હાથમાં હાથ નાંખીને જોવા મળ્યા ટપ્પુ અને બબીતાજી, ફોટો વાયરલ!
ટીવીના સૌથી લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ ઘણા વર્ષોથી ટીઆરપીની યાદીમાં ટોપ 3 પર કબજો કર્યો છે. આ શો પ્રસારિત થયાને 13 વર્ષથી વધુ સમય થઈ ગયો છે.
નવી દિલ્હી : ટીવીના સૌથી લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ ઘણા વર્ષોથી ટીઆરપીની યાદીમાં ટોપ 3 પર કબજો કર્યો છે. આ શો પ્રસારિત થયાને 13 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. શોના પાત્રો પણ લોકોના દિલથી એટલા નજીક છે કે લોકો તેમને વાસ્તવિક માને છે. ઘણી વખત આ લોકપ્રિયતા શોના કલાકારોને સ્ટારડમ અપાવે છે તો ક્યારેક તેના કેટલાક ગેરફાયદા પણ સામે આવે છે. તાજેતરમાં શોના મુખ્ય પાત્રોમાંથી એક બબીતા જી (મુનમુન દત્તા) અને ટપ્પુ (રાજ અનડકટ) નું અફેર ચર્ચામાં છે, આ ચર્ચાઓ વચ્ચે હવે બંનેનો ફોટો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

બબીતાજીનું પાત્ર મુનમુન દત્તા અને ટપ્પુનું પાત્ર રાજ અનડકટે ભજવે છે. શો માં બંને જુદી જુદી પેઢીના દર્શાવાયા છે. પરંતુ જ્યારે તેમના અફેરના સમાચાર સામે આવ્યા તો લોકો તેને પચાવી શક્યા નહીં. સોશિયલ મીડિયા પર બંનેને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા. આ એપિસોડમાં બંનેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને ખૂબ નજીક દેખાઈ રહ્યા છે. તસવીરમાં બંને હાથમાં હાથ નાંખીને હસતા જોવા મળી રહ્યા છે.
આ ફોટોમાં મુનમુન દત્તા અને રાજ અનડકટના લૂક પણ ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે. અહીં મુનમુન દત્તા નારંગી અને ક્રીમ રંગના ફ્લોરલ પ્રિન્ટ ટોપમાં જોવા મળી છે. તો રાજ સફેદ અને ગ્રે કલરની હૂડીમાં ખૂબ જ સ્માર્ટ લુકમાં જોવા મળી રહ્યોં છે. આ તસવીરને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે, બીજી તરફ ટ્રોલર્સ પણ જોવા મળી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે જ્યારે બંને કલાકારોના અફેરના સમાચાર વાયરલ થયા ત્યારે મુનમુન દત્તાએ તેમના અંગત જીવન પર સવાલ ઉઠાવનારાઓને આડે હાથ લીધા હતા. તેણે આ સમાચારને અફવા ગણાવી હતી. આ પછી રાજે અફેરની અટકળોને પણ ખોટી ગણાવી હતી.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
