‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર': અનુપમે બતાવ્યો રાહુલ-પ્રિયંકાનો ફર્સ્ટ લુક

રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષની સતત ટીકા કરનાર જાણીતા અભિનેતા અનુપમ ખેર હાલમાં પોતાની આવનારી ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' ના કારણે ચર્ચામાં છે.

રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષની સતત ટીકા કરનાર જાણીતા અભિનેતા અનુપમ ખેર હાલમાં પોતાની આવનારી ફિલ્મ 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' ના કારણે ચર્ચામાં છે. ફિલ્મમાં અનુપમ ખેર પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મ સંજય બારુ દ્વારા લખાયેલ પુસ્તક પર બની છે કે જે આ વર્ષના અંત સુધીમાં એટલે કે 21 ડિસેમ્બરેના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ દ્વારા મનમોહન સિંહે 10 વર્ષ સુધી ભારતની સત્તા કેવી રીતે સંભાળી તે બતાવવામાં આવી રહ્યુ છે.

‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'

આ ફિલ્મના સેટ વિશે સતત વાતો કરનારા અનુપમ ખેરે એક નવો ફોટો શેર કર્યો છે. જેમાં તેમણે એ કલાકારો વિશે જણાવ્યુ છે કે જે ફિલ્મમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની ભૂમિકા નિભાવી રહ્યા છે.

અર્જૂન માથુર - અહાના કુમરા છે

તમને જણાવી દઈએ કે ફિલ્મમાં રાહુલ ગાંધીની ભૂમિકામાં અર્જૂન માથુર અને પ્રિયંકા ગાંધીની ભૂમિકામાં અહાના કુમરા છે. આ વાતની જાણકારી બહુમુખી પ્રતિભા ધરાવતા અનુપમ ખેરે પોતાના ટ્વીટર આપી છે.

રામ અવતાર ભારદ્વાજ અટલની ભૂમિકામાં

જે તસવીર સામે આવી છે તેને જો તમે ધ્યાનથી જોશો તો તમે પણ થાપ ખાઈ જશો. એકવાર તો તમને પણ લાગશે કે આ તસવીર અસલી મનમોહન સિંહ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા અનુપમ ખેરે ફિલ્મમાં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની ભૂમિકા નિભાવનાર કલાકાર રામ અવતાર ભારદ્વાજની લોકોને ઓળખ કરાવી હતી.

ફિલ્મના નિર્દેશક વિજય રત્નાકર છે

આ પહેલા અનુપમે મનમોહન સિંહની પત્ની શ્રીમતી ગુરશરણ કૌરની ભૂમિકા નિભાવનાર દિવ્યા શેઠ શાહનો ફર્સ્ટ લુક જારી કર્યો હતો અને એ પણ કહ્યુ હતુ કે ફિલ્મમાં સોનિયા ગાંધીની ભૂમિકા જર્મન એક્ટ્રેસ સુજૈન બર્નેટ નિભાવી રહી છે. ફિલ્મના નિર્દેશક વિજય રત્નાકર છે જેમની આ પહેલી ફિલ્મ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X