Pics : સૌથી વધુ સર્ચ કરાય છે સલમાન-કૅટની જોડી!

મુંબઈ, 7 ડિસેમ્બર : ભલે સલમાન ખાન અને કૅટરીના કૈફના રસ્તા અલગ થઈ ચુક્યાં હોય, પણ બંનેના ફૅન્સ આજે પણ બંનેને સાથે જ જોવા માંગે છે. એટલે જ તો તેઓ સલમાન-કૅટને નંબર વન જોડી ગણે છે. એક સર્ચ એંજિન દ્વારા કરાવાયેલ સર્વેમાં સલમાન ખાન અને કૅટરીના કૈફની જોડીને સૌથી લોકપ્રિય ગણવામાં આવી છે.

સર્વેમાં સલમાન-કૅટને લોકોએ સૌથી વધુ સર્ચ કર્યાં છે, જ્યારે સિંગલ સર્ચિંગમાં સચિન તેંડુલકર ટોચે રહ્યા છે. સલમાન ખાનના જીવનમાં કૅટરીના કૈફ બાદ કોઈ નથી આવ્યું, જ્યારે કૅટરીના કૈફ આજકાલ રણબીર કપૂરના પ્રેમિકા તરીકે ગણાવા લાગ્યાં છે. સાંળવામાં તો એમ પણ આવ્યું છે કે રણબીર અને તેમના પરિજનોએ કૅટને વહુ બનાવવાને લીલી ઝંડી આપી દીધી છે, પરંતુ કૅટ ક્યારેય આ અંગે કંઈ ખુલાસો કરતા નથી.

કૅટરીના કૈફ એટલુ જરૂર કહે છે કે તેઓ હજી સિંગલ છે અને સલમાન ખાનને પોતાના શુભેચ્છક ગણે છે. એટલું જ નહીં, કૅટે તાજેતરમાં એમ પણ કહ્યુ હતું કે તેઓ સલમાન ખાન સાથે કામ કરવામાં કમ્ફર્ટેબલ અનુભવે છે. સલમાન-કૅટની છેલ્લી ફિલ્મ એક થા ટાઇગર હતી કે જે તે વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ હતી.

આવો જોઇએ સલમાન-કૅટની તસવીરી ઝલક :

સલમાન અને કૅટરીના

સલમાન અને કૅટરીના

કૅટરીના કૈફ પોતાના સંઘર્ષના દિવસો દરમિયાન સલમાન ખાનને મળ્યા હતાં. સલમાન સાથે મુલાકાત બાદ તેમણે અનેક સફળ ફિલ્મો કરી.

એક થા ટાઇગરમાં સાથે

એક થા ટાઇગરમાં સાથે

સલમાન ખાને ગત વર્ષે એક થા ટાઇગરમાં કૅટરીના સાથે કામ કર્યુ હતું કે જે બૉક્સ ઑફિસે સફળ રહી હતી.

યુવરાજ

યુવરાજ

કહે છે કે સલમાન-કૅટ એકબીજાને પ્રેમ કરતા હતાં, પરંતુ પછીથી જુદા થઈ ગયાં. યુવરાજ ફિલ્મમાં પણ બંનેએ સાથે કામ કર્યુ હતું.

ડીઆઈડીમાં

ડીઆઈડીમાં

કૅટ-સલમાને ડાન્સ ઇન્ડિયા ડાન્સ શો દરમિયાન ખૂબ મસ્તી કરી હતી.

સલમાન સારા માણસ

સલમાન સારા માણસ

એક વાર કૅટે જણાવ્યુ હતું કે સલમાન એક ખૂબ જ સારા માણસ છે અને તેઓ કોઇનાથી ડરતાં નથી.

દસ કા દમ

દસ કા દમ

સલમાને કૅટના વખાણ કરતાં જણાવ્યુ હતું કે કૅટ એટલાં સુંદર છે કે કોઈને પણ તેની સાથે સરળતાથી પ્રેમ થઈ જાય.

રથમ વાર ગંભીર હતાં કૅટ

રથમ વાર ગંભીર હતાં કૅટ

એક વાર કૅટે જણાવ્યું હતું કે સલમાન સાથે સંબંધો અંગે તેઓ પ્રથમ વાર ગંભીર હતાં.

ઝલક દિખલા જા

ઝલક દિખલા જા

સલમાન અને કૅટ ઝલક દિખલા જાના સેટ ઉપર પણ સાથે આવ્યા હતાં.

સલમાન સાથે કમ્ફર્ટેબલ

સલમાન સાથે કમ્ફર્ટેબલ

તાજેતરમાં જ ધૂમ 3ના એક ઇવેંટમાં કૅટે જણાવ્યુ હતું કે સલમાન ખાન સાથે કામ કરતાં તેઓ કમ્ફર્ટેબલ અનુભવે છે.

સલમાનના ઘરે કૅટ

સલમાનના ઘરે કૅટ

તાજેતરમાં જ ગણેશોત્સવ દરમિયાન સલમાનના ઘરે યોજાયેલ ગણેશ પૂજામાં ભાગ લેવા પહોંચી ગયા હતાં કૅટ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X