The Kapil Sharma Show: કપિલે પુછ્યુ લોકડાઉનમાં શું કર્યું? સૈફ અલી ખાને આપ્યો ફની જવાબ

સોની ટીવી પર પ્રસારિત થનાર શો 'ધ કપિલ શર્મા'નો રોમાંચ ચરમસીમાએ છે. લોકોને આ શોમાં દર વખતે કંઈક નવું જોવા મળી રહ્યું છે. આ શોમાં તમે બોલિવૂડના નવાબ સૈફ અલી ખાનને મસ્તી કરતા જોશો. શોનો પ્રોમો બહાર પડ્યો છે, જેમાં સૈફ અલી ખ

સોની ટીવી પર પ્રસારિત થનાર શો 'ધ કપિલ શર્મા'નો રોમાંચ ચરમસીમાએ છે. લોકોને આ શોમાં દર વખતે કંઈક નવું જોવા મળી રહ્યું છે. આ શોમાં તમે બોલિવૂડના નવાબ સૈફ અલી ખાનને મસ્તી કરતા જોશો. શોનો પ્રોમો બહાર પડ્યો છે, જેમાં સૈફ અલી ખાને કપિલ શર્મા સાથે આવી વાત કરી હતી, જે સાંભળ્યા બાદ કપિલ પોતે પેટ પકડીને હસવા માટે મજબૂર થયો હતો.

Kapil sharma

કપિલે પુછ્યા આ સવાલ

વાસ્તવમાં કપિલે તેના શોમાં મહેમાન સૈફને પૂછ્યું હતું કે 'સૈફ જી, મને કહો કે તમે લોકડાઉનમાં શું કર્યું?' આ સવાલનો જવાબ ફની જવાબ આપતા સૈફે કહ્યું કે 'મેં પહેલા લોકડાઉનમાં ફ્રેન્ચ અને રસોઈ શીખી અને બીજા લોકડાઉનમાં બાળકો પેદા કર્યા.'

કપિલ શર્માએ કદાચ આ જવાબની કલ્પના પણ નહોતી કરી અને તેથી તેને પણ સૈફના આ જવાબથી એક પ્રકારનો આઘાત લાગ્યો હતો. તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરીમાં સૈફની પત્ની કરીના બીજી વખત માતા બની હતી.

જેહ સૈફનુ ચોથુ બાળક

સૈફ-કરીનાનું બીજું સંતાન પણ એક પુત્ર છે, જેનું નામ જહાંગીર ઉર્ફે જેહ છે. જેના નામે તાજેતરમાં ભારે હોબાળો મચ્યો હતો. સૈફ-કરીનાના મોટા દીકરાનું નામ તૈમુર છે. એ વાત જાણીતી છે કે કરીના સૈફની બીજી પત્ની છે, તે પહેલા સૈફે ફિલ્મ અભિનેત્રી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા પરંતુ બાદમાં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. આ લગ્નથી સૈફને બે બાળકો પણ છે, ઇબ્રાહિમ અને સારા અલી ખાન.

વેલ આ પહેલી વાર નથી જ્યારે સૈફ અલી ખાને કપિલને આવો બોલ્ડ જવાબ આપ્યો હોય. આ પહેલા પણ જ્યારે તે કપિલના શોમાં પહોંચ્યો હતો, ત્યારે કપિલે તેને પૂછ્યું હતું કે એવી કઈ વસ્તુ છે જે લગ્ન જીવનને ખુશ રાખે છે, જેના પર સૈફે 'રોલ પ્લે' કહ્યું હતુ.

આ સાંભળીને કપિલ પોતે શરમાઇ ગયો હતો. સૈફનો એપિસોડ આ શનિવારે પ્રસારિત થવાનો છે, શોના પ્રોમોએ લોકોને ખૂબ જ ઉત્સુક બનાવી દીધા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X