બોલિવૂડની આ હસીનાઓએ પોતાનું ઘર વસાવવા બીજાનું ઘર ઉજાડ્યુ, લિસ્ટમાં એકથી એક મોટા નામ છે
આ લિસ્ટમાં બોલિવૂડની ફિટ એન્ટ ફાઈન અભિનેત્રી શિલ્પાનું પણ નામ છે. શિલ્પા શેટ્ટીએ રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા છે. શિલ્પા સાથે લગ્ન કર્યા ત્યારે રાજ કુન્દ્રાએ તેની પહેલી પત્નીને છુટછેડા આપી દીધા હતા.
બોલિવૂડની દુનિયામાં સ્ટાર્સની લવ લાઈફની ખુબ ચર્ચાઓ થાય છે. ક્યારે ક્યા સ્ટારનું નામ કોની સાથે જોડાય તેનું કંઈ નક્કી હોતું નથી. બોલિવૂડ એકનું ઘર તોડીને બીજાનું ઘર વસાવવા માટે જાણીતું છે. અહીં ઘણી એવી અભિનેત્રીઓ છે જેને મેરિડ અભિનેતાને પ્રેમ કરીને તેનું ઘર તોડાવ્યુ હોય. આ લિસ્ટમાં કરિનાથી લઈને શ્રીદેવી સુધીના મોટા નામ સામેલ છે. આજે આપણે બોલિવૂડની એ હસીનાઓની વાત કરવાના છીએ જેને બીજાનું ઘર તોડીને પોનાનું ઘર વસાવ્યુ.

શ્રીદેવી
શ્રીદેવી બોલિવૂડી મહાનતમ અદાકારાઓમાં સામેલ છે. જો કે તેના પર પણ બીજાનું ઘર તોડવાનો આરોપ છે. શ્રીદેવીએ બોની કપૂર સાથે લગ્ન કર્યા છે. બોની કપૂરે લગ્ન કરતા પહેલા તેની પહેલી પત્ની મોના કપૂરને ડિવોર્સ આપ્યા હતા. અર્જુન કપૂર અને અશુલા પહેલી પત્નીના સંતાનો છે.

શબાના આઝમી
આ લિસ્ટમાં ગુલઝારની બીજી પત્ની શબાના આઝમીનું નામ પણ છે. શબાના આઝમી સાથે લગ્ન કરતા પહેલા ગુલઝારને હની ઈરાનીથી બે સંતાનો હતા. જો કે શબાના આઝમીની એન્ટ્રી થતા ગુલઝારે હની ઈરાનીને છુટાછેડા આપી દીધા.

હેમા માલિની
ધર્મેન્દ્રએ હેમા માલિની સાથે લગ્ન કરવા માટે ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો. આના કારણે ધર્મેન્દ્રએ તેની પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા નહીં. હેમા માલિની પણ ઘર તોડવાના આરોપો લાગતા રહે છે.

રાની મુખર્જી
અભિનેત્રી રાની મુખર્જીએ આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા છે. આદિત્ય ચોપરાએ તેની પ્રથમ પત્ની પાયલ ખન્ના સાથે છૂટાછેડા લીધા બાદ રાની મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. રાની પર પણ ઘર તોડવાનો આરોપ છે.

સુષ્મિતા સેન
સુષ્મિતા સેન પર વિક્રમ ભટ્ટનું ઘર તોડાવવાનો આરોપ છે. એક સમયે બન્નેના અફેરની ખુબ ચર્ચાઓ ચાલી હતી. આ ચર્ચાઓને કારણે વિક્રમ ભટ્ટ અને તેની પત્ની અદિતી ભટ્ટના છુટાછેડા થઈ ગયા. જો કે સુષ્મિતાએ વિક્રમ ભટ્ટ સાથે લગ્ન કર્યા નથી.

લારા દત્તા
અભિનેત્રી લારા દત્તાએ ભારતીય સ્પોર્ટમેન મહેશ ભૂપતિ સાથે લગ્ન કર્યા છે. લારાને ડેટ કરતા પહેલા મહેશ ભૂપતિ મેરિડ હતા. મહેશ ભૂપતિએ લારા દત્તા સાથે લગ્ન કરવા તેની પ્રથમ પત્ની શ્વેતા જયશંકરને છૂટાછેડા આપ્યા છે.

શિલ્પા શેટ્ટી
આ લિસ્ટમાં બોલિવૂડની ફિટ એન્ટ ફાઈન અભિનેત્રી શિલ્પાનું પણ નામ છે. શિલ્પા શેટ્ટીએ રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા છે. શિલ્પા સાથે લગ્ન કર્યા ત્યારે રાજ કુન્દ્રાએ તેની પહેલી પત્નીને છુટછેડા આપી દીધા હતા. શિલ્પા પર પણ ઘર તોડવાનો આરોપ લાગ્યો છે.

કંગના રનૌત
અહેવાલો પર વિશ્વાસ કરીએ તો કંગના રનૌતને કારણે ઋતિક રોશને તેની પહેલી પત્ની સુજૈન ખાનને છુટાછેડા આપ્યા હતા. કંગના અને ઋતિકના અફેરની ખબરોએ સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો હતો.

રેખા
રેખા અને અમિતાભ બચ્ચનની લવ સ્ટોરી બોલિવૂડની ખુબ ચર્ચાયેલી જોડીઓમાંની એક છે. બન્નેની નિકટતાના સમાચારોએ ભારે હંગામો કર્યો હતો. આ કારણે રેખા લોકોના નિશાના પર રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
