Pics : બૉલીવુડના સિક્વલ ગર્લ છે જૅકલીન ફર્નાન્ડીઝ

મુંબઈ, 2 નવેમ્બર : શ્રીલંકન બ્યુટી જૅકલીન ફર્નાન્ડીઝે ગત બુધવારે બૉલીવુડમાં ચાર વર્ષ પૂર્ણ કર્યાં છે. આ ચાર વર્ષો દરમિયાન બૉલીવુડે ભલે જૅકલીનને કંઈ આપ્યું હોય કે ન આપ્યું હોય, પરંતુ તેમને ધ સિક્વલ ગર્લ ઑફ બૉલીવુડ તરીકે તો સ્થાપિત કર્યાં જ છે.

જૅકલીન ફર્નાન્ડીઝે બૉલીવુડમાં પોતાનું કૅરિયર અલાદીન ફિલ્મ સાથે શરૂ કર્યુ હતું. અત્યાર સુધી તેમની છ ફિલ્મો આવી હતી કે જેમાંથી 3 ફિલ્મો સિક્વલ છે. તેઓ હાઉસફુલમાં હતાં અને હાઉસફુલ 2માં પણ તેમણે કામ કર્યુ હતું. ઉપરાંત મર્ડર 2 અને રેસ 2માં પણ જૅકલીને કામ કર્યું છે. જૅકલીન ફર્નાન્ડીઝ તાજેતરમાં જ સાજિદ ખાન સાથેના બ્રૅક-અપના કારણે ચર્ચામાં હતાં. દરમિયાન એમ પણ ચર્ચાઓ ચાલી કે જૅકલીનને હવે સલમાનનો સહારો મળી ગયો છે. સલમાન ખાન પોતાની કિક ફિલ્મમાં જૅકલીનને સાઇન કરી રહ્યાં છે. જૅકલીન આ ઉપરાંત રમૈયા વસ્તાવૈયા ફિલ્મમાં પણ આવી રહ્યાં છે.

જૅકલીને બુધવારે ટ્વિટર પર લખ્યું હતું - આજે (બુધવારે) બૉલીવુડમાં મને ચાર વરસ થઈ ગયાં છે. ચાર વર્ષ અગાઉ આજના દિવસે જ અલાદીન રિલીઝ થઈ હતી. આ અદ્ભુત સ્મૃતિઓ બદલ સૌનો આભાર. નોંધનીય છે કે જૅકલીને 2009માં અલાદીન ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું. જોકે 31મી ઑક્ટોબર, 2009ના રોજ રિલીઝ થયેલી અલાદીનને સારો પ્રતિસાદ નહોતો મળ્યો, પણ જૅકલીનનું કૅરિયર ચાલી નિકળ્યું. જૅકલીન ફર્નાન્ડીઝ અલાદીન પછી મર્ડર 2, હાઉસફુલ 2 ધ ડર્ટી ડોઝન તથા રેસ 2માં પણ અભિનય કરી ચુક્યાં છે. ટુંકમાં જ તેઓ બૉલીવુડના હૅન્ડસમ હીરો સલમાન ખાન સાથે રૂપેરી પડદે નજરે પડનાર છે. ફિલ્મનું નામ છે કિક. મિસ શ્રીલંકા રહી ચુકેલા જૅકલીન ફર્નાન્ડીઝ આ વાત માટે ઉપરવાળાનો આભાર વ્યક્ત કરે છે કે તેમને સલમાન ખાન સાથે કામ કરવાની તક મળી રહી છિ. કિકમાં સલમાન-જૅકલીન ઉપરાંત પરેશ રાવલ, સુનીલ શેટ્ટી અને રણદીપ હુડા પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. નિર્માતા-દિગ્દર્શક સાજિદ નડિયાદવાલા છે.

આવો તસવીરોમાં જોઇએ જૅકલીન ફર્નાન્ડીઝની ફિલ્મી સફર.

અલાદીન

અલાદીન

શ્રીલંકન બ્યૂટી જૅકલીન ફર્નાન્ડીઝે પોતાના બૉલીવુડ કૅરિયરની શરુઆત અલાદીન ફિલ્મ સાથે કરી હતી.

જાને કહાં સે આયી હો

જાને કહાં સે આયી હો

જૅકલીનની બીજી ફિલ્મ જાને કહાં સે આયી હો હતી.

હાઉસફુલ

હાઉસફુલ

હાઉસફુલ જૅકલીનના કૅરિયરની ત્રીજી ફિલ્મ હતી. આ ફિલ્મ સાથે જ તેમને બૉલીવુડમાં ઓળખ મળી.

મર્ડર 2

મર્ડર 2

ભટ્ટ કૅમ્પની મર્ડર 2માં જૅકલીન પોતાની હૉટનેસ સાથે બૉલીવુડમાં સ્થાપિત થઈ ગયાં.

મર્ડર 2

મર્ડર 2

મર્ડર 2 બાદ જૅકલીન ફર્નાન્ડીઝ હાઉસફુલની સિક્વલ હાઉસફુલ 2માં દેખાયાં.

રેસ 2

રેસ 2

જૅકલીનની છઠી ફિલ્મ હતી રેસ 2. આ સાથે જ તેઓ સિક્વલ ગર્લ તરીકે ઓળખાવા લાગ્યાં, કારણ કે છમાંથી 3 ફિલ્મો સિક્વલ હતી કે જેમાં તેઓએ કામ કર્યુ હતું.

રમૈયા વસ્તાવૈયા

રમૈયા વસ્તાવૈયા

જૅકલીન ફર્નાન્ડીઝ છેલ્લે રમૈયા વસ્તાવૈયા ફિલ્મમાં દેખાયા હતાં. ફિલ્મમાં શ્રુતિ હસન અને ગિરીશ કુમાર લીડ રોલમાં હતાં.

હમશકલ

હમશકલ

જૅકલીનની આગામી ફિલ્મોમાં હમશકલનો સમાવેશ થાય છે.

રૉય

રૉય

રૉય પણ જૅકલીનની આગામી ફિલ્મ છે.

કિક

કિક

જૅકલીન માટે સૌથી મહત્વની ફિલ્મ છે કિક, કારણ કે સલમાન ખાન સાથે આ તેમની પ્રથમ ફિલ્મ હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X