300 કરોડ ક્લબમાં વધુ એક એન્ટ્રી, એક્ટ્રેસ પણ ફાઈનલ, હવે બનશે ધમાકેદાર રીમેક

આજકાલ બોલીવુડમાં કેટલીક મોટી ફિલ્મોની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. તેમાંથી કેટલીક ફિલ્મોમાં કાસ્ટિંગનું કામ પણ ચાલુ છે. આવી જ એક ફિલ્મ છે શાહિદ કપૂરની અર્જુન રેડ્ડી.

આજકાલ બોલીવુડમાં કેટલીક મોટી ફિલ્મોની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. તેમાંથી કેટલીક ફિલ્મોમાં કાસ્ટિંગનું કામ પણ ચાલુ છે. આવી જ એક ફિલ્મ છે શાહિદ કપૂરની અર્જુન રેડ્ડી. તાજેતરમાં જ આ ફિલ્મ માટે શાહીદ કપૂરનું નામ ફાઈનલ થયું છે. એ પછી આ ફિલ્મ માટે એક નવી હિરોઈનનું નામ પણ સામે આવ્યું છે. આ એક્ટ્રેસને ફિલ્મ અર્જુન રેડ્ડીમાં શાહીદ કપૂરના ઓપોઝિટ કાસ્ટ કરવામાં આવશે. આ એક્ટ્રેસનું નામ છે તારા સુતરિયા.

જી હાં, તાજેતરમાં જ સ્ટુડન્ટ ઓફ ધી યર 2 માટે કાસ્ટ થયેલી તારા સુતરિયાને વધુ એક મોટી ફિલ્મ મળી છે. તારા સુતરિયા આગામી ફિલ્મ અર્જુન રેડ્ડીમાં શાહીદ કપૂર સાથે રોમાન્સ કરતી દેખાશે. જો કે હજી સુધી તારા સુતરિયાના નામને લઈ સત્તાવાર જાહેરાત નથી થઈ. જો તારાને આ ફિલ્મ મળી જશે, તો તેના માટે આ એક મોટી તક હશે.

જણાવી દઈએ કે અર્જુન રેડ્ડી 2017ની તેલુગુ સુપર હિટ ફિલ્મ છે. અને શાહીદ કપૂરને આ ફિલ્મની રિમેક માટે ફાઈનલ કરી દેવાયો છે. આ ફિલ્મમાં એક યુવકની વાત છે, જે એક યુવતીના પ્રેમમાં પડે છે. પરંતુ યુવતીના બળજબરીથી લગ્ન કરાવી દેવાયા છે. જે બાદ હીરો પોતાની જાતને સંભાળી નથી શક્તો અને નશામાં ડૂબી જાય છે. આ એક રોમાન્ટિક ડ્રામા ફિલ્મ છે. કહી શકાય કે મોડર્ન દેવદાસ જેવી જ ફિલ્મ. તો આગળ જોઈએ બોલીવુડની નવી સેન્સેશન તારા સુતરિયા કોણ છે.. અને તેની ગ્લેમરસ તસવીરો.

બોલીવુડમાં ડબ્યુ

બોલીવુડમાં ડબ્યુ

તારા સુતરિયા સ્ટુડન્ટ ઓફ ધી યર 2 થી બોલીવુડમાં ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે ટાઈગર શ્રોફ છે અને ચર્ચા એવી પણ છે આ ફિલ્મમાં ચંકી પાડેની પુત્રી અનન્યા પાંડે પણ ડેબ્યુ કરી રહી છે.

અત્યારથી જ લાગી ફેનની લાઈન

અત્યારથી જ લાગી ફેનની લાઈન

ફક્ત તારા સુતરિયાના નામની ચર્ચા છે ત્યારથી જ તારાની સુંદરતા અને બોલ્ડનેસના તમામ લોકો ફેન બની ચૂક્યા છે. તારાની ગ્લેમરસ તસવીરો વાઈરલ થઈ રહી છે.

શું કરે છે તારા સુતરિયા ?

શું કરે છે તારા સુતરિયા ?

તારા સુતરિયા એક્ટર હોવાની સાથે સાથે ડાન્સર અને સિંગર પણ છે. તારા ક્લાસિક બેલે, મોડર્ન ડાન્સ અને લેટિન અમેરિક ડાન્સની તાલીમ લઈ ચૂકી છે.

તમે ચોંકી જશો

તમે ચોંકી જશો

તારા માત્ર 7 વર્ષની ઉંમરથી જ પ્રોફેશનલ સિંગર તરીકે કામ કરી રહી છે. આ ઉપરાંત તે ઓપેરા અને અન્ય હરિફાઈમાં પણ ભાગ લઈ ચૂકી છે.

ઋત્વિક માટે

ઋત્વિક માટે

તારા સુતરિયા ઋત્વિક રોશનની ફિલ્મ ‘ગુઝારિશ' અને આમીર ખાનની ફિલ્મ ‘તારે ઝમીન પર'માં ગીત ગાઈ ચૂકી છે.

છે જાણીતો ચહેરો

છે જાણીતો ચહેરો

તારા પોતાની કરિયરની શરૂઆત ડિઝની ચેનલમાં વીજે તરીકે કરી ચૂકી છે.

ડિઝની પ્રિન્સેસ

ડિઝની પ્રિન્સેસ

આ ઉપરાંત તે ડિઝનીના શોઝ ઓયે જસ્સી, ધ સ્વીટ લાઈફ ઓફ કરણ એન્ડ કબીર, બેસ્ટ ઓફ લક નિક્કીમાં પણ કામ કરી ચૂકી છે.

... તો પહેલા જ થઈ જાત ડેબ્યુ

... તો પહેલા જ થઈ જાત ડેબ્યુ

2017માં તારાના નામનો વિચાર 1990ની ફિલ્મ ‘અલ્લાદીન'ની લાઈવ એક્શન બનનારી હોલીવુડ ફિલ્મમાં પ્રિન્સેસ જાસ્મીનના રોલ માટે થયો હતો. તારાને આ રોલ માટે શોર્ટલિસ્ટ પણ કરાઈ હતી.

અદભૂત સૌંદર્ય

અદભૂત સૌંદર્ય

તારા અત્યંત સુંદર અને ગ્લેમરસ છે. આ વાત તેની તસવીરોમાં પણ ઝળકે છે.

તમામની થઈ જશે છુટ્ટી

તમામની થઈ જશે છુટ્ટી

તારાના ફેન્સની વાત માનીએ તો બોલીવુડમાં એન્ટ્રી બાદ તારા મોટા મોટા સ્ટાર્ટને પાછળ છોડી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X