Pics : આધુનિક દ્રૌપદીનો અવતાર ધરતાં તબ્બુ
મુંબઈ, 1 ઑગસ્ટ : દિલ્હી કાઉચર વીક (ડીસીડબ્લ્યૂ) 2013ના પ્રથમ દિવસે બૉલીવુડ અભિનેત્રી તબ્બુ સશક્ત અને સ્વતંત્ર આધુનિક દ્રૌપદી સ્વરૂપે નજરે પડ્યાં. તબ્બુ ડિઝાઇનર અંજૂ મોદીની ડિઝાઇનો સાથે રૅમ્પ ઉપર ઉતર્યાં.
દિલ્હીની તાજ પૅલેસ હોટેલમાં ચાલતા કાઉચર વીકમાં અંજૂ મોદીનો વિષય મહાભારતની દ્રૌપદી હતી કે જેમાં તબ્બુ રૅમ્પ ઉપર એક સુંદર લહેંગામાં ઉતર્યાં. પોતાના સૌંદર્ય અને અદાથી તબ્બુએ માત્ર સારૂં પ્રદર્શન જ નહિં કર્યું, પણ તેઓનો તેવી હસ્તીઓમાં સમાવેશ થઈ ગયો કે જેઓ વધતી ઉંમર છતાં સુંદર છે. કાર્બનિક રેશમ, કાચા રેશમ અને ચંદેરીમાંથી બનેલી લાલ તેમજ સરસવના રંગની પોશાકમાં સોનેરી તેમજ ચાંદીના રંગોનું જરી કામ હતું કે જેમાં મોટાભાગે જરદોઝી તથા મુકેશ કઢાઈનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.
અસ્તિત્વ, ધ નેમસેક અને ચાંદની બાર જેવી ફિલ્મોમાં સશક્ત ભૂમિકાઓ ભજવનાર તબ્બુ છેલ્લે નીલ નિતિન મુકેશ અભિનીત ડેવિડ ફિલ્મમાં દેખાયા હતાં અને તેઓ ટુંકમાં જ સલમાન ખાન સાથે મેંટલ ફિલ્મમાં પણ દેખાવાનાં છે.
આવો તસવીરો સાથે જોઇએ-જાણીએ વધુ વિગતો :

આધુનિક દ્રૌપદી
તબ્બુએ કાઉચર વીકના રૅમ્પ ઉપર આધુનિક દ્રૌપદી સ્વરૂપે વૉક કર્યું. તેમણે રેડ બ્લાઉઝ તથા ડ્રેપ સાથે ઓરેંજ અને રેડ લહેંગો પહેર્યો હતો.

લાલ વેલ્વેટ બ્લાઉઝ
તબ્બુએ આખી બાંયનો લાલ વેલ્વેટ બ્લાઉઝ પહેર્યુ હતું.

આકર્ષક સૌંદર્ય
પોતાના સૌંદર્ય અને અદાથી તબ્બુએ માત્ર સારૂં પ્રદર્શન જ નહિં કર્યું, પણ તેઓનો તેવી હસ્તીઓમાં સમાવેશ થઈ ગયો કે જેઓ વધતી ઉંમર છતાં સુંદર છે.

સુંદર પોશાક
કાર્બનિક રેશમ, કાચા રેશમ અને ચંદેરીમાંથી બનેલી લાલ તેમજ સરસવના રંગની પોશાકમાં સોનેરી તેમજ ચાંદીના રંગોનું જરી કામ હતું કે જેમાં મોટાભાગે જરદોઝી તથા મુકેશ કઢાઈનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.

ખુલ્લા વાળ
તબ્બુ રૅમ્પ ઉપર ખુલ્લા વાળ સાથે ચાલ્યાં, ત્યારે તેમનો સૌંદર્ય વધુ ખીલી ઉઠ્યો.

ગમ્યા આ વસ્ત્રો
તબ્બુએ આ પ્રસંગે જણાવ્યું કે ભારતીય કપડાં અને કઢાઈમાંથી બનેલ દુલ્હનના આ વસ્ત્રો મને ખૂબ જ પસંદ પડ્યાં. ફૅશન ડિઝાઇન કાઉંસિલ ઑફ ઇન્ડિયા (એફડીસીઆઈ) દ્વારા યોજાયેલ દિલ્હી કાઉચર વીક 4થી ઑગસ્ટ સુધી ચાલશે.

પરફેક્ટ પસંદગી
તબ્બુની પસંદગી અંગે અંજૂએ જણાવ્યું - મેં પ્રદર્શન માટે તબ્બુની પસંદગી એટલા માટે કરી, કારણ કે મને લાગે છે કે હકીકતમાં તબ્બુ પોતાની જાતને સારી રીતે વ્યક્ત કરે છે.

પ્રભાવશાળી તબ્બુ
અંજૂએ જણાવ્યું - તબ્બુ પ્રભાવશાળી અને સુંદર છે. મને વિશ્વાસ હતો કે તેઓ દ્રૌપદીના પાત્રને તે જ સુંદરતા સાથે રજૂ કરશે કે જેવી રીતે તેઓ ફિલ્મોમાં કરે છે.












Click it and Unblock the Notifications
