વાત એ અભિનેત્રીની જેના કારણે દેશમાં કોન્ડોમનું વેચાણ વધી ગયુ, અહીંથી જ લોકોને મળ્યા નવા ઓપ્શન
આજે દુનિયાભરમાં લોકો કોન્ડોમ વિશે ખુલીને વાત કરે છે. હવે સામાન્ય લોકો પણ કોન્ડોમનો ખુલીને ઉપયોગ કરતા થયા છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે એક સમય હતો જ્યારે કોન્ડોમ શબ્દ પણ લોકો જાહેરમાં બોલતા વિચારતા હતા.
આવા સમયથી લઈને અત્યારસુધી કોન્ડોમની જાગૃતિ લાવવામાં ઘણા લોકોનો ફાળો છે. આવુ જ એક નામ એક ભારતીય અભિનેત્રીનું છે. કહેવાય છે કે તેણે કોન્ડોમને ખાસમાંથી સામાન્ય બનાવી દીધો.

આજે મેડિકલ સ્ટોર્સમાં વિવિધ પ્રકારના કોન્ડોમ ઉપલબ્ધ છે પરંતુ 90ના દાયકામાં આવું નહોતું. તે સમયે માત્ર સરકારી બ્રાન્ડ જ વેચાતી હતી જેનું નામ નિરોધ હતું.
કોન્ડોમ પર પ્રથમ જાહેરાત બનાવનાર એડ ગુરુ અલિક પદમસીને ટાંકીને ધ પ્રિન્ટમાં એક લેખ છપાયાો છે. જણાવી દઈએ કે એડ એજન્સી લિન્ટાસે પદમસીના નેતૃત્વમાં પહેલી એડ બનાવી હતી.
પદમસીના નેતૃત્વમાં પ્રથમ જાહેરાત કરવામાં આવી ત્યારે તે દૂરદર્શનમાં પ્રતિબંધિત કરવામાં આવી હતી, જો કે, તે કેબલ ટીવી પર બતાવવામાં આવી હતી અને પછી આખા દેશમાં હલચલ મચી ગઈ.
આ જાહેરાત કામસૂત્ર કોન્ડોમની હતી કુટુંબ નિયોજનની પદ્ધતિ સમજાવવા સાથે તેને આનંદ સાથે પણ જોડવામાં આવ્યો. આ જ કારણ હતું કે આ પછી કોન્ડોમનું વેચાણ વધ્યું.
રેમન્ડના ગૌતમ સિંઘાનિયાએ કોરિયન કંપની સાથે મળીને કામસૂત્ર કોન્ડોમ બનાવ્યુ. એક જૂના ઈન્ટરવ્યુમાં આ એડના નિર્માતા પદમસીએ કહ્યું કે પુરુષો કોન્ડોમને માત્ર ફેમિલી પ્લાનિંગમાં મદદરૂપ તરીકે જ જોતા હતા પરંતુ તેમને તેનો ઉપયોગ પસંદ નહોતો. તેમને લાગ્યું કે આનાથી સંબંધો બનાવવામાં મુશ્કેલીઓ ઊભી થાય છે.
પદમસીએ કોન્ડોમને એક રસપ્રદ બાબત બનાવવાનું વિચાર્યું. આ પછી બ્રાન્ડનું નામ કામસૂત્ર રાખવામાં આવ્યું અને કંપનીએ ડોટેડ, ફ્લેવર્ડ અને અલ્ટ્રા થિન જેવા નવા પ્રકારના કોન્ડોમ પર કામ કર્યું. પદમસીના મતે આ રીતે તે માત્ર ઉપયોગી વસ્તુ બનવાને બદલે જીવનશૈલીનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો.
આ કોન્ડોમ એડમાં કામ કરનાર પ્રથમ અભિનેત્રી કબીર બેદીની પુત્રી પૂજા બેદી હતી. આ એડમાં પૂજા બેદી સ્નાન કરતી જોવા મળી હતી. ધ પ્રિન્ટે પૂજા બેદીને ટાંકીને લખ્યું કે. કામસૂત્ર કોન્ડોમ હંમેશા આનંદ વિશે હતો. પૂજાએ એમ પણ કહ્યું હતું કે આ કોન્ડોમ પછી મહિલાઓનો આનંદનો દૃષ્ટિકોણ મજબૂત થયો છે.
જણાવી દઈએ કે, આ એડમાં કોઈ અશ્લીલતા નહોતી અને ન તો તે સ્કિન શો હતો. આ જ કારણ હતું કે જ્યારે પહેલીવાર રિલેશનશિપ સંબંધિત પ્રોડક્ટની વાત કરવામાં આવી ત્યારે આ એડની લોકો પર અસર પડી અને આ પહેલીવાર હતું જ્યારે કોઈ મહિલા અભિનેત્રીએ આવી એડમાં કામ કર્યું હોય. આ જાહેરાત પછી કોન્ડોમ અંગેની વિચારસરણી બદલાઈ ગઈ.












Click it and Unblock the Notifications
