ઝુલન ગોસ્વામીની બાયોપિક ચકદા એક્સપ્રેસનું શુટિંગ પુરૂ, અનુષ્કા શર્માના સેલિબ્રેટ કરતા ફોટો વાયરલ

ભારતીય મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામી પર બનેલી ફિલ્મ ચકદા એક્સપ્રેસનું શુટિંગ પુરૂ થઈ ગયુ છે. આ ફિલ્મમાં અનુષ્કા મુખ્ય ભુમિકા નિભાવી રહી છે.

ભારતીય મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્લામીની જિંદગી પર બનેલી ફિલ્મનું શુટિંગ પુરૂ થઈ ગયુ છે અને તેમાં ઝુલનની ભુમિકામાં જોવા મળનારી અનુષ્કા શર્માના સેલિબ્રેટ કરતા ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં અનુષ્કા શર્મા સહિત તમામ લોકો ફિલ્મનું શુટિંગ પુરૂ થયાનો આનંદ માણતા જોઈ શકાય છે. આ ફિલ્મને ઓટીટી પર રિલિઝ કરવામાં આવશે. હવે આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ચકદા એક્સપ્રેસનું શુટિંગ પુરૂ થયુ

ચકદા એક્સપ્રેસનું શુટિંગ પુરૂ થયુ

હાલમાં જ અનુષ્કા શર્માએ તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર કેટલાક ફોટો શેર કર્યા હતા. આ ફોટો તેની આવનારી ફિલ્મ ચકદા એક્સપ્રેસનું શુટિંગ પુરૂ થયા બાદની છે. ફોટોમાં અનુષ્કા સહિતના લોકો સેલિબ્રેશન કરતા જોઈ શખાય છે.

અનુષ્કા શર્મા ફિલ્મમાં મેન રોલમા છે

અનુષ્કા શર્મા ફિલ્મમાં મેન રોલમા છે

આ ફોટોમાં અનુષ્કા શર્મા સાથે મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામી અને ફિલ્મના ડિરેક્ટર પ્રોસિત રોય પણ જોવા મળી રહ્યા છે. અહીં તમામ લોકોએ ફિલ્મનું શુટિંગ પુરૂ થયાની કેક કાપીને ઉજવણી કરી હતી.

ફોટોમાં અનુષ્કા ખુશ જોવા મળી

ફોટોમાં અનુષ્કા ખુશ જોવા મળી

ફોટોમાં અનુષ્કા એકદમ ખુશ જોવા મળી રહી છે અને ટીમ સાથે ઉજવણીમાં મસ્ત જોઈ શકાય છે. આ દરમિયાન અનુષ્કા શર્મા ફિલ્મ ડિરેક્ટર પ્રોસિત રોયને હગ કરતી કેમેરામાં કેદ થઈ હતી.

ઝુલન ગોસ્વામીની બાયોપિક છે ચકદા એક્સપ્રેસ

ઝુલન ગોસ્વામીની બાયોપિક છે ચકદા એક્સપ્રેસ

આ ફિલ્મ ભારતીય મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીની બાયોપિક છે. ફિલ્મમાં અનુષ્કા શર્મા મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે ત્યારે ઝુલન ઉત્સાહિત જોવા મળી રહી છે. તે ફ્લૈપ બોર્ડ સાથે ફોટો ખેંચાવતી જોવા મળી હતી.

અનુષ્કા શર્મા ભારતીય ટીમની જર્સીમાં જોવા મળી

અનુષ્કા શર્મા ભારતીય ટીમની જર્સીમાં જોવા મળી

ફોટોમાં અનુષ્કા શર્મા ભારતીય ટીમની જર્સીમાં જોવા મળી રહી છે. પાર્ટી દરમિયાન અનુષ્કા એકદમ ખુશ હતી અને તમામ લોકો સાથે ફોટો ખેંચાવતી જોવા મળી હતી.

અનુષ્કા શર્મા અને ઝુલન ગોસ્વામી સાથે જોવા મળ્યા

અનુષ્કા શર્મા અને ઝુલન ગોસ્વામી સાથે જોવા મળ્યા

પાર્ટી દરમિયાન અનુષ્કા શર્મા અને ઝુલન ગોસ્વામી પણ સાથે જોવા મળ્યા હતા. બન્ને એક કારમાં જોવા મળી રહ્યા છે. અહીં અનુષ્કા આરામ કરી રહી છે અને ઝુલન ફ્લૈપ બોર્ડ સાથે બાજુમાં બેઠી છે.

ડિઝાઈનર કેક કાપી ઉજવણી કરાઈ

ડિઝાઈનર કેક કાપી ઉજવણી કરાઈ

અહીં કેક કાપીને ફિલ્મનું શુટિંગ પુરૂ થયાની ઉજવણી કરવામાં આવી હતી. આ તમામ ફોટો અનુષ્કાએ ફેન્સ સાથે શેર કર્યા હતા. ડિઝાઈનર કેકમાં પણ ફિલ્મને લગતી વિગતો જોવા મળી હતી.

ફિલ્મ ઝુલનના જીવન પર બનેલી છે

ભારતીય સ્ટાર મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામી મુળ પશ્ચિમ બંગાળના નાડિયા જિલ્લાના ચકદામાં જન્મી છે. 15 વર્ષની ઉમરથી ક્રિકેટ રમી રહેલી ઝુલન પહેલી ભારતીય મહિલા સ્ટાર ક્રિકેટર છે. આ ફિલ્મ તેના કરિયર પર બની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X