For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ અભિનેત્રીઓ પર લાગી ચુક્યો છે ઈન્સ્ટા પર ફેક ફોલોઅર્સ ખરીદવાનો આરોપ, લિસ્ટમાં તમામ મોટા નામ સામેલ છે!

ફિલ્મોની દુનિયા આભાસી દુનિયા છે. આ દુનિયા સાથે જોડાયેલા લોકો જાહેર જીવનમાં સંપુર્ણ નજર આવે છે. પરંતું હકિકત કંઈક અલગ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ફિલ્મોની દુનિયા આભાસી દુનિયા છે. આ દુનિયા સાથે જોડાયેલા લોકો જાહેર જીવનમાં સંપુર્ણ નજર આવે છે. પરંતું હકિકત કંઈક અલગ છે. બોલિવૂડ અને હોલિવૂડ જેવી ફિલ્મી દુનિયાના સિતારાઓને લોકો વચ્ચે પોતાની લોકપ્રિયતા દેખાડવા માટે કેવા કેવા ગતકડા કરવા પડે છે તેનાથી તમે પણ પરિચિત હશો. હવે સોશિયલ મીડિયાના વધતા વ્યાપ સાથે આ સિતારાઓનો ત્યાં મેળાવડો જામ્યો છે. આજે આપણે બોલિવૂડ અને હોલિવૂડના એ સ્ટારની વાત કરવાના છીએ જેમના પર ખોટી રીતે ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ભેગા કરવાનો આરોપ લાગ્યો છે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

બોલિવૂડમાં સફળતા બાદ હોલિવૂડ તરફ વળેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરા પણ આ લિસ્ટમાં સામેલ છે. ICMP રિપોર્ટ અનુસાર, પ્રિયંકા ચોપરાના 43 ટકા ઈન્સ્ટા ફોલોઅર્સ નકલી હતા.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ

પ્રિયંકા સિવાય આ યાદીમાં ભારતીય અભિનેત્રી દીપિકા પાદુકોણનું નામ પણ સામેલ છે. ICMPના રિપોર્ટનું માનીએ તો, દીપિકાના કુલ ફોલોઅર્સમાંથી 48 ટકા ફોલોઅર્સ નકલી છે

કિમ કાર્દાશિયન

કિમ કાર્દાશિયન

કિમ કાર્દાશિયનને કોણ નથી જાણતુ. જો કે તેમ છત્તા પણ તેના પર નકલી ફોલોઅર્સ ઉભા કરવાનો આરોપ લાગ્યો છે. ICMP ના રિપોર્ટ અનુસાર તેના 44 ટકા ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ નકલી હતા.

ખ્લો કાર્દશિયા

ખ્લો કાર્દશિયા

ખ્લો કાર્દશિયા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. ખ્લોને મોટી સંખ્યામાં લોકો ફોલો કરે છે. જો કે રિપોર્ટ અનુસાર તેના પણ 43 ટકા ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ નકલી હતા.

માઇલી સાયરસ

માઇલી સાયરસ

અમેરિકન સિંગર માઈલી સાયરસ પર પર ફેક ફોલોઅર્સ મેળવવાનો આરોપ છે. ICMP રિપોર્ટ અનુસાર, માઇલી સાયરસના 45 ટકા ઈન્સ્ટાગ્રામ ફેક હતા.

કર્ટની કાર્દાશિયન

કર્ટની કાર્દાશિયન

હોલિવૂડ સ્ટાર કર્ટની કાર્દાશિયન પર પણ ફેક ફોલોઅર્સ ખરીદવાનો આરોપ લાગી ચુક્યો છે. એક રિપોર્ટ્સ અનુસાર, તેના 46 ટકા ફોલોઅર્સ નકલી છે.

કેટી પેરી

કેટી પેરી

અમેરિકન સિંગર કૈટી પેરીને કરોડો લોકો ફોલો કરે છે. જો કે ICMP રિપોર્ટ અનુસાર તેના પણ 44 ટકા ફોલોઅર્સ નકલી હતા.

ટેલર સ્વિફ્ટ

ટેલર સ્વિફ્ટ

સિંગર એલિસન સ્વિફ્ટ નાની ઉમરે મોટી સફળતા મેળવનાર આર્ટિસ્ટ છે. ICMP રિપોર્ટ અનુસાર, ટેલરના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સમાંથી 46 ટકા ફોલોઅર્સ નકલી હતા.

English summary
These actresses have been accused of buying fake followers on Insta
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X