Swara Bhasker X Account Suspend : અભિનેત્રી સ્વરા ભાસ્કરનું X એકાઉન્ટ સસ્પેન્ડ, જાણો કેમ કરાઈ કાર્યવાહી?
Swara Bhasker X Account Suspend : અભિનેત્રી સ્વરા ભાસ્કરનું X એકાઉન્ટ સસ્પેન્ડ, જાણો કેમ કરાઈ કાર્યવાહી?
Swara Bhasker X Account Suspend : બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને પોતાના સરકાર વિરોધી વિચારો માટે જાણીતી સ્વરા ભાસ્કરનું એક્સ એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યુ છે.

એક્સ એકાઉન્ટ સસ્પેન્ડ થવાના સમાચાર ખુદ અભિનેત્રીએ આપ્યા છે. તેણીએ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં આ વાતની જાણકારી આપી છે.
એકાઉન્ટ સસ્પેન્ડ થવાના સમાચાર આપવા સાથે સ્વરા ભાસ્કરે કેટલાક સ્ક્રીન શોટ પર શેર કર્યા છે. જેમાં એકાઉન્ટ સસ્પેન્ડ થવાના કારણો સામે આવ્યા છે.
સ્વરા ભાસ્કરે લખ્યું કે, ટ્વીટર કે X એ ગણતંત્ર દિવસ પર પોસ્ટ કરવા બદલ મારું એકાઉન્ટ હંમેશ માટે સસ્પેન્ડ કરી દીધું છે. આ સાથે સ્વરાએ તેના એક્સ તરફથી મળેલા ઈમેઈલના સ્ક્રીનશોટ શેર કર્યા છે.
પોસ્ટ સાથે કેપ્શનમાં સ્વરા ભાસ્કરે લખ્યું કે, તમે આ ન કરી શકો. પ્રિય X, બે ટ્વીટમાં બે ફોટોને કોપીરાઈટ ઉલ્લંઘન તરીકે ચિહ્નિત કરવામાં આવી છે. મારું X એકાઉન્ટ લૉક થયેલું છે તેના આધારે હું તેને ઍક્સેસ કરી શકતી નથી અને તમારી ટીમોએ કાયમી સસ્પેન્શનને મંજૂરી આપી છે.
સ્વરાએ આગળ લખ્યુ તે, ગાંધી હમ શર્મિંદા હૈ, તેરે કાતિલ ઝિંદા હૈ, ભગવા પૃષ્ઠભૂમિ અને હિન્દી દેવનાગરી લિપિમાં લખાણ સાથે ભારતમાં પ્રગતિશીલ ચળવળનું લોકપ્રિય સૂત્ર છે. આ કોઈ કોપીરાઈટ ઉલ્લંઘન નથી. આ એક શહેરી આધુનિક મુહાવરા જેવું છે.
સ્વરાએ આગળ લખ્યું કે, ભંગ તરીકે ચિહ્નિત થયેલો બીજો ફોટો મારી પોતાની પુત્રીનો છે, જેનો ચહેરો છુપાયેલો છે અને તે ભારતીય ધ્વજ લહેરાવી રહી છે અને તેના પર હેપ્પી રિપબ્લિક ડે ઇન્ડિયા લખેલું છે. આ કોપીરાઈટ ઉલ્લંઘન કેવી રીતે હોઈ શકે? મારા બાળકના કોપીરાઈટ કોની પાસે છે? આ બંને ફરિયાદો કોઈ તર્કમાં હાસ્યાસ્પદ અને વિચિત્ર છે અને કોપીરાઈટની કોઈપણ કાનૂની વ્યાખ્યાની સમજ બહાર છે.












Click it and Unblock the Notifications
