Tamanna Bhatia : રેડ આઉટફિટમાં તમન્ના ભાટીયાએ એકદમ પટાકા બનીને પોઝ આપ્યા, જુઓ ફોટો
Tamanna Bhatia : બોલિવૂડથી લઈને સાઉથની ફિલ્મો સુધી પોતાની ખૂબસૂરતીનો જાદુ ફેલાવી ચુકેલી તમન્ના ભાટીયા સોશિયલ મીડિયા પર હંમેશા છવાયેલી રહે છે.
હાલમાં જ તમન્ના ભાટીયાએ તેના લેટેસ્ટ ફોટોથી સોશિયલ મીડિયાનો પારો ઉચકી દીધો છે. લેટેસ્ટે ફોટોમાં તમન્ના ભાટીયાએ રેડ આઉટફિટમાં આગ લગાવી દીધી છે.

તમન્ના ભાટીયાએ દિવાળી પહેલા તેના રેડ હોટ અવતારને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ ફોટોમાં તમન્નાની ખૂબસૂરતી તેના ફેન્સને ઘાયલ કરી રહી છે. ફોટોમાં તે એટલી બોલ્ડ લાગી રહી છે કે કોઈપણ ફીદા થઈ જાય.
હાલમાં તમન્ના ભાટીયા શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી 2 નો ભાગ બની હતી અને તેમાં તેની એક નાની પણ મહત્વની ભૂમિકા હતી. આજ કી રાતમાં સ્ત્રી 2 માં તેના આઇટમ નંબરની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ ગીત મહિનાઓ સુધી ટ્રેન્ડમાં હતું.
તમન્ના ભાટીયા સોશિયલ મીડિયા પર તેના ફેન્સ માટે તેના ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. તમન્નાને ઈન્સ્ટાગ્રામ પર 27.2 મિલિયન લોકો ફોલો કરે છે. આ જ કારણ છે કે તેની દરેક તસવીર વાયરલ થઈ જાય છે.
હવે જોવાનું એ રહે છે કે તે ફરી ક્યારે હિન્દી ફિલ્મોમાં લીડ રોલમાં જોવા મળશે. ચાહકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમન્ના ભાટીયા દક્ષિણ ભારતની અભિનેત્રી છે. હાલમાં તે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સતત કામ કરી રહી છે. તે બાહુબલી જેવા મોટી ફિલ્મોમાં જોવા મળી છે.












Click it and Unblock the Notifications
