કૅન્સમાં ઑસ્ટ્રેલિયન ડિઝાઇનરની પોશાકમાં દેખાશે તનિષ્ઠા

મુંબઈ, 11 મે : ભારતીય ફિલ્મ અભિનેત્રી તનિષ્ઠા ચૅટર્જી 66માં આંતરરાષ્ટ્રીય કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે ખાસ પોશાક બનાવડાઈ રહ્યાં છે.

tannishtha-chatterjee

તનિષ્ઠા પોતાની ફિલ્મ મૉનસૂન શૂટઆઉટના પ્રદર્શન માટે કૅન્સમાં શામેલ થશે. તેમણે જણાવ્યું - કૅન્સમાં સૌનો ધ્યાન સૌથી વધુ કપડા ઉપર હોય છે. મને નવા-નવા ફૅશનના કપડાં પહેરવા ગમે છે અને કૅન્સ માટે મારા એક ઑસ્ટ્રેલિયન ડિઝાઇનર મિત્ર મારી પોશાક તૈયાર કરી રહ્યાં છે. તે પશ્ચિમી શૈલીની પોશાક છે કે જેમાં ભારતીય શૈલીની કારીગરી કરાઈ છે.

તનિષ્ઠા ચૅટર્જીએ જણાવ્યું - મારી ફિલ્મ મૉનસૂન શૂટઆઉટ કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રિલીઝ માટે અધિકૃત રીતે પસંદ કરાઈ છે અને તે અંગે હું ખૂબ જ ઉત્સાહિત છું. અમિત કુમાર દિગ્દર્શિત તથા અનુરાગ કશ્યપ નિર્મિત ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી તેમજ તનિષ્ઠા ચૅટર્જી મુખ્ય ભૂમિકામાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X