For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વરા ભાસ્કરે હિંદુત્વની તાલિબાન સાથે કરી સરખામણી, ગુસ્સે થયેલી કંગનાએ જોરદાર ઝાટકી

કંગના રનોતે સ્વરા ભાસ્કરના ટ્વિટ પર તેને જોરદાર રીતે ઝાટકીને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર તેની ફિલ્મોથી વધુ તેના નિવેદનોના કારણે છવાયેલી રહી છે. સ્વરા ભાસ્કરે અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા પર એવુ ટ્વિટ કરી દીધુ છે કે સોશિયલ મીડિયા પર હેશટેગ સાથે તેની ધરપકડની માંગ ઉઠી રહી છે અને અભિનેત્રીને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે. યુઝર્સ જોરદાર ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. વળી, હવે પોતાના નિવેદનોમાં રાષ્ટ્રવાદનો નારો લગાવનારી કંગના રનોતપણ આ જંગમાં કૂદી પડી છે અને તેણે અભિનેત્રી સ્વરા ભાસ્કરના ટ્વિટ પર તેને જોરદાર રીતે ઝાટકીને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે.

હિંદુત્વની તુલના તાલિબાન સાથે કરવાના સ્વરાના નિવેદન પર લોકો ભડક્યા

હિંદુત્વની તુલના તાલિબાન સાથે કરવાના સ્વરાના નિવેદન પર લોકો ભડક્યા

અફઘાનિસ્તાન પર બંદૂકની અણીએ તાલિબાને રવિવારે કબજો કરી લીધો ત્યારબાદ સ્વરા ભાસ્કરે જે ટ્વિટ કર્યુ તેમાં તાલિબાની આતંકવાદીઓની તુલના હિંદુત્વ સાથે કરી છે. આના પર ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ ભડકી ગયા છે અને તેને ટ્રોલ કરવા લાગ્યા છે. સ્વરાને જે કંગનાએ જવાબ આપ્યો છે તે સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

સ્વરાએ કર્યુ હતુ આ ટ્વિટ જેના પર તેને અરેસ્ટ કરવાની થઈ રહી છે માંગ

સ્વરાએ કર્યુ હતુ આ ટ્વિટ જેના પર તેને અરેસ્ટ કરવાની થઈ રહી છે માંગ

તમને જણાવી દઈએ કે પહેલા સ્વરા ભાસ્કરને જે ટ્વિટના કારણે ટ્રોલ કરવામાં આવી રહી છે તેમાં તેણે લખ્યુ - આપણે હિંદુત્વના આતંકથી ઠીક નથી થઈ શકાત અને તાલિબાન આતંકથી બધા હેરાન અને નષ્ટ થઈ ગયા છે. આપણે તાલિબાન આતંકથી શાંત નથી બેસી શકતા અને પછી હિંદુત્વના આતંક માટે નારાજ થઈએ છીએ. આપણા માનવીય અને નૈતિક મૂલ્યો ઉત્પીડનની ઓળખ પર આધારિત ન હોવા જોઈએ. ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો સ્વરાની ધરપકડની માંગ કરી રહ્યા છે.

કંગના રનોતે સ્વરા ભાસ્કરની લઈ લીધી ક્લાસ

કંગના રનોતે સ્વરા ભાસ્કરની લઈ લીધી ક્લાસ

સ્વરાના આ ટ્વિટના જવાબમાં કંગનાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરીને લખ્યુ - હિંદુત્વમાં શ્રેષ્ઠતા કે એક્સ્ટ્રીમિઝનનો અર્થ આતંક કે ટેરર નહિ પરંતુ મોક્ષ અને સમાધિ છે. વિષયથી ભટકાવીશ નહિ. આ ભારત પ્રત્યે ચીન અને અમેરિકાનુ ષડયંત્ર છે. કંગનાએ પોસ્ટ સાથે અમુક આંકડા પણ શેર કર્યા છે જેમાં આતંકી સંગઠન અને તેમના દ્વારા કરવામાં આવેલા હુમલાઓનો ઉલ્લેખ છે. જેમાં તાલિબાન, બોકો હરમ, અલ શબાબ જેવા આતંકી સંગઠનો દ્વારા કરવામાં આવેલ આતંકવાદી હુમલાઓની સંખ્યાને દર્શાવવામાં આવી છે.

English summary
Swara Bhaskar compares Hindutva with Taliban, Kangana Ranaut hits on Swara's statement
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X