આ છે બોલિવૂડની કેટલીક વિવાદીત કિસ, પબ્લિકમાં જ પિતા-પુત્રીએ લિપ લોક કરીને મોટી બબાલ ઉભી કરી હતી
બોવિવૂડનું બીજુ નામ વિવાદ છે. અહીંના લોકો તેના કામ સાથે વિવાદને લઈને ચાલે છે. આજે આપણે બોલિવૂડના કેટલાક યાદગાર વિવાદની વાત કરવાના છીએ. આજે આપણે બોલિવૂડની સૌથી વિવાદાસ્પદ કિસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
બોલિવૂડમાં કિસિંગ કોન્ટ્રોવર્સીનો લાંબો ઇતિહાસ છે. અહીં ફિલ્મોમાં કરવામાં આવેલા કિસિંગ સીન સિવાય રિયલ લાઈફ કિસિંગ કોન્ટ્રોવર્સીની પણ ખૂબ જોવા મળી છે. આજે આપણે આવી જ કેટલીક કિસિંગ કોન્ટ્રોવર્સી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

મીકા સિંહ - રાખી સાવંત
મીકા સિંહે રાખી સાવંતને જબરદસ્તી કિસ કરીને મોટો વિવાદ ઉભો કર્યો હતો. રાખી સાવંતના બર્થ ડે પર મિકા સિંહે તમામ લોકોની હાજરીમાં રાખી સાવંતને કિસ કરી લીધી હતી. આ કિસ બાદ મોટો વિવાદ સર્જાયો હતો. જો કે હવે બન્ને સારા મિત્રો છે.
પૂજા ભટ્ટ - મહેશ ભટ્ટ
જાણીતા ફિલ્મ ડિરેક્ટર મહેશ ભટ્ટે તેની જ પુત્રી પૂજા ભટ્ટ સાથે લિપ લોક કર્યા હતા. આ બોલિવૂડની સૌથી વિવાદાસ્પદ કિસ તરીકે આજે પણ યાદ કરાય છે. મહેશ ભટ્ટ અને પુજા ભટ્ટે એક મેગેઝીનના ફોટોશૂટ માટે લિપ લોક કર્યા હતા. આ ફોટો સામે આવ્યા બાદ મોટો વિવાદ થયો હતો.
એમી જેક્સન - પ્રતિક બબ્બર
એક ન્યૂ યર પાર્ટીમાં એમી જેક્સન અને પ્રતિક બબ્બરના લિપ-લોકનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ફોટો સામે આવ્યા બાદ ઘણો વિવાદ થયો હતો.
ધર્મેન્દ્ર અને રાજ જેઠમલાણી
બોલિવૂડના હિમેન ધર્મેન્દ્ર સાથે પણ મોટો કિસિંગ વિવાદ જોડાયેલો છે. એક વખત તેની જ બર્થ ડે પાર્ટીમાં તેને જાણીતા રાજકારણી અને વકીલ રામ જેઠમલાણીને લિપ-કિસ કરી દીધી હતી. આ કિસ બાદ વિવાદ સર્જાયો હતો.












Click it and Unblock the Notifications
