For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાઉથના મેગાસ્ટાર વિજયના ઘરે રેડમાં મળ્યા 65 કરોડ કેશ, નોટોના બંડલ જોઈ ફાટી આંખો

એક કથિત ટેક્સ ચોરી મામલે સાઉથના મેગાસ્ટાર વિજય સાથે અધિકારીઓએ બુધવારે પૂછપરછ કરી છે.

|
Google Oneindia Gujarati News

એક કથિત ટેક્સ ચોરી મામલે સાઉથના મેગાસ્ટાર વિજય સાથે અધિકારીઓએ બુધવારે પૂછપરછ કરી છે. આ પૂછપરછ એક થિયેટર ફર્મ સાથે જોડાયેલ કથિત ટેક્સ ચોરી કેસમાં કરવામાં આવી છે. વિજય હાલમાં પોતાની ફિલ્મ માસ્ટરની શૂટિંગ કરી રહ્યા છે. માહિતી મુજબ આવકવેરા અધિકારી જણાવ્યા વિના જ ફિલ્મના સેટ પર પહોંચ્યા અને અભિનેતા સાથે ત્યાં જ આ બાબતે પૂછપરછ કરી. આ દરમિયાન થોડી વાર માટે ફિલ્મનુ શૂટિંગ પણ અટકી ગયુ.

રેડમાં 38 પરિસરોને કવર કરવામાં આવ્યા

રેડમાં 38 પરિસરોને કવર કરવામાં આવ્યા

જે માહિતી મળી રહી છે તે મુજબ આવકવેરા વિભાગ વિજય અને નિર્માતા અંબુની સંપત્તિઓ પર રેડ અને સર્વેક્ષણ કરી રહ્યા છે. રેડમાં લગભગ 38 પરિસરોને કવર કરવામાં આવ્યા છે અને લગભગ 65 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. હાલમાં આવકવેરાની રેડ ચાલુ છે. રિપોર્ટ્સ મુજબ ટેક્સ ચોરીની શંકા પર એજીએસ સિનેમાઝથી થતી રેડ અંગે માર્શલ એક્ટર વિજયની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ફિલ્મ બિજિલે 300 કરોડથી વધુનો કર્યો કારોબાર

ફિલ્મ બિજિલે 300 કરોડથી વધુનો કર્યો કારોબાર

તમને જણાવી દઈએ કે એજીએસ સિનેમાઝે વિજયની છેલ્લી સુપરહિટ ફિલ્મ બિજિલને પ્રોડ્યુસ કરી હતી. આ ફિલ્મે દુનિયાભરમાં 300 કરોડથી વધુ કારોબાર કર્યો છે. સમાચાર છે કે ઈનકમ ટેક્સવાળાએ 5 ફેબ્રુઆરીની સવારે એજીએસ એન્ટરપ્રાઈઝની પ્રોપર્ટીઝ પર રેડ મારવાનુ શરૂ કર્યુ છે. આ કારણથી વિજયે સ્ટારનુ શૂટિંગ વચમાં જ રોકી દીધુ. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ જણાવ્યુ, ‘અમને માહિતી મળી હતી કે વિજયે બિજિલ માટે બહુ મોટીરકમ કેશમાં લીધી છે.'

સાઉથના મોટા નિર્દેશક છે વિજયના પિતા

તમને જણાવી દઈએ કે વિજયે પોતાના કરિયરની શરૂઆત 18 વર્ષની ઉંમરે ફિલ્મ Naalaiya Theerpu થી કરી હતી. વિજયની સૌથી હિટ ફિલ્મોમાં બદ્રી, થેરી, સરકાર અને માર્શલ શામેલ છે. વળી, બિજિલે પણ ઘણો સારે બિઝનેસ કર્યો હતો. 60થી પણ વધુ ફિલ્મો કરી ચૂકેલ વિજય પિતા એસએ ચંદ્રશેખર સાથે પણ 10થી વધુ ફિલ્મો કરી ચૂક્યા છે. વિજયના પિતા સાઉથના મોટા નિર્દેશક માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ Video: ઈમરાન હાશમીના 10 વર્ષના દીકરાએ કહ્યુ, કેન્સરને માત્ર તમારી હિંમત જ હરાવી શકેઆ પણ વાંચોઃ Video: ઈમરાન હાશમીના 10 વર્ષના દીકરાએ કહ્યુ, કેન્સરને માત્ર તમારી હિંમત જ હરાવી શકે

English summary
Tamil Nadu: Income Tax Department is conducting raids & surveys at the properties of Tamil actor Vijay and producer Anbu Chezhiyan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X