POSTER: "તમાશા"માં રણબીર અને દિપીકાએ ફેન્સનો કર્યો "તમાશો"
ફેન્સ સૌથી વધારે જેની રાહ જોતા હોય છે તે હોય છે, પોતાના ફેવરીટ સ્ટારની આગામી ફિલ્મના પહેલા પોસ્ટરની પહેલી ઝલકની. અને એટલે જ તમાશાના પહેલા પોસ્ટરની રિલીઝને લઈને ફેન્સ ઘણાં એક્સાઇટેડ હતા.
પરંતુ ઇમ્તીયાઝ અલી, દિપીકા અને રણબીર ફેન્સનો આવો તમાશો બનાવશે એ કોઈએ વિચાર્યું પણ નહતુ. આમ, તો પોસ્ટર સારૂં છે, ફિલ્મની સ્ટોરી અને ટેગલાઇનને સારી રીતે મેસેજ પણ કરી રહ્યું છે. પરંતુ પોસ્ટરનું બેગ્રાઉન્ડ કોઈને પસંદ નહીં આવે.
વેલ કારણ છે રણબીર અને દિપીકા, જે ફોટા ઘણાં દિવસોથી ઇન્ટરનેટ પર લીક થઇ ચૂક્યા છે, તે જ ફોટોને પોસ્ટર તરીકે યુઝ કરવામાં આવ્યા છે. જ્યારે ફેન્સ તો આશા લગાવીને બેઠા હતા કે કઇંક તો હશે?
આવો જોઇએ ઇમ્તીયાઝ અલીની ફિલ્મના કેટલાક સારા પોસ્ટર્સ.

સોચા ના થા
ઇમ્તીયાઝ અલીની પહેલી ફિલ્મ હતી સોચા ના થા. ફિલ્મનું પોસ્ટર ઉમદા તો નહીં પણ સારૂં હતુ. પોસ્ટર ફિલ્મની સ્ટોરીની હીંટ પણ આપતુ હતુ.

લવ આજ કલ
ફિલ્મનું પહેલુ પોસ્ટર સરસ હતુ. બેગ્રાઉન્ડમાં સ્ટાર્સ અને મેનમાં ફિલ્મની થીમ. બે જમાનાનો પ્રેમ બે ચાની પ્યાલી પર

રોકસ્ટાર
ફિલ્મ જેટલી ડરાવની હતી, તેના પોસ્ટર તેના કરતા પણ વધુ ડાર્ક હતા.

ન હોવા છતા હાજર
ફિલ્મના પોસ્ટરમાં રણબીર ક્યાંય ન હતો. પણ તેમ છતા ફિલ્મનું પોસ્ટર રણબીરની ઇમેજ સાથે મેળ ખાતુ હતુ.

ફન અને મસ્તી
લવ આજ કલનું બીજું પોસ્ટર બહુ જ મસ્તીભર્યું અને ફ્રેશ હતુ. જેમાં રોમાન્સ ન હતો, પણ તેમ છતા હતો.

જબ વી મેટ
જબ વી મેટના પહેલા પોસ્ટરે તો હોશ ઉડાડી દીધા હતા. ફિલ્મની સ્ટોરી નાના નાના કાગળો પર દરેક જગ્યા પર હતી.

પોસ્ટરની સિરીઝ
જબ વી મેટના પોસ્ટર્સની પૂરી સિરીઝ હતી અને ગીત-આદિત્યના જીવનની આખી સફર હતી. શિમલાથી ભંટીડા સુધી.

શરૂઆત
ફિલ્મના દરેક પોસ્ટરની સાથે દર્શકો ફિલ્મ માટે વધુ એક્સાઇટેડ બન્યા હતા. અને દરેક પોસ્ટરમાં લીડનો લુક પણ ચેન્જ હતો.

સૌથી ખાસ વાત
ફિલ્મની સૌથી ખાસ વાત હતી ટ્રેન. જેને ખુબ જ સરળતાથી દરેક પોસ્ટરમાં છુપાવી લેવામાં આવી હતી.

તમાશા......
આટલા બધા શાનદાર પોસ્ટર્સ પછી આ મળવુ......It Hurtsssssss!
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
