અધવચ્ચે ફિલ્મ છોડી મેકર્સને કરોડોનો ચુનો લગાવી ચુક્યા છે બોલિવૂડ સ્ટાર, લિસ્ટમાં તમામ મોટા નામ

બોલિવૂડ સ્ટાર તેના એડિટ્યૂડને લઈને સતત વિવાદો જગાવતા રહે છે. બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર છે જે તેના એટિટ્યૂડને કારણે વિવાદોમાં રહ્યા છે.

બોલિવૂડ સ્ટાર તેના એડિટ્યૂડને લઈને સતત વિવાદો જગાવતા રહે છે. બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર છે જે તેના એટિટ્યૂડને કારણે વિવાદોમાં રહ્યા છે. આજે આપણે બોલિવૂડના એવા સ્ટાર વિશે વાત કરવાના છીએ જે બબાલ કરીને અડધી ફિલ્મ છોડી ચુક્યા છે. આ સ્ટારને કારણે ફિલ્મ મેકરને મોટુ નુકસાન ઉઠાવવુ પડ્યુ છે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

સુશાંત સિંહ રાજપૂત સ્ટારર રાબતા આલિયા ભટ્ટે અધવચ્ચે છોડી દીધી હતી. રિપોર્ટ અનુસાર, ડેટને લઈને આલિયાએ આ ફિલ્મ છોડી હતી. જે બાદ તેની જગ્યાએ કૃતિ સેનનને કાસ્ટ કરાઈ હતી.

રણબીર કપૂર

રણબીર કપૂર

રણબીર કપૂરે ફિલ્મ જોધા અકબરમાં કામ કરવાની ના પાડી દીધી હતી. રણબીરે આ ફિલ્મ ઠુકરાવ્યા બાદ રિતિક રોશનને ફિલ્મ જોધા અકબરમાં કાસ્ટ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મ ઘણા વિવાદોમાં રહી હતી.

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય અને વિવાદ એકબીજા સાથે ચાલ્યા છે. સલમાન ખાન સાથેના અફેર બાદ તે ખુબ વિવાદોમાં રહી હતી. આ વિવાદને લઈને તેને ફિલ્મ ચલતે ચલતે છોડવી પડી હતી. આ ફિલ્મના સેટ પર સલમાન ખાને હોબાળો કર્યો હતો. આ ફિલ્મમાં તેની જગ્યાએ રાની મુખર્જી જોવા મળી હતી.

તારા સુતરીયા

તારા સુતરીયા

કબીર સિંહ ફિલ્મમાં પ્રીતિના રોલ માટે તારા સુતરિયાની પસંદગી કરાઈ હતી. તેણે આ ફિલ્મ છોડી મરજાવાંમાં કામ કરવાનું પસંદ કર્યું અને આ ફિલ્મ કબીર સિંહમાં કિયારા અડવાણીને કાસ્ટ કરવામાં આવી.

કરીના કપૂર

કરીના કપૂર

સંજય લીલા ભણસાલીની વિવાદીત ફિલ્મ ગોલિયોં કી રાસલીલાઃ રામ લીલામાં કરિના કપૂર રણવીર સિંહ સાથે લીડ રોલમાં હતી. જો તે તેને 100 દિવસથી વધુ કામ કરવાની ના પાડી દેતા ફિલ્મ છોડી દીધી હતી.

સુશાંત સિંહ રાજપૂત

સુશાંત સિંહ રાજપૂત

આ યાદીમાં દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું નામ પણ સામેલ છે. સુશાંત સિંહ રાજપૂત હાફ ગર્લફ્રેન્ડમાં મેન રોલ ઓફર કરાયો હતો. હતો. જો કે રાબતાના શૂટિંગ માટે તેને ફિલ્મ છોડી દીધી હતી. આ ફિલ્મમાં અર્જુન કપૂરને લીડ રોલમાં લેવામાં આવ્યો હતો.

કરીના કપૂર

કરીના કપૂર

કહો ના પ્યાર હૈમાં કરીના કપૂર રિતિક રોશન સાથે જોવા મળવાની હતી. રિપોર્ટ અનુસાર, તેણે થોડું શૂટિંગ કર્યા પછી તેને ફિલ્મ છોડી દીધી અને પછી તેની જગ્યાએ અમીષા પટેલને કાસ્ટ કરાઈ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X