વાત બોલિવૂડની બિહારી અભિનેત્રીઓની, જેને ઈન્ડસ્ટ્રીમાં મોટી ઓળખ બનાવી

પ્રિયંકા ચોપરા મુળ જમસેદપુરની છે. જો કે હાલ જમસેદપુર ઝારખંડમાં છે. પહેલા બિહારમાં હતું. આજે પ્રિયંકા ચોપરાને બોલિવૂડ અને હોલિવૂડમાં કોઈ ઓળખની જરૂર નથી.

બોલિવૂડની દુનિયા ભારતભરના વિવિધ કલાકારોની બનેલી છે. વિવિધ રાજ્યમાંથી અભિનેતા અને અભિનેત્રીઓએ એક્ટિંગની દુનિયામાં નામ કમાવવા મુંબઈ આવે છે. આ યાદીમાં બિહારની ઘણી અભિનેત્રી આજે રાજ્યનું નામ રોશન કરી રહી છે. આપણે આજે એ અભિનેત્રીઓની વાત કરવાના છીએ, જે બિહારનું ગૌરવ છે. આજે આ અભિનેત્રીઓ હોલિવૂડ સુધી પહોંચી છે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા મુળ જમસેદપુરની છે. જો કે હાલ જમસેદપુર ઝારખંડમાં છે. પહેલા બિહારમાં હતું. આજે પ્રિયંકા ચોપરાને બોલિવૂડ અને હોલિવૂડમાં કોઈ ઓળખની જરૂર નથી.

નેહા શર્મા

નેહા શર્મા

અભિનેત્રી નેહા શર્મા બિહારના ભાગલપુરની રહેવાસી છે. 21 નવેમ્બર 1987ના રોજ જન્મેલી નેહા શર્માની ગણતરી સફળ અભિનેત્રીઓમાં થાય છે. નેહા બોલિવૂડ સિવાય તમિલ અને તેલુગુ ફિલ્મોમાં જોવા મળી છે.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

અભિનેત્રી સોનાક્ષી સિન્હા મુળ પટનાની છે. તેનો જન્મ 2 જૂન 1987ના રોજ બિહારની રાજધાની પટનામાં થયો હતો. નેહા શર્મા ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર શત્રુઘ્ન સિન્હાની દીકરી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા પહેલા તે કોસ્ચ્યુમ ડિઝાઈનર હતી. આજે સફળ અભિનેત્રી છે.

નીતુ ચંદ્રા

નીતુ ચંદ્રા

બોલીવુડની સફળ અભિનેત્રીઓમાં સામેલ નીતુ ચંદ્રા પણ મુળ બિહારની છે. નિતૂનો જન્મ 20 જૂન 1984ના રોજ બિહારની રાજધાની પટનામાં થયો હતો. તેણે હિન્દી, તેલુગુ, ભોજપુરી, કન્નડ અને ગ્રીક ફિલ્મોમાં કામ કર્યુ છે. નિતૂ બિહારની પ્રથમ બિહારી અભિનેત્રી છે જે ચંપારણ ટોકીઝ નામનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે.

શ્વેતા બસુ પ્રસાદ

શ્વેતા બસુ પ્રસાદ

લોકપ્રિય અભિનેત્રી શ્વેતા બસુ પ્રસાદનો જન્મ 11 જાન્યુઆરી 1991ના રોજ જમશેદપુરમાં થયો હતો. બિહારથી ઝારખંડ અલગ થયા બાદ જમશેદપુર ઝારખંડમાં છે. શ્વેતાનું ફિલ્મી દુનિયામાં મોટુ નામ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X