લગ્ન પહેલા જ લિવ ઈન રહેવા લાગી હતી આ અભિનેત્રીઓ, એક તો પ્રેગનન્ટ થઈ ગઈ હતી
કરીના કપૂર અને સૈફ અલી ખાનની લવ સ્ટોરી બોલિવૂડની સૌથી ચર્ચાસ્પદ લવ સ્ટોરીઓમાંથી એક છે. કરીના અને સૈફ લગ્ન પહેલા વર્ષો સુધી લિવ ઈનમાં સાથે રહેતા હતા. જે બાદ બન્નેએ લગ્ન કર્યા.
બોલિવૂડ સ્ટાર તેની લવ લાઈફને બિંદાસ રીતે એન્જોય કરે છે. બોલિવૂડમાં ઘણા કપલ લગ્ન પહેલા લિવ ઈનમાં સાથે રહે છે. પહેલા પણ ઘણા કપલ લિવ ઈનમાં સાથે રહેતા હતા અને ત્યારબાદ લગ્ન કર્યા. બોલિવૂડમાં લગ્ન પહેલા લિવ ઈનમાં રહેનારા કપલની યાદી લાંબી છે. આજે આપણે આવા જ કપલની વાત કરવાના છીએ.

કૈટરીના કૈફ અને રણબીર કપૂર
ક્યારેક સલમાન ખાનને ડેટ કરી ચુકેલી કેટરીના સલમાન સાથે બ્રેકઅપ પછી રણબીર કપૂરના પ્રેમમાં પડી. આ દરમિયાન બન્ને 6 વર્ષ સુધી લિવ ઈનમાં સાથે રહ્યાં. જો કે બન્નેના લગ્ન થાય એ પહેલા જ બ્રેકઅપ થઈ ગયુ.

કરીના કપૂર અને સૈફ અલી ખાન
કરીના કપૂર અને સૈફ અલી ખાનની લવ સ્ટોરી બોલિવૂડની સૌથી ચર્ચાસ્પદ લવ સ્ટોરીઓમાંથી એક છે. કરીના અને સૈફ લગ્ન પહેલા વર્ષો સુધી લિવ ઈનમાં સાથે રહેતા હતા. જે બાદ બન્નેએ લગ્ન કર્યા.

કલ્કિ કોચલીને અને ગાય હર્ષબર્ગ
અભિનેત્રી કલ્કિ કોચલીને અનુરાગ કશ્યપ સાથે કર્યા હતા. જો કે આ લગ્ન થોડા જ વર્ષોમાં તૂટી ગયા અને બંને છૂટા પડ્યા. છૂટાછેડા પછી કલ્કીને ઇઝરાયેલના પેઈન્ટર ગાય હર્ષબર્ગના પ્રેમમાં પડી અને બંને લિવમાં રહેવા લાગ્યા. આ દરમિયાન કલ્કી પ્રેગનન્ટ પણ થઈ અને એક બાળકને જન્મ આપ્યો. કલ્કી અને ગાયે હજુ સુધી લગ્ન કર્યા નથી.

ગેબ્રિએલા અને અર્જુન રામપાલ
દક્ષિણ આફ્રિકન મોડલ અને અભિનેત્રી ગેબ્રિએલા બોલિવૂડ એક્ટર અર્જુન રામપાલના પ્રેમમાં છે. બંને ઘણા સમયથી લિવ ઈનમાં રહે છે. લિવ ઈનમાં જ રહેતા ગેબ્રિએલા ગર્ભવતી બની હતી અને તે એક બાળકની માતા બની છે. અર્જુન અને ગેબ્રિએલાએ હજુ લગ્ન કર્યા નથી અને બંને લિવ ઈનમાં રહીને બાળકનો ઉછેર કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
