15 વર્ષ નાના બૉયફ્રેન્ડ રોહમન સાથે સુષ્મિતા સેને શેર કર્યો રોમેન્ટીક ફોટો

પૂર્વ બ્રહ્માંડ સુંદરી સુષ્મિતા સેન હાલમાં ભલે ફિલ્મોથી દૂર હોય પરંતુ પોતાનાથી 15 વર્ષ નાના બૉયફ્રેન્ડ રોહમન શૉલના કારણે તે દરેક પ્લેટફૉર્મ પર હાલમાં ચર્ચિત મુદ્દો છે.

પૂર્વ બ્રહ્માંડ સુંદરી સુષ્મિતા સેન હાલમાં ભલે ફિલ્મોથી દૂર હોય પરંતુ પોતાનાથી 15 વર્ષ નાના બૉયફ્રેન્ડ રોહમન શૉલના કારણે તે દરેક પ્લેટફૉર્મ પર હાલમાં ચર્ચિત મુદ્દો છે. સુષ્મિતા થોડા દિવસો પહેલા પોતાની દીકરીઓ અને બૉયફ્રેન્ડ સાથે આર્મીનિયા પહોંચી છે જ્યાંના ઘણા ફોટા અને વીડિયો તે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કરી ચૂક્યા છે. તેના શેર કરેલા ફોટામાં એક ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

રોહમન શૉલ સાથે સુષ્મિતા સેને શેર કર્યો રોમેન્ટીક ફોટો

રોહમન શૉલ સાથે સુષ્મિતા સેને શેર કર્યો રોમેન્ટીક ફોટો

આ ફોટામાં તે રોહમન સાથે આર્મિનિયાના Yerevanમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે આ શહેર સેકન્ડ વર્લ્ડ વૉરની કહાની પણ કહે છે. સુષ્મિતાએ આ શહેરમાં મસ્તીભર્યો ફોટો શેર કરીને કહ્યુ, ‘મારી ચલો, સત્યને સેલિબ્રેટ કરીએ, જે થવુ હશે તે થશે.'

સુષ્મિતાના ફોટા વાયરલ...

સુષ્મિતાએ પોતાની આ પોસ્ટમાં બે ફોટા રોહમન સાથે શેર કર્યા છે. આમાં એક ફોટામાં સુષ્મિતા અને રોહમન એકબીજાનો હાથ પકડીને ચાલતા દેખાઈ રહ્યા છે જ્યારે બીજા ફોટામાં બંને સાથે બેઠા છે અને સુષ્મિતાનો હાથ રોહમને પકડી રાખ્યો છે. કોઈ શંકા નથી કે ફોટા બંનેના ગાઢ પ્રેમને વર્ણવી રહ્યા છે.

સુષ્મિતા 42 વર્ષની છે જ્યારે રોહમન 27 વર્ષનો છે...

તમને જણાવી દઈએ કે સુષ્મિતા પોતાની દત્તક લીધેલી દીકરીઓ અલીશાહ અને રિની સાથે રહે છે અને હજુ સુધી અપરિણીત છે. સુષ્મિતા 42 વર્ષની છે જ્યારે રોહમન 27ના એટલે કે બંને વચ્ચે ઉંમરનો તફાવત 15 વર્ષનો છે. રોહમન પણ સુપર મૉડલ છે.

આમની સાથે પણ જોડાઈ ચૂક્યુ છે સુષ્મિતાનુ નામ

આમની સાથે પણ જોડાઈ ચૂક્યુ છે સુષ્મિતાનુ નામ

ઉલ્લેખનીય છે કે આ પહેલા સુષ્મિતા સેનનું નામ ઋતિક ભસીન, ફિલ્મ ડાયરેક્ટર વિક્રમ ભટ્ટ, સેલિબ્રિટી મેનેજર બંટી સચદેવ, ઈમ્તિયાઝ ખત્રી, ‘દૂલ્હા મિલ ગયા'ના ડાયરેક્ટર મુદાસિર અજીજ, હૉટમેલના ફાઉન્ડર સબીર ભાટિયા, સંજય નારંગ અને ક્રિકેટર વસીમ અકરમ સાથે પણ જોડાઈ ચૂક્યુ છે.

વર્ષ 1994માં મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો

વર્ષ 1994માં મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો

તમને જણાવી દઈએ કે સુષ્મિતા સેન વર્ષ 1994માં મિસ યુનિવર્સનો ખિતાબ જીતનારી પહેલી ભારતીય મહિલા બની હતી, સુષ્મિતાએ 1996માં મહેશ ભટ્ટ નિર્મિત ફિલ્મ દસ્તકથી બોલિવુડમાં પગલા માંડ્યા હતા. બીવી નંબર 1, મેને પ્યાર ક્યોં કિયા, મે હુ ન, ફિલહાલ, નિર્બાક તેની ચર્ચિત ફિલ્મોમાં શામેલ છે. 2010થી 2013 સુધી સુષ્મિતા સેને આઈ એમ શી પીજન્ટનું આયોજન કર્યુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X