દુનિયાની સૌથી મોંઘી ફિલ્મ, બજેટ એટલુ કે બોલિવૂડની 100 ફિલ્મો બની જાય
આજકાલ હોલિવૂડ સાથે સાથે બોલિવૂડ ફિલ્મોના બજેટ પણ કરોડોમાં પહોંચી ગયા છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાની સૌથી મોંઘી ફિલ્મનું બજેટ એટલુ છે કે તેમાં બોલિવૂડની ઘણી ફિલ્મો બની જાય.
જો કોઈ તમને પૂછે કે સૌથી મોંઘી ફિલ્મ કઈ તો તમે કઈ ફિલ્મનું નામ આપશો? ફિલ્મ વોર હશે કે ધૂમ અને અલ્લુ અર્જુનની પુષ્પા કે પછી જુરાસિક પાર્ક જેવી હોલીવુડની ફિલ્મ હશે કે અવતાર. જો આમાંથી કોઈ નામ લેશો તો તમે ખોટા પડશો.

વિશ્વની સૌથી મોંઘી ફિલ્મોમાં હોલીવુડની એક ફિલ્મનું નામ નંબર વન પર છે. આ મૂવી છે સ્ટાર વોર્સ - ધ ફોર્સ ઓફ અવેકન્સ છે. તેના નામે આ રેકોર્ડ સત્તાવાર રીતે નોંધાયેલ છે. આ ફિલ્મ 447 મિલિયન ડોલરના નેટ બજેટ સાથે બની છે.
માહિતી અનુસાર, જો ભારતીય ચલણમાં વાત કરીએ તો આ આંકડો 37,31,26,09,800.00 રૂપિયા છે જેની ગણતરી કેટલાય હજાર કરોડમાં થાય છે. જો કે લિસ્ટ આવ્યુ ત્યાં સુધી અવતાર - ધ વે ઓફ વોટર નહોતી સામેલ થઈ. આ ફિલ્મનો નિર્માણ ખર્ચ પણ $350 મિલિયનથી $460 મિલિયનની વચ્ચે હોવાનો અંદાજ છે.
નિર્માણ ખર્ચની દ્રષ્ટિએ પ્રથમ સૌથી મોંઘી ફિલ્મ સ્ટાર વોર્સ - ધ ફોર્સ ઓફ અવેકન્સ છે, જ્યારે ત્રીજી સૌથી મોંઘી ફિલ્મ સ્ટાર વોર્સ - ધ રાઇઝ ઓફ સ્કાયવોકર્સ છે. બીજા નંબરે જુરાસિક વર્લ્ડ - ધ ફોલન કિંગડમ છે. જેની કિંમત 432 મિલિયન ડોલર છે. ફાસ્ટ એક્સ $379 મિલિયન સાથે ચોથા સ્થાને છે. પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન - ઓન સ્ટ્રેન્જર ટાઇડ્સ પાંચમા નંબરે છે, જેનું બજેટ $379 મિલિયન છે.












Click it and Unblock the Notifications
