For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘મુલ્ક' ફિલ્મ પર પાકિસ્તાનમાં પ્રતિબંધ, મેકર્સે દર્શાવી નારાજગી

વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક ‘મુલ્ક' પર પાકિસ્તાનમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક 'મુલ્ક' પર પાકિસ્તાનમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ઋષિ કપૂર અને તાપસી પન્નુ જેવા સિતારાઓના અભિનયથી સજેલી આ ફિલ્મને પાકિસ્તાનના ફેડરલ સેન્સર બોર્ડે રિલીઝના એક દિવસ પહેલા પ્રતિબંધ લગાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ 'મુલ્ક' આજે પ્રદર્શિત થઈ છે.

મેકર્સે જતાવી નારાજગી

મેકર્સે જતાવી નારાજગી

ફિલ્મ પર પ્રતિબંધ લગાવાતા ફિલ્મના પ્રોડ્યુસર જીપક મુકુતે નારાજગી વ્યક્ત દર્શાવતા કહ્યુ છે કે આ ખૂબ જ નિરાશાજનક નિર્ણય છે. અમારી ફિલ્મ લોકો વચ્ચે પક્ષપાતની કહાની દર્શાવે છે.

પાકિસ્તાની સેન્સર બોર્ડને અપીલ

હું પાકિસ્તાની સેન્સર બોર્ડને અપીલ કરુ છુ કે તે પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરે. તેમને અનુભવ થશે કે આખી દુનિયામાં માનવ સભ્યતા માટે પક્ષપાતથી બચવુ જોઈએ.

ફિલ્મમાં લીડ રોલ ઋષિ કપૂરે કર્યો પ્લે

ફિલ્મમાં લીડ રોલ ઋષિ કપૂરે કર્યો પ્લે

ઉલ્લેખનીય છે કે અનુભવ સિન્હાની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘મુલ્ક' એક એવા વ્યક્તિની કહાની છે જેના પર દેશદ્રોહનો આરોપ લાગે છે કારણકે તે મુસ્લિમ છે, ફિલ્મમાં લીડ રોલ ઋષિ કપૂરે નિભાવ્યો છે. તેમના ઉપરાંત ફિલ્મમાં તાપસી પન્નુ, નીના ગુપ્તા, મનોજ પહવા, કુમુદ મિશ્રા, આશુતોષ રાણા, પ્રાચી શાહ પંડ્યા, વર્તિકા સિંહ, અશ્રુત જૈન અને ઈન્દ્રનીલ સેનગુપ્તા પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મના ટ્રેલરને પણ ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે.

English summary
The release of Rishi Kapoor and Taapsee Pannu's Mulk has hit a roadblock in Pakistan, after the Censor Board decided to put a ban on the film.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X