શિક્ષક દિવસ : જુઓ ફિલ્મી પડદે ટીચર-સ્ટુડન્ટનો Romance

મુંબઈ, 5 સપ્ટેમ્બર : આજે શિક્ષક દિવસ છે. આજનો દિવસ જેટલો શિક્ષકો માટે મહત્વનો છે, તેટલો જ તેમના શિષ્યો માટે પણ છે. આજના દિવસનો મહિમા ગાવામાં આપણી બૉલીવુડ ફિલ્મો પણ પાછળ નથી રહી.

જો બૉલીવુડ ફિલ્મોએ શિક્ષકોને ગૉડ તરીકે રજૂ કર્યા, તો અનેક એવી પણ ફિલ્મો છે કે જેમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની એક નવી રિલેશનશિપ રજૂ કરવામાં આવી અને આ એવી રિલેશનશિપ હતી કે જેને સમાજમાં સ્વીકાર્ય ન ગણી શકાય.

આપ વિચારતા હશો કે અમે કેવા પ્રકારની રિલેશનશિપની વાત કરી રહ્યા છે. તો આપને બતાવી જ દઇએ કે અમે તેવી ફિલ્મોની વાત કરી રહ્યા છીએ કે જેમાં શિક્ષક અને વિદ્યાર્થીની અથવા શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચે રોમાંસ દર્શાવવામાં આવ્યો છે. આવી ફિલ્મોનો સમાજમાં અનેક વખત વિરોધ પણ થયો છે. જોકે જે ફિલ્મોમાં ટીચર-સ્ટુડન્ટના પ્રેમ વિશે સ્પષ્ટ છણાવટ કરવામાં આવી, તે ફિલ્મો હિટ રહી, પરંતુ જે ફિલ્મો આવુ કરવામાં નિષ્ફળ નિવડી, તેમનો વિરોધ થયો અને તે ફ્લૉપ પણ નિવડી.

ચાલો તસવીરો સાથે જોઇએ ટીચર-સ્ટુડન્ટ વચ્ચે લવ-અફૅર દર્શાવનાર બૉલીવુડ ફિલ્મો :

મેરા નામ જોકર

મેરા નામ જોકર

રાજ કપૂરની ક્લાસિક ફિલ્મોમાંની એક મેરા નામ જોકરમાં બતાવાયુ હતું કે એક કિશોર પોતાની શિક્ષિકાના પ્રેમમાં પડી જાય છે. તે પોતાના કરતા ઘણી મોટી વયની શિક્ષિકાને એક દિવસ કપડા બદલતા જોઈ લે છે. તે જ દિવસથી તેના મનમાં પોતાની શિક્ષિકા સાથે સૂવાનું થવા લાગે છે. જોકે શિક્ષિકા તેની આ વાત સમજી જાય છે અને તેને છોડીને જતી રહે છે. મેરા નામ જોકર સુપર ફ્લૉપ ફિલ્મ રહી હતી.

અંદાઝ

અંદાઝ

ફ્લૉપ ફિલ્મ અંદાઝમાં વિદ્યાર્થીની કરિશ્મા કપૂરને પોતાના શિક્ષક અનિલ કપૂર સાથે પ્રેમ થઈ જાય છે, પણ અનિલ જુહી ચાવલા સાથે લગ્ન કરી લે છે અને કરિશ્માના પ્રેમનો અસ્વીકાર કરે છે.

મૈં હૂં ના

મૈં હૂં ના

આ ફિલ્મમાં એક મિશન હેઠળ વિદ્યાર્થી બનનાર શાહરુખ ખાનને પોતાની શિક્ષિકા સુષ્મિતા સેન સાથે પ્રેમ થઈ જાય છે, પણ જ્યાં સુધી સુષ્મિતા હકીકતથી અજાણ હોય છે, ત્યાં સુધી તે પોતાના વિદ્યાર્થીના પ્રેમનો સ્વીકાર નથી કરતી. તે શાહરુખનો સ્વીકાર ત્યારે જ કરે છે કે જ્યારે શાહરુખ તેમના વિદ્યાર્થી મટી ચુક્યા હોય છે. ફિલ્મ સુપરહિટ રહી હતી.

નશા

નશા

ચર્ચિત એડલ્ટ ફિલ્મ નશામાં પણ પૂનમ પાન્ડે એક શિક્ષિકાના રોલમાં હતાં કે જેને તેનો વિદ્યાર્થી શિવમ પ્રેમ કરી બેસે છે. ફિલ્મ સુપર ફ્લૉર રહી હતી.

બોલ બચ્ચન

બોલ બચ્ચન

રોહિત શેટ્ટીની ફિલ્મ બોલ બચ્ચનમાં અજય દેવગણની બહેનને શિક્ષક બનેલા અભિષેક બચ્ચન સાથે પ્રેમ થઈ જાય છે. ફિલ્મ હિત હતી. જોકે પાછળથી જાણ થાય છે કે અભિષેક ટીચર નથી.

દેસી બૉય્ઝ

દેસી બૉય્ઝ

દેસી બૉય્ઝમાં પણ વિદ્યાર્થી અક્ષય કુમારને પોતાની શિક્ષિકા ચિત્રાંગદા સિંહ સાથે મહોબ્બત થઈ જાય છે. ફિલ્મ સરેરાશ રહી હતી. જોકે અક્ષય-ચિત્રાંગદા પર શૂટ કરાયેલ ફિલ્મનું ગીત અલ્લાહ માફ કરે... હિટ રહ્યુ હતું.

બ્લૅક

બ્લૅક

સંજય લીલા ભાનુશાળીની ઍવૉર્ડ વિનિંગ ફિલ્મ બ્લૅકમાં શિક્ષક અમિતાભ બચ્ચન અને રોગી વિદ્યાર્થીની રાણી મુખર્જી વચ્ચે અનોખો સંબંધ દર્શાવાયો હતો. આ ફિલ્મમાં ટીચર અમિતાભે પોતાની વિદ્યાર્થીનીને પ્રેમ અને સમર્પણનો મતલબ સમજાવવા માટે કિસિંગ સીન પણ આપવો પડ્યો હતો અને આ સીનની ખૂબ ટીકા કરી હતી.

આ પણ વાંચો

આ પણ વાંચો

સોનમ રોમાંચિત : Oh My God! મને વિશ્વાસ નથી બેસતો કે હું પ્રેમ સાથે રોમાંસ કરુ છું...

આ પણ વાંચો

આ પણ વાંચો

આશ્ચર્ય! Nude તસવીર લીક થતા Upset કેમ છે Upton?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X