સતીશ કૌશિક પહેલા આ સ્ટાર્સના પણ હાર્ટ એટેકથી મોત થયા, લિસ્ટમાં ઘણા મોટા નામ
સતીશ કૌશિકના મોતના સમાચારથી ફેેન્સ દુખી છે. એક્ટર ડિરેક્ટર સાથે સાથે પોતાની કોમેડીથી પસંદ કરવામાં આવેલા સતીશ કૌશિકનું 66 વર્ષે હાર્ટ એટેકથી અવસાન થયુ છે.
નવી દિલ્હી : બોલિવૂડના પીઢ અભિનેતા અને ડિરેક્ટર સતીશ કૌશિકનું હાર્ટ એટેકના કારણે અવસાન થયુ છે. પોતાના કોમેડી રોલ માટે જાણીતા સતીશ કૌશિકનું 66 વર્ષે અવસાન થતા ફેન્સમાં શોકનો માહોલ છે. હવે બોલિવૂડમાં હાર્ટ એટેકથી મોતની ઘટનાઓ વધી રહી છે. સતીશ કૌશિક પહેલા પણ ઘણા સ્ટારના મોત હાર્ટ એટેકના કારણે થયા છે. આ લિસ્ટમાં શ્રીદેવીથી લઈને ઓમ પુરી સુધીના નામ સામેલ છે.

શ્રી દેવી
એક જમાનાની ફેમસ અભિનેત્રી શ્રી દેવીનું અવસાન પણ હાર્ટ એટેકે કારણે થયુ હતું. 2018 માં અચાનક શ્રીદેવીના મોતના સમાચારથી ફેન્સ શોકમાં ગરકાવ થઈ ગયા હતા.

અરવિંદ ત્રિવેદી
ટીવી સ્ક્રીન પર રાવણના પાત્રને અમર કરી દેવારા ગુજરાતી અભિનેત્રા અરવિંદ ત્રિવેદીએ 2021માં દુનિયાને અલવિદા કહ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર, તેમનું અવસાન પણ હાર્ટ એટેકને કારણે થયુ હતું.

ઓમ પુરી
બોલિવૂડના સફળ અભિનેતાઓમાંથી એક ઓમ પુરીનું 2017માં અવસાન થયુ હતું. ઓમ પુરીનું મોત પણ હાર્ટ એટેકના કારણે થયું હતું.

સિદ્ધાર્થ શુક્લા
જાણીતા ટીવી સ્ટાર સિદ્ધાર્થ શુક્લાનું માત્ર 40 વર્ષે અવસાન થયુ હતુ. બિગ બોસ વિનર સિદ્ધાર્થ શુક્લા 2021માં હાર્ટ એટેકના કારણે દુનિયાને અલવિદા કહી ગયા હતા.

કેકે
હજુ ગયા વર્ષે જ નાની ઉમરમાં દુનિયા છોડીને જનારા કેકેનું અવસાન પણ હાર્ટ એટેકના કારણે થયુ હતું. કેકેને એક લાઈવ કોન્સર્ટ દરમિયાન હાર્ટ એટેક આવતા મોત થયુ હતું. તેમના મોતથી ફેન્સને મોટો ઝટકો લાગ્યો હતો.

રાજૂ શ્રીવાસ્તવ
કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવ્યા બાદ તે પાછા ફરી શક્યા નહીં. 2022માં હાર્ટ એટેક આવતા તે લાંબો સમય સારવાર લેતા રહ્યા પરંતું મોતને હરાવી શક્યા નહીં.

રીમા લાગૂ
બોલિવૂડની જાણીતી અભિનેત્રી રીમા લાગુનું મોત પણ હાર્ટ એટેકના કારણે થયું હતું. રીમા લાગૂએ 2017માં હાર્ટ એટેકને કારણે દુનિયાને અલવિદા કહી દીધું હતું.

સતીશ કૌશિક
સતીશ કૌશિકના મોતના સમાચારથી ફેેન્સ દુખી છે. એક્ટર ડિરેક્ટર સાથે સાથે પોતાની કોમેડીથી પસંદ કરવામાં આવેલા સતીશ કૌશિકનું 66 વર્ષે હાર્ટ એટેકથી અવસાન થયુ છે.












Click it and Unblock the Notifications
