્ટનર ઈન ક્રાઈમ ગણાવી હતી. જો કે થોડા સમય પછી તેમણે બીજુ ટ્વીટ કર્યુ અને સ્પષ્ટ કર્યુ કે હજી તેમણે લગ્ન કર્યા નથી. તેઓ અત્યારે એકબીજાને ડેટ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં લગ્ન કરશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X