ટીવીના આ Hot સ્ટાર્સ ચમકશે મોટા પડદે : એક નજર
મુંબઈ, 18 જૂન : ટીવીની દુનિયા આજે નાની નથી રહી. ફિલ્મો કરતા વધુ લોકો ટેલીવિઝનની નજીક થઈ ગયાં છે કે જેથી આજે મોટા સિતારાઓ પણ ટીવી પર નજરે પડે છે. અમિતાભ બચ્ચનના ટીવી પર આવ્યા બાદ તો દરેક ફિલ્મી સિતારા હવે ટીવી પર ઇંટરેસ્ટ લેવા લાગ્યો છે, તો બીજી બાજુ ટેલીવિઝન જગતના સુપર સ્ટાર પણ હવે બૉલીવુડમાં હીરો તરીકે પોતાની કિસ્મત અજમાવી રહ્યાં છે. વર્ષ 2014 કદાચ ટીવીવાળા સ્ટાર્સ માટે એક બહતરીન વર્ષ સાબિત થઈ રહ્યું છે, કારણ કે આ વર્ષે જત્થાબંધ ટીવી સ્ટાર સિલ્વર સ્ક્રીન પર ચમકવાનાં છે.
હવે જોવાનું એ છે કે આમાંથી કોની કિસ્મત શાહરુખ ખાનની જેમ ચમકે છે અને તેને બૉલીવુડમાં સફળતા અપાવે છે. નાના પડદાની દુનિયાની એવી નામચીન હસ્તીઓ છે કે જેમણે હિન્દી સિનેમામાં પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી છે અને સફળતા પામી છે અને તેમાં શાહરુખ ખાન ઉપરાંત વિદ્યા બાલન, પ્રાચી દેસાઈ, રાજીવ ખંડેલવાલ તથા યામી ગૌતમ જેવાનો સમાવેશ કરી શકાય છે.
હવે આ વર્ષે જે ટીવી સ્ટાર્સ ટુંકમાં જ રજત પટલે ચમકવાનાં છે, તેમાં સૌથી પહેલું અને ચર્ચિત નામ છે અભિનેતા જય ભાનુશાળીનું કે જેઓ હેટ સ્ટોરી 2 દ્વારા બૉલીવુડમાં પગલુ મૂકી રહ્યાં છે, ફિલ્મના અભિનેત્રી સુરવીન ચાવલા પણ ટીવી સ્ટાર જ છે કે જેઓ આ ફિલ્મ દ્વારા મોટા પડદે એન્ટ્રી મારી રહ્યાં છે. તેવી જ રીતે હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મ દ્વારા સિદ્ધાર્થ શુક્લા પણ બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યાં છે.
ચાલો તસવીરો સાથે જોઇએ મોટા પડદે એન્ટ્રી કરી રહેલા ટીવી સ્ટાર્સ :

જય ભાનુશાળી
ટીવીના હૉટ એક્ટર જય ભાનુશાળી આજકાલ પોતાની પ્રથમ હૉટ ફિલ્મ હેટ સ્ટોરી 2ની હૉટનેસને લઈને ચર્ચામાં છે. આશા છે કે ટીવીની જેમ ફિલ્મોમાં પણ જયનો સિક્કો જામી જશે.

સિદ્ધાર્થ શુક્લા
બાલિકા વધુ ફૅમ હીરો સિદ્ધાર્થ શુક્લા આજકાલ યુવાન દિલોની ધડકન બની ગયાં છે અને તેથી તેમની આવનાર ફિલ્મ હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયાનો લોકો આતુરતાપૂર્વક ઇંતેજાર કરી રહ્યાં છે. તેમની પ્રથમ ફિલ્મ કરણ જૌહર પ્રોડક્શનની છે અને જાણવા મળે છે કે સિદ્ધાર્થે કરણ સાથે ત્રણ ફિલ્મોનો કરાર કર્યો છે.

સુરવીન ચાવલા
ટીવીની દુનિયાના સુંદર અને સેક્સી અભિનેત્રી સુરવીન ચાવલા પણ હેટ સ્ટોરી 2 વડે સિલ્વર સ્ક્રીન પર ચમકવાનાં છે. ફિલ્મમાં તેમણે જોરદાર હૉટ અને ઇંટીમેટ સીન્સ આપ્યાં છે.

બરુણ સોબતી
ઇસ પ્યાર કો ક્યા નામ દૂં ફૅમ હૉટ બરુણ સોબતી પણ આજકાલ જ્હૉન અબ્રાહમની 17 કો શાદી હૈ ફિલ્મમાં બિઝી છે. બરુણના ફૅન્સને બરુણની ફિલ્મનો ઇંતેજાર છે.

પાયલ સરકાર
ટીવીના હૉટ બૅબ પાયલ સરકાર કુણાલ ખેમૂ સાથે ગુડ્ડૂ કી ગન ફિલ્મમાં દેખાશે.

ગુરમીત ચૌધરી
ટીવીના રફ એન્ડ ટફ એક્ટર ગુરમીત ચૌધરીએ પણ ભટ્ટ કૅમ્પની ત્રણ ફિલ્મો સાઇન કરી છે. ગુરમીતો ફિલ્મો માટે હાલ નાના પડદે બ્રેક લીધો છે.

કરણ સિંહ ગ્રોવર
ટીવીના સલમાન ખાન ગણાતા હૉટી કરણ સિંહ ગ્રોવર સેક્સી બિપાશા બાસુ સાથે અલોન ફિલ્મ દ્વારા સિલ્વર સ્ક્રીન ઉપર નજરે પડવાનાં છે.

કરણ વાહી
ટીવીના ફની અને સેક્સીહીરો કરમ વાહી પણ બબ્બૂ કી જવાની દ્વારા ફિલ્મી કૅનવાસ પર નજરે પડનાર છે.

અર્જુન બિજલાણી
મિલ જબ હમ તુમ ફૅમ અર્જુન બિજલાણી હો ગયા ડાયરેક્ટ પ્યાર દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યાં છે.

વિવિયન ડેસના
મધુબાલા સીરિયલના મિસ્ટર આર કે પણ રમેશ સિપ્પીની ફિલ્મ દ્વારા બૉલીવુડ પ્રવેશ કરવા જઈ રહ્યાં છે.

મિશાલ રહેજા
ટીવીના હૉટી હીરો મિશાલ રહેજા બજેટ ટ્રિપ ફિલ્મ વડે બૉલીવુડમાં કદમ મૂકવાનાં છે.

કપિલ શર્મા
ટીવીના કૉમેડિયન નંબર વન કપિલ શર્મા બૅંક ચોર ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્વેશ કરી રહ્યાં છે.