For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રેકઅપ બાદ સંબંધ વિશે સુસ્મિતા સેને કહ્યુ, રિસ્પેક્ટ વિના પ્રેમ નથી ટકી શકતો

સુષ્મિતા ઘણી વાર ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કરતી રહે છે અને દર્શકોના સવાલોના જવાબ આપતી રહે છે. જુઓ આ વખતે તેણે શું કહ્યુ.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ સુસ્મિતા સેન પોતાના જીવનને બેબાકીથી જીવવા માટે જાણીતી છે. હાલમાં જ રોહમન શૉલ સાથે થયેલ બ્રેકઅપને લઈને સોશિયલ મીડિયા પર તે ચર્ચામાં રહી. સુષ્મિતાએ એક પોસ્ટ શેર કરીને પોતાના બ્રેકઅપની માહિતી આપી હતી. સુષ્મિતા ઘણી વાર ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કરતી રહે છે અને દર્શકોના સવાલોના જવાબ આપતી રહે છે.

સંબંધમાં સમ્માન વિશે કહી આ વાત

સંબંધમાં સમ્માન વિશે કહી આ વાત

સુષ્મિતાએ ગુરુવારે એક લાઈવ સેશન કર્યુ હતુ જેમાં તેની બંને દીકરીઓ રેને અને અલીશા પણ શામેલ હતી. આ દરમિયાન એક ફેનના સવાલનો જવાબ આપીને સુષ્મિતાએ કહ્યુ કે તે સમ્માનને પ્રેમની ઉપર રાખે છે. લગભગ અડધા કલાકના લાઈવ સેશનમાં એક ફેને સુષ્મિતાને પૂછ્યુ કે તેમના માટે સમ્માનનો અર્થ શું છે. ત્યારે સુષ્મિતાએ કહ્યુ કે સમ્માનનો અર્થ મારા માટે બધુ જ છે. મે હંમેશા તેને પ્રેમથી ઉપર રાખ્યો છે.

સુષ્મિતાએ કહ્યુ - પ્રેમ ઉંડાણથી અનુભવવાની વસ્તુ

સુષ્મિતાએ કહ્યુ - પ્રેમ ઉંડાણથી અનુભવવાની વસ્તુ

સુષ્મિતાએ આગળ કહ્યુ કે પ્રેમ એક એવી વસ્તુ છે જેના તમે પૂરા ઉંડાણથી અનુભવો છો અને તમે એમાં પડી જાવ છો. આ પુસ્તકો અને ફિલ્મોનો બિઝનેસ છે જે ઘણી અવાસ્તવિક પ્રેમની યાત્રા લઈ જાય છે જ્યાં કોઈ જવાબદારી અને સમસ્યા નથી.

સુષ્મિતાએ કહ્યુ - સમ્માન વિના પ્રેમ ફીકો પડી જાય છે

સેશન દરમિયાન ફેન્સે સુષ્મિતાને પૂછ્યુ હતુ કે તેની નજરમાં રિસ્પેક્ટ એટલે કે સમ્માનનુ શું મહત્વ છે? આ સવાલના જવાબમાં અભિનેત્રીએ કહ્યુ કે તેની નજરમાં સમ્માન સર્વોપરિ છે અને તેના વિના પ્રેમ ફીકો પડી જાય છે. સુષ્મિતાએ આગળ કહ્યુ કે જ્યાં સમ્માન નથી ત્યાં પ્રેમ પણ ટકતો નથી. પ્રેમ આવે છે અને જાય છે કારણકે એ તાત્કાલિક હોય છે પરંતુ જ્યાં સમ્માન નથી ત્યાં પ્રેમ પણ ટકી શકતો નથી.

English summary
Sushmita Sen said respect is mote important in relationship during insta live session.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X