For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીર ફાઈલ્સઃ શારદા પંડિતને નિવસ્ત્ર કરી દેવામાં આવે છે અને...રોલ નિભાવનાર અભિનેત્રી થઈ હતી

ધ કાશ્મીર ફાઈલ્સમાં અનુપણ ખેરની વહુ બનેલી ભાષા સુંબલી પર એક એવો સીન ફિલ્માવામાં આવ્યો છે જેને જોઈને દર્શકોની રુહ કાંપી ગઈ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને સહુ કોઈએ ભાવુક કરી દીધી છે. કાશ્મીરમાં વર્ષ 1990માં કાશ્મીરી હિંદુઓ ખાસ કરીને કાશ્મીરી પંડિતો સાથે થયેલી બર્બરતાની સાચી કહાનીએ દર્શકોને ઝંઝોળી દીધા છે. વળી, આ ફિલ્મની દરેક ભૂમિકા નિભાવનાર દરેક કલાકારે પોતાના સફળ અભિનયથી દર્શકોના દિલો પર પોતાની અમિટ છાપ છોડી છે.

વહુ શારદા પંડિતની ભૂમિકાએ દર્શકોની આંખો કરી ભીની

વહુ શારદા પંડિતની ભૂમિકાએ દર્શકોની આંખો કરી ભીની

કાશ્મીરી પંડિતોના નરસંહાર અને પલાયન પર બનેલી ફિલ્મ કાશ્મીર ફાઈલ્સમાં જે ભૂમિકાઓના સીન જોઈને દર્શકોની આંખો ભરાઈ ગઈ તેમાં પુષ્કર નાથ પંડિત(અનુપમ ખેર)ની વહુ શારદા પંડિતની ભૂમિકા નિભાવનાર અભિનેત્રી ભાષા સુંબલી પણ શામેલ છે.

એ સીન જેને જોઈને દર્શકોની રૂહ કાંપી ગઈ

એ સીન જેને જોઈને દર્શકોની રૂહ કાંપી ગઈ

ધ કાશ્મીર ફાઈલ્સમાં અનુપણ ખેરની વહુ બનેલી ભાષા સુંબલી પર એક એવો સીન ફિલ્માવામાં આવ્યો છે જેને જોઈને દર્શકોની રુહ કાંપી ગઈ. ફિલ્મમાં કાશ્મીરી પંડિતોને જ્યારે તેમને તેમના ઘરમાં પલાયન કરવા માટે મજબૂર કરી દેવામાં આવે છે ત્યારે આર્મીના યુનિફોર્મમાં ખૂની દરિન્દા આતંકી આવે છે અને શારદા એટલે કે ભાષા સંબુલીને નિવસ્ત્ર કરી દે છે...અને સીન કરતી વખતે ભાષા સુંબલીની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી.

આ સીન કર્યા બાદ ભાષાની થઈ ગઈ હતી હાલત ખરાબ

આ સીન કર્યા બાદ ભાષાની થઈ ગઈ હતી હાલત ખરાબ

ભાષાએ આ ફિલ્મના શૂટિંગ દરમિયાન પોતાનો અનુભવ શેર કરીને જણાવ્યુ કે હું સ્વયં કાશ્મીરથી છુ અને આ જ દર્દનાક કિસ્સાઓ સાંભળીને મોટી થઈ છુ. આરીથી તેને કાપતા સીન વિશે વાત કરીને તેણે કહ્યુ કે આ સીન બાદ મારુ બીપી ખૂબ જ લો થઈ ગયુ હતુ અને હું શૂટિંગ પૂરુ થવા સુધી ચૂપચાપ એક ખૂણામાં જઈને બેસી ગઈ હતી.

આ સીનના શૂટિંગ સમયે ચીસ પાડી ઉઠી હતી ભાષા

આ સીનના શૂટિંગ સમયે ચીસ પાડી ઉઠી હતી ભાષા

વળી, આ ફિલ્મમાં એક સીન છે જેમાં 29 લોકોને એક લાઈનમાં ઉભા રાખીને આતંકી પોતાની ગોળી એક-એક કરીને મારી દે છે. એ સીનના શૂટિંગ સમયે ભાષા સુંબલી ત્યાં હાજર હતી અને એ સીનમાં એટલી ઈન્વોલ્વ થઈ ગઈ કે તે ભૂલી ગઈ હતી કે તે શૂટિંગ ચાલી રહ્યુ છે અને તે ચીસ પાડી ઉઠી કે લોકોને ના મારશો.

ભાષાને આ સીન કર્યા બાદ પેનિક એટેક આવી ગયો હતો

ભાષાને આ સીન કર્યા બાદ પેનિક એટેક આવી ગયો હતો

ભાષાને આ સીન કર્યા બાદ પેનિક એટેક આવી ગયો હતો અને એ શ્વાસ પણ નહોતી લઈ શકતી ત્યારે ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી અને બાકીના એક્ટર અને ટીમ તેમની પાસે આવી અને તેને સંભાળી અને તેની હાલત ખરાબ થવા પર તેને હોટલમાં મોકલી દેવામાં આવી.

મને લોકો સાથે આંખો મિલાવવામાં શરમ અનુભવાતી હતી

મને લોકો સાથે આંખો મિલાવવામાં શરમ અનુભવાતી હતી

ભાષા સુંબલીએ કહ્યુ કે એ વખતે એવુ લાગ્યુ કે હું હવે બચીશ નહિ, ત્રણ દિવસ આ શોકમાં રહી અને બાદમાં જ્યારે નૉર્મલ થઈ, ત્યારબાદ મને શરમ અનુભવાતી હતી કે હું એક અભિનેત્રી હોવા છતાં કેવી રીતે તૂટી ગઈ. ભાષાએ આજ તકને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યુ કે ત્યારબાદ મને લોકો સાથે આંખ મિલાવવામાં શરમ અનુભવાતી હતી.

ભાષા સુંબલીનુ કરિયર

ભાષા સુંબલીનુ કરિયર

ભાષા કાશ્મીરી છે અને તેણે જમ્મુ વિશ્વવિદ્યાલયમાંથી ગ્રેજ્યુએશન કર્યુ. ભાષા સુંબલીએ રંગમંચ સંસ્થા રાષ્ટ્રીય નાટ્ય વિશ્વવિદ્યાલય દિલ્લીમાંથી રંગમંચ શીખ્યુ. ઘણા સ્ટેજ ડ્રામામાં તે ભાગ લઈ ચૂકી છે, તે રંગમંચની ઉત્કૃષ્ટ અભિનેત્રી છે. ધ કાશ્મીર ફાઈલ્સ પહેલા ભાષા દીપિકા પાદુકોણની છપાકમાં જોવા મળી હતી જે એસિડ એટેક પીડિતો પર બનેલી છે. આ ઉપરાંત નાના પડદાની વાત કરીએ ભાષા એક થા રસ્ટી', 'મેરે ડેડ કી દુલ્હન', 'ઈંડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝ' અને 'સબસે બડા કલાકાર'માં જોવા મળી ચૂકી છે.

English summary
The Kashmir Files actress Bhasha Sumbli shared her sharda pandit role shooting experience
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X