For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંગીતમાંથી આત્મા ગાયબ થઈ ચુક્યો છે : મૉન્ટી શર્મા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 16 એપ્રિલ : બ્લૅક, સાંવરિયા તથા દેવદાસ જેવી ફિલ્મોમાં સંગીત સંયોજન કરી ચુકેલાં મૉન્ટી શર્માનું કહેવું છે કે સંગીતમાંથી આત્મા ગાયબ થઈ ચુક્યો છે કે જેથી આજના ગીતો વધુ સમય લોકોને યાદ નથી રહી શકતાં. હવે ગીતો તૈયાર કરવા સૉફ્ટવૅર્સનો વધુ ઉપયોગ થાય છે. તેથી લોકો ગીતો સાથે પોતાને જોડી નથી શકતાં.

પ્રસિદ્ધ સંગીતકાર પ્યારેલાલના ભત્રીજા મૉન્ટી શર્મા બ્લૅક ફિલ્મ માટે આઇફો ઍવૉર્ડ્સ જીતી ચુક્યાં છે. ફિલ્મોમાં બૅકગ્રાઉન્ડ મ્યુઝિક અંગે મૉન્ટીએ જણાવ્યું કે બૅકગ્રાઉંડ મ્યુઝિક કોઈ પણ ફિલ્મને જીવંત બનાવે છે. જો ફિલ્મમાં તે ન હોય, તો ફિલ્મ વધુ અસરકારક નથી રહેતી. સંગીત વડે ફિલ્મની ખામીઓને ઢાંકી શકાય છે. તેથી જરૂરી છે કે પીરિયડ ફિલ્મમાં સંગીત આપવા માટે તે વખતના સંગીતને સમજવામાં આવે. સારૂં સંગીત બનાવવા માટે સુર, લય અને તાલ બહેતર રીતે સમજવાજરૂરી છે કે જેથી તેને ફિલ્મનાચરિત્ર મુજબ ઘડી શકાય.

મૉન્ટી શર્માએ મિર્ચ, રન ભોલા રન, વાદા રહા, ચમકૂ અને રાઇટ યા રૉંગ ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે અને હવે ફિલ્મ દિગ્દર્શન કરવા માંગે છે. તેમનું માનવું છે કે ફિલ્મો માત્ર મનોરંજનનું માધ્યમ જ નહીં, પણ સંદેશ પણ આપે છે.

એક મ્યુઝિક કમ્પોઝરના આર્થિક પાસાઓ અંગે મૉન્ટી શર્માએ જણાવ્યું કે હવે તો કમ્પોઝરને રૉલ્યી મળવા લાગી છે. તેથી જ છ કરોડ લોકો દ્વારા સાંવરિયાનું ગીત ડાઉનલૉડ કરાતાં મને 19 લાખ રુપિયાની રૉયલ્ટી મળી છે. બાળકોના મ્યુઝિક રિયલિટી શો અંગે તેમણે જણાવ્યું કે આનાથી સંગીત વિશે લોકોની સમજણ વધી રહી છે અને બાળકોને પણ ઘણું શીખવાનું મળે છે, પરંતુ સારા સંગીતકાર હોવા માટે સતત શીખવાની કોશિશ કરતા રહેવું ખૂબ જરૂરી છે.

English summary
Musician Monty Sharma says that there is absence of soul in music today. Now a days it is being created by some softwares.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X