Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બિગ હાઉસમાં આવવા આતુર છે વિવાદાસ્પદ સ્વામી નિત્યાનંદ?

swami nityananda
મુંબઈ, 20 સપ્ટેમ્બર : હજુ બે દિવસ અગાઉ જ બૉલીવુડ દબંગ સ્ટાર સલમાન ખાને દાવો કર્યો હતો કે આ વખતે બિગ બૉસ સીઝન 6 ઘણું સ્વચ્છ રહેશે, જેને લોકો ફેમિલી સાથે જોઈ શકશે. પણ હાલમાં જ સમાચાર મળ્યા છે કે આ વખતે બિગ બૉસ હાઉસમાં વિવાદાસ્પદ તેમજ સેક્સ કાંડમાં વગોવાયેલા સ્વામી નિત્યાનંદ એન્ટ્રી કરનાર છે.

આ વાત સાંભળ્યા પછી સૌના મગજમાં માત્ર એક જ સવાલ ઘૂમી રહ્યો છે કે જ્યાં નિત્યાનંદ હોય, ત્યાં સ્વચ્છ વાતાવરણ કેવી રીતે હોઈ શકે?

અંગ્રેજી સમાચાર પત્ર ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની ખબર મુજબ બિગ બૉસની ટીમે નિત્યાનંદ સાથે સમ્પર્ક સાધ્યો છે, પણ અત્યાર સુધી તેમના તરફથી કોઈ જવાબ નથી મળ્યો. નિત્યાનંદના નજીકના લોકોની વાત માનીએ, તો નિત્યાનંદ આ શોમાં આવવા માટે ઘણાં ઉત્સુક છે.

નોંધનીય છે કે સ્વામી નિત્યાનંદ ઉપર તેમની શિષ્યા અને દક્ષિણ ભારતીય અભિનેત્રી રંજીતાએ બળાત્કારનો કેસ નોંધાવ્યો હતો અને આરોપ મૂક્યો હતો કે સ્વામી નિત્યાનંદ સ્વામી શિષ્યાઓનું યૌન શોષણ કરે છે. રંજીતાનો આરોપ હતો કે નિત્યાનંદે તેની સાથે લગભગ 40 વાર શારીરિક સમ્બંધો બાંધ્યા હતાં. પોતાને ભગવાન ગણાવતાં નિત્યાનંદને પોતાના આવા કૃત્યોને પગલે જેલની હવા ખાવી પડી હતી.

જોકે નિત્યાનંદ બિગ બૉસમાં શામેલ થાય, તો આશ્ચર્ય પામવા જેવું કઈં નથી, કારણ કે છેલ્લી સીઝનમાં અધ્યાત્મ ગુરુ સ્વામી અગ્નિવેશે પણ બિગ હાઉસમાં પ્રવેશ કર્યો હતો, જેને લઈને ઘણો હંગામો ઊભો થયો હતો. હા, એટલું જરૂર છે કે સ્વામી અગ્નિવેશની છબી એક યોગ સાધક તરીકેની છે, જ્યારે નિત્યાનંદને લોકો સેક્સ ગુરુ તરીકે ઓળખે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X