પ્રેમમાં પડીને લગ્ન કર્યા તો પણ છુટાછેડા લઈ જુદા પડ્યા આ બોલિવૂડ સ્ટાર, એકે તો બે વખત છુટાછેડા લીધા

બોલિવૂડમાં એવા સ્ટારની યાદી લાંબી છે, જે લવ મેરેજ કરીને છુટાછેડા સુધી પહોચ્યા હોય. આજે આપણે એવા જ સ્ટારની વાત કરવાના છીએ.

બોલિવૂડ સ્ટાર હંમેશા તેની પર્શનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. બોલિવૂડની ગલીઓમાં ફિલ્મી સ્ટારોની લવ સ્ટોરી હંમેશા ચર્ચામાં રહે છે. ઘણા બધા ફિલ્મી સ્ટારો પહેલા એકબીજાને ડેટ અને પછી લગ્ન સુધી પહોંચ્યા છે. જો કે બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર પણ છે જેને પ્રેમમાં પડીને લગ્ન કર્યા હોવા છત્તા પણ છુટાછેડા લઈને જુદા પડવાની નોબત આવી છે.

અમૃતા સિંહ - સૈફ અલી ખાન

અમૃતા સિંહ - સૈફ અલી ખાન

સારા અલિ ખાનના માતા-પિતા સૈફ અલી ખાન અને અમૃતા સિંહે 1991માં પ્રેમમાં પડીને લગ્ન કર્યા હતા. સૈફ અમૃતા કરતા 12 વર્ષ નાનો હોવા છત્તા બન્નેએ લગ્ન કર્યા હતા. જો કે બન્ને વચ્ચે બધુ બરાબર ન ચાલતા 2004માં બન્ને છુટા પડ્યા. જે બાદ સૈફ અલી ખાને કરિના સાથે લગ્ન કર્યા.

સુઝેન ખાન - ઋતિક રોશન

સુઝેન ખાન - ઋતિક રોશન

સુઝેન ખાન અને ઋતિક રોશન રોશને એકબીજાના પ્રેમમાં પડ્યા બાદ 2000માં લગ્ન કર્યા હતા. જો કે બન્ને વચ્ચે બધુ બરાબર ન રહેતા 2014માં બન્નેએ છુટાછેડા લીધા હતા. બન્ને બે પુત્રોના માતા-પિતા પણ છે.

કરિશ્મા કપૂર-સંજય કપૂર

કરિશ્મા કપૂર-સંજય કપૂર

કરિશ્મા કપૂર અને સંજય કપૂરે અફેર બાદ એકબીજા સાથે લગ્ન કર્યા હતા. જો કે બન્ને વચ્ચે બધુ બરાબર ન ચાલ્યુ અને છુટાછેડા લેવાની નોબત આવી ગઈ. બન્નેએ 2003માં લગ્ન કર્યા હતા અને 2016માં છુટાછેડા લઈને જુદા પડ્યા.

મનીષા કોઈરાલા - સમ્રાટ દહલ

મનીષા કોઈરાલા - સમ્રાટ દહલ

મનીષા કોઈરાલાએ 2010માં સમ્રાટ દહલ સાથે લગ્ન કર્યા હતા. બન્ને ફેસબુક પર પ્રેમમાં પડ્યા અને લગ્ન સુધી પહોંચ્યા. જો કે તેમ છત્તા પણ બે વર્ષ બાદ બન્નેએ છુટાછેડા લીધા.

અરબાઝ ખાન - મલાઈકા અરોરા

અરબાઝ ખાન - મલાઈકા અરોરા

મલાઈકા અરોરા હાલમાં અર્જુન કપુર સાથે અફેરને લઈને ચર્ચામાં છે. મલાઈકાએ આ પહેલા અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. 1998માં લગ્ન બાદ બન્નેએ 2017માં છુટાછેડા લીધા. હવે મલાઈકા અર્જુન કપુરને અને અરબાઝ ખાન જ્યોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે.

રીના દત્તા - આમીર ખાન

રીના દત્તા - આમીર ખાન

આમીર ખાન તેના બીજા છુટાછેડાને લઈને વિવાદમાં આવ્યો હતો. આમીર ખાને બે વખત પ્રેમ કરીને લગ્ન કર્યા અને બન્નેમાં તે નિષ્ફળ રહ્યો. આમીર ખાને 1986 માં રીના દત્તા સથે લગ્ન કર્યા અને 2003 માં છુટાછેડા લઈ લીધા. ત્યારબાદ આમિરે 2005માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા અને બંનેએ 2021માં છૂટાછેડા લઈ જુદા પડ્યા.

ચિત્રાગંદા સિંહ - જ્યોતિ રંધાવા

ચિત્રાગંદા સિંહ - જ્યોતિ રંધાવા

ચિત્રાગંદા સિંહે પ્રેમમાં પડ્યા બાદ 2010માં ભારતીય ગોલ્ફ ખેલાડી જ્યોતિ રંધાવા સાથે લગ્ન કર્યા હતા. બન્ને લગ્ન પહેલા 5 વર્ષ સુધી રિલેશનશીપમાં પણ હતા. જો કે તેમ છત્તા પણ બન્નેની લવ સ્ટોરી બહુ ચાલી શકી નહીં અને 2014માં છુટાછેડા લઈ લીધા.

ફરહાન અખ્તર-અધુના

ફરહાન અખ્તર-અધુના

ફરહાન અખ્તરે અધુનાના પ્રેમમાં પડીને 2001માં લગ્ન કર્યા હતા. જો કે બન્ને વચ્ચે બધુ ઠીક ન ચાલ્યુ અને 2017માં છુટાછેડા લીધા. છુટાછેડા બાદ ફરહાન અખ્તરે શિબાની દાંડેકક સાથે લગ્ન કર્યા છે.

સોહેલ ખાન - સીમા ખાન

સોહેલ ખાન - સીમા ખાન

સોહેલ ખાન અને સીમા ખાને પણ લવ મેરેજ કર્યા હતા. બન્નેએ પરિવાર વિરૂદ્ધ જઈને લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે તેમ છત્તા પણ બન્ને 24 વર્ષ બાદ છુટા પડ્યા અને તલાક લઈ લીધા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X