CAA પર રાખી સાવંતનો ઉકેલ, કહ્યું- બેંકમાંથી ફટાફટ લોન લઈ લો અને...
CAA પર રાખી સાવંતનો ઉકેલ, કહ્યું- બેંકમાંથી ફટાફટ લોન લઈ લો અને...
બૉલીવુડ ડ્રામા ક્વીનના નામે લોકપ્રિય રાખી સાવંત ફરી એકવાર ચર્ચામાં છે. હંમેશા વિવાદોમાં રહેતી રાખી સાવંતે ફેન્સને કેલ આપ્યો છે. દેશમાં જ્યાં એક તરફ સીએએ અને એનઆરસીને લઈ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે ત્યાં જ આઈટમ ગર્લ રાખી સાવંતે લોકોને ઉકેલ આપ્યો છે. તેણે વીડિયો શેર કરી લોકોને સીએએ અને એનઆરસીથી બચવાનો ઉપાય જણાવ્યો છે.
દિલ્હીના શાહીન બાગ, લખનઉ અને તમામ કૉલેજોમાં સીએએને લઈ વિરોધ ચાલી રહ્યો છે. એવામાં બૉલીવુડ પણ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. કોઈએ કાનૂનને સાચો ગણાવ્યો તો કોઈએ તેનો વિરોધ કર્યો. એવામાં એક્સ બિગ બૉસ કંટેસ્ટન્ટ રાખી સાવંત નવી જ બબાલ શરૂ કરતી જોવા મળી રહી છે.

વીડિયો શેર કર્યો
સોશિયલ મીડિયા પર રાખી સાવંતનો આ વીડિયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તે સીએએ અને એનઆરસી પર લોકોને ઉપાય આપતી જોવા મળી રહી છે. અત્યાર સુધી આ વીડિયોને લાખો યૂઝર જોઈ ચૂક્યા છે.

બેંકથી લોન
રાખી સાવંતે વીડિયોમાં કહ્યું કે જે લોકોને સીએએનો ડર છે અને જેઓ કાગળ દેખાડવા નથી માંગતા તેઓએ ચિંતા કરવાની જરૂર નથી. જે લોકો હિન્દુસ્તાનમાં રહેવા માંગે છે તેઓ આરામથી રહો. આના માટે તમે બેંક પાસેથી એક લાંબ લોન લઈ લો. જે બાદ બેંક ખુદ સાબિત કરી દેશે કે તમે હિન્દુસ્તાની છે. દોસ્તો આમાં ચિંતા કરવાની જરૂરત નથી.

લગ્નને લઈ ચર્ચામાં આવી હતી
કેટલાક દિવસ પહેલા રાખી સાવંતે દીપક કલાક સાથે લગ્ન કરવાનું એલાન કર્યું. જો કે બંનેના લગ્ન નહોતા થયાં. જે બાદ તેમણએ ફરી એકવાર લગ્નના જોડાવાળી ફોટો શેર કરી હતી જેમાં કહ્યું હતું કે તેનો પતિ લંડનમાં રહે ચે. પરંતુ આની પાછળની સચ્ચાઈ આ ના નિકળી.

મીકા સિંહ અને રાખી સાવંત કન્ટ્રોવર્સી
એખવાર પબ્લિકલી મીકા સિંહે રાખી સાવંતને કિસ કરી હતી. જે બાદ રાખી સાવંતે આરોપ લગાવ્યો હતો કે મીકાએ તેને મંજૂરી વિના કિસ કરી હતી અને આ આરોપ બાદ ખુબ વિવાદ થયો હતો.

બિગ બૉસની ભાગ
રાખી સાવંત બિગ બૉસ સીઝન 1નો ભાગ રહી ચૂકી છે. આ ઉપરાંત તેણે નચ બલિયે સીઝન 3માં પણ ભાગ લીધો હતો.

સની લિયોનીનું સમર્થન કર્યું
સની લિયોની બૉલીવુડમાં આવી ત્યારે રાખી સાવંતે તેને સપોર્ટ કરી હતી. તેણે કહ્યું હતું કે જો તેને મોકો મળ્યો હોત તો તે પણ પોર્ન ઈન્ડસ્ટ્રીમાં કામ કરત.












Click it and Unblock the Notifications
