સ્વરા ભાસ્કર અને એક્ટિવિસ્ટ ફહાદ અહેમદ કેવી રીતે મળ્યા, દિલ્લીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન શરુ થઈ લવ સ્ટોરી

સ્વરા ભાસ્કરે પૉલિટિકલ એક્ટિવિસ્ટ ફહાદ અહેમદ સાથે કોર્ટ મેરેજ કર્યા. આવો જાણીએ સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદની લવ સ્ટોરી.

Swara Bhasker and activist Fahad Zirar Ahmad love story: બૉલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે પૉલિટિકલ એક્ટિવિસ્ટ ફહાદ અહેમદ સાથે કોર્ટ મેરેજ કર્યા. જેની માહિતી બંનેએ સોશિયલ મીડિયા દ્વારા 16 ફેબ્રુઆરીના રોજ આપી. સ્વરા ભાસ્કરે ટ્વિટ પર લખ્યુ કે, 'ક્યારેક-ક્યારેક તમે દૂર-દૂર સુધી કોઈ એવી વસ્તુઓ શોધો છો જે તમારી બાજુમાં જ હોય છે. અમે પ્રેમની શોધમાં હતા પરંતુ અમને પહેલા દોસ્તી મળી. અને પછી અમે એકબીજાને મેળવ્યા! મારા દિલમાં તમારુ સ્વાગત છે ફહાદ જિરાર અહેમદ. આ ઉલઝેલુ છે પરંતુ તમારુ છે.' આવો જાણીએ સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદની લવ સ્ટોરી.

સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદ કેવી રીતે મળ્યા

સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદ કેવી રીતે મળ્યા

સ્વરા ભાસ્કર અને એક્ટવિસ્ટ ફહાદ અહેમદ પહેલી વાર દિલ્લીમાં નાગરિકતા સંશોધન કાયદો(સીએએ) સામે એક વિરોધ પ્રદર્શન દરમિયાન મંચ પર મળ્યા હતા. સ્વરા અને ફહાદ જાન્યુઆરી 2020માં દિલ્લીમાં સીએએ વિરોધ પ્રદર્શન દરમિયાન પહેલી વાર એકબીજાને મળ્યા. ફહાદે પોતાનો પરિચય સમાજવાદી પાર્ટીની શાખાના યુવા અધ્યક્ષ તરીકે પોતાનો પરિચય કરાવ્યો હતો. સ્વરાએ જે વીડિયો શેર કર્યો છે, તેમાં આનો ઉલ્લેખ છે.

પહેલી મુલાકાતમાં જ બની ગયા દોસ્ત

પહેલી મુલાકાતમાં જ બની ગયા દોસ્ત

સ્વરાએ શેર કરેલા વીડિયો મુજબ સ્વરા અને ફહાદની મુલાકાત એક ટૂંકા પરિચય સાથે થાય છે. એક રાજકીય કાર્યકર્તા કરીકે ફહાદ અહેમદ કહે છે, 'લોકતંત્રમાં ચૂંટેલી સરકારને સવાલ પૂછવા મારુ સૌથી દેશભક્તિપૂર્ણ કાર્ય છે.' પહેલી મુલાકાતમાં જ સ્વરા અને ફહાદ એકબીજાના દોસ્ત બની જાય છે અને બંનેની મેસેજિંગ એપ પર વાત થવા લાગે છે.

સ્વરાએ વીડિયોમાં જણાવ્યુ બધુ

સ્વરાએ વીડિયોમાં જણાવ્યુ બધુ

સ્વરાએ વીડિયોમાં પોતાની પહેલી સેલ્ફીનો ઉલ્લેખ કર્યો છે. તેમની પેટ બિલાડીનો પણ ઉલ્લેખ છે, જેણે બંનેને એક સાથે લાવવામાં મદદ કરી છે. સ્વરા અને ફહાદે 6 જાન્યુઆરીએ કોર્ટમાં તેમના કાગળો રજૂ કર્યા હતા. કોર્ટ મેરેજની ક્લિપ્સ અને પરિવારની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

'મારો હાથ પકડવા માટે આભાર..'

'મારો હાથ પકડવા માટે આભાર..'

સોશિયલ મીડિયા પર લગ્ન વિશે માહિતી આપતા ફહાદ અહેમદે લખ્યુ, 'મને ક્યારેય ખબર નહોતી કે આ આટલુ સુંદર હોઈ શકે છે. મારો હાથ પકડવા બદલ આભાર, પ્રેમ.' ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલી તસવીરોમાં, નવદંપત્તિ હાથ પકડેલા જોવા મળે છે. સ્વરાએ મરૂન સિલ્કની સાડી પહેરી હતી અને ફહાદે ક્રીમ કલરના કુર્તા પાયજામા સાથે મરૂન વેસ્ટકોટ પહેર્યો હતો.

સ્વરાએ આપ્યો હતો સંકેત

સ્વરાએ આપ્યો હતો સંકેત

સ્વરા ભાસ્કરે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા તેમના સંબંધોનો સંકેત આપ્યો હતો. તેણે એક તસવીર શેર કરી હતી પરંતુ તે વ્યક્તિનો ચહેરો ન બતાવ્યો. ઇન્સ્ટા પોસ્ટ સાથેના તેમના સંબંધો અંગે સંકેત આપતા સ્વરાએ ફોટોને કેપ્શન આપ્યુ હતુ કે, 'આ પ્રેમ હોઈ શકે છે.'

પ્રવકતાએ કરી પુષ્ટિ

પ્રવકતાએ કરી પુષ્ટિ

સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદના પ્રવક્તાએ પુષ્ટિ કરી છે કે દંપત્તિએ 16 ફેબ્રુઆરી 2023ના રોજ નજીકના મિત્રો અને પરિવાર સાથે એક આત્મીય સમારોહમાં તેમના લગ્નની નોંધણી કરી છે. લગ્નની ઉજવણી આવતા મહિને દિલ્લીમાં શરૂ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X