tara sutaria boyfriend : બાદશાહને ડેટ કરી રહી છે તારા સુતારિયા? જાણો કેમ શરૂ થઈ ચર્ચા?
tara sutaria boyfriend : બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી તારા સુતારિયા ફરી એકવાર તેની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. આદર જૈન સાથે બ્રેકઅપ તેણીએ પોતાનું સંપૂર્ણ ધ્યાન કરિયર પર કેન્દ્રિત કર્યું છે.
આદરે હાલમાં તારાની નજીકની મિત્ર અલેખા આડવાણી સાથે લગ્ન કર્યા છે. તેણે તારા સાથેના પોતાના ભૂતકાળના સંબંધને ટાઈમ પાસ ગણાવ્યા હતા. જો કે હવે તારાનું નામ અન્ય એક વ્યક્તિ સાથે જોડાઈ રહ્યું છે.

હાલમાં જ ઈન્ડિયન આઈડલ 15માં શિલ્પા શેટ્ટીએ રેપર બાદશાહની તેના રોમેન્ટિક લાઈફને લઈને મજાક કરી હતી. શિલ્પાએ હળવા અંદાજમાં કહ્યું હતું કે, બાદશાહ, સાંભળ્યું છે કે તું દિવસે પણ તારા જોતો રહે છે. આ વાત સાંભળીને બાદશાહ શરમાઈ જાય છે.
શિલ્પા અને બાદશાહની આ મજાકભરી વાતચીતે ચાહકોમાં તારા સુતારિયા અને બાદશાહ વચ્ચેના સંભવિત રોમાંસની ચર્ચાઓને જન્મ આપ્યો છે. અગાઉ તારા આ શોમાં આવી હતી ત્યારથી જ આ અટકળો શરૂ થઈ હતી.
આ પહેલાં બાદશાહનું નામ પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર સાથે જોડાયું હતું. પરંતુ ઈન્ડિયન આઈડલ 15 માં શિલ્પાની તાજેતરની ટિપ્પણીઓએ તારા સાથેના તેમના સંભવિત સંબંધ પર ધ્યાન ખેંચ્યું છે. શોમાં થયેલી આ મસ્તીએ આ ચર્ચાઓને વધુ હવા આપી છે.
શિલ્પાની આ મજાક દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. ચાહકો અને ફોલોઅર્સ ઉત્સુકતાથી ચર્ચા કરી રહ્યા છે કે શું તારા અને બાદશાહની આ ડેટિંગની અફવાઓમાં કોઈ સચ્ચાઈ છે. શિલ્પાની ટિપ્પણીઓએ દર્શકોની ઉત્સુકતાને વધુ વેગ આપ્યો છે.
હજુ સુધી તારા કે બાદશાહ બંનેમાંથી કોઈએ આ અફવાઓ પર જાહેરમાં કંઈ કહ્યું નથી. પરંતુ તેમના ચાહકો આ બંને વચ્ચે રોમાંસની શક્યતાને લઈને ખૂબ ઉત્સાહિત છે. બોલિવૂડના ચાહકો અટકળો લગાવી રહ્યાં છે પરંતુ આ બંને હસ્તીઓએ આ મામલે ચુપ્પી સાધી રાખી છે.












Click it and Unblock the Notifications
