#Me Too: તનુશ્રી દત્તાએ રાખી સાવંત પર કર્યો માનહાનિનો કેસ, માંગ્યા 10 કરોડ
તનુશ્રી દત્તાએ #Me Too કેમ્પેઈન હેઠળ નાના પાટેકર પર છેડતીનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ તેણે નાના સામે કેસ ફાઈલ કરાવ્યો છે.
તનુશ્રી દત્તાએ #Me Too કેમ્પેઈન હેઠળ નાના પાટેકર પર છેડતીનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ તેણે નાના સામે કેસ ફાઈલ કરાવ્યો છે. જો કે નાના પાટેકરે પોતાના ઉપર લાગેલા બધા આરોપોને ફગાવી દીધા છે. હાલમાં તે કાનૂની લડત લડવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે તનુશ્રીએ બોલિવુડની વિવાદિત આઈટમ ગર્લ રાખી સાવંત સામે મોટુ પગલુ ઉઠાવ્યુ છે.

તનુશ્રીએ રાખી સામે માનહાનિનો કેસ કર્યો
એક અંગ્રેજી વેબસાઈટના જણાવ્યા મુજબ તનુશ્રીએ રાખી સામે માનહાનિનો કેસ નોંધાવવા સાથે 10 કરોડ રૂપિયાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે તનુશ્રીએ આ પગલુ રાખી સામે એટલા માટે ઉઠાવ્યુ છે કારણકે રાખીએ તનુશ્રી સામે નિવેદનબાજી કરી હતી. રાખી સાવંતે કહ્યુ હતુ કે તનુશ્રી ડ્રગ્ઝ લઈને પોતાની વેનમાં પડી હતી, તેનું ગીત તો નાનાના કહેવાથી મારે કરવુ પડ્યુ હતુ.

રાખીએ તનુશ્રીને કહી હતી ડ્રગ એડિક્ટ
તનુ આજે મોટી મોટી વાતો કરી રહી છે પરંતુ હું તેની અસલિયત બધાને જણાવવા ઈચ્છુ છુ. રાખે કહ્યુ, જ્યારે મે તનુનું ગીત કર્યુ તો તેણે મને નોટિસ પણ મોકલી પરંતુ ફિલ્મની ટીમે બચાવી અને કહ્યુ કે રાખીએ છેલ્લી ઘડીએ અમારી મદદ કરી છે.

જાણો શું છે સમગ્ર વિવાદ
એક એન્ટરટેઈનમેન્ટ ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ નાના પાટેકર પર માત્ર સંગીન આરોપ જ નહોતા લગાવ્યા પરંતુ સેટ પર પોતાની સાથે થયેલી મારપીટનો પણ ખુલાસો કર્યો હતો. તેના આ નિવેદને ઈન્ડસ્ટ્રીમાં ભૂકંપ લાવી દીધો હતો. તેણે કહ્યુ હતુ, ‘નાના પાટેકર વિશે દરેક જણ જાણે છે. તેમનું વર્તન મહિલાઓ પ્રત્યે અપમાનજનક રહ્યુ છે. ઈન્ડસ્ટ્રીના લોકો તેમના વિશે બધુ જાણે છે કે તેમણે એક્ટ્રેસ સાથે મારપીટ અને છેડતી કરી છે.'

યૌન શોષણ, અપમાન અને અન્યાય સામે બોલવાનું આ છે ઈનામ
તનુશ્રી દત્તાએ ફિલ્મકાર વિવેક અગ્નિહોત્રી પર પણ 2005 માં આવેલી ફિલ્મ ચોકલેટ ના નિર્માણ દરમિયાન તેની સાથે અયોગ્ય વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો હતો. અભિનેત્રીએ કહ્યુ હતુ કે, ‘મને બે કાનૂની નોટિસ મળી. એક નોટિસ નાના પાટેકરથી અને બીજી વિવેક અગ્નિહોત્રીથી.' પોતાની પીઆર ટીમ શિમર એન્ટરટેઈનમેન્ટ દ્વારા જાહેર કરાયેલ નિવેદનમાં દત્તાએ કહ્યુ, ‘ભારતમાં યૌન શોષણ, અપમાન અને અન્યાય સામે બોલવાનું તમને આ જ ઈનામ મળે છે.'












Click it and Unblock the Notifications
