સુષ્મિતા સેને પરિવાર સાથે કરી ઉજવણી, એક્સ બૉયફ્રેન્ડ રોહમન શૉલ પણ શામેલ, શું મળી ગઈ લીલી ઝંડી?

સુષ્મિતા સેને તેના પરિવાર સાથે ઉજવણી કરી જેમાં તેનો એક્સ બૉયફ્રેન્ડ રોહમન શૉલ પણ જોવા મળ્યો.

મુંબઈઃ પૂર્વ મિસ યુનિવર્સ અને બૉલિવુડ અભિનેત્રી સુષ્મિતા સેન ઈન્ડસ્ટ્રીમાં પોતાની ચુલબુલી એક્ટિંગ સાથે પોતાની ફિટનેસ અને સુંદરતા માટે પણ જાણીતી છે. ગઈ 21મેએ સુષ્મિતા સેનને મિસ યુનિવર્સનો તાજ પહેરે 28 વર્ષ થઈ ગયા છે. આ પ્રસંગે તેના તમામ ચાહકોએ તેને અઢળક અભિનંદન આપ્યા. સુષ્મિતા સેને તેના પરિવાર સાથે ઉજવણી કરી જેમાં તેનો એક્સ બૉયફ્રેન્ડ રોહમન શૉલ પણ જોવા મળ્યો. સુષ્મિતા સેનની દીકરી રિનીએ આ નાનકડા ગેટ-ટુગેધરની વ્યવસ્થા કરી હતી.

રોહમન પણ પરિવારની પાર્ટીમાં શામેલ

સુષ્મિતા સેને હાલમાં જ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે. આ તસવીરમાં સુષ્મિતાનો પરિવાર અને કેટલાક મિત્રો જોવા મળી રહ્યા છે અને આ ફોટોમાં એક ખાસ વ્યક્તિ પણ જોવા મળી રહી છે જેને જોઈને લોકો અભિનેત્રીના લગ્નની અટકળો લગાવી રહ્યા છે. સુષ્મિતા સેનના આ ફેમિલી ફોટોમાં રોહમનની હાજરીથી લોકો ચોંકી ગયા છે. લોકોને એવુ પણ લાગે છે કે આ વખતે સુષ્મિતા દુલ્હન બનવા માટે તૈયાર થઈ શકે છે કારણ કે કહેવા ખાતર સુષ્મિતા અને રોહમન અલગ થઈ ગયા છે પરંતુ તેમ છતાં તેઓ સાથે જોવા મળે છે.

'બુઆ કી જાન'

સુષ્મિતા સેનના ખાસ દિવસે તેમના પરિવારની સૌથી નાની સભ્ય જિયાના સેન પણ આવી હતી. જિયાના સુષ્મિતાના ભાઈ રાજીવ સેન અને તેની પત્ની અને ટીવી અભિનેત્રી ચારુ અસોપાની પુત્રી છે. સુષ્મિતાએ તેની ભત્રીજી સાથે સારો સમય વિતાવ્યો હતો. તસવીરો શેર કરતાં તેણે લખ્યું, 'બુઆ કી જાન.'

OTT પ્લેટફોર્મ પર ખૂબ જ સક્રિય

OTT પ્લેટફોર્મ પર ખૂબ જ સક્રિય

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો સુષ્મિતા સેના આ દિવસોમાં OTT પ્લેટફોર્મ પર ખૂબ જ સક્રિય છે. સુષ્મિતા સેનની વેબ સિરીઝ 'આર્યા' અને 'આર્યા 2'ને ખૂબ પસંદ કરવામાં આવી હતી અને તેના રોલની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કેસુષ્મિતા સેને 21 મેના રોજ મિસ યુનિવર્સ બનવાની ખાસ ક્ષણનો થ્રોબેક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેણે એક પોસ્ટ પણ શેર કરી, જેમાં લખ્યું હતું- સુંદર એક લાગણી છે. પ્રથમ વખત મિસ યુનિવર્સ જીતવા બદલ ભારતને 28 વર્ષની શુભકામનાઓ. સમય પસાર થાય છે પણ સુંદરતા રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X