આ બોલિવૂડ સ્ટારના ખાતામાં છે સૌથી વધુ હિટ ફિલ્મો, જાણો કોના ખાતામાં કેટલી હિટ ફિલ્મો?

બોલિવૂડમાં હંમેશા નંબર વન સ્ટારને લઈને બબાલ ચાલતી રહે છે. ફેન ફોલોઈંગ અને હિટ ફિલ્મોની સંખ્યાને આધારે તમામ સ્ટાર નંબર વન હોવાનો દાવો કરે છે. આજે આપણે આ દાવાને તપાસવાના છીએ. આજે આપણે જાણીશું કે કોના ખાતામાં કેટલી હિટ ફિલ્મો છે.

હૃતિક રોશન

હૃતિક રોશન

હૃતિક રોશને અત્યાર સુધીમાં 24 ફિલ્મો કરી છે. આમાંથી 10 ફિલ્મો હિટ રહી છે. આ ફિલ્મોમાં 6 બ્લોકબસ્ટર, 2 સુપરહિટ અને 2 હિટ ફિલ્મો સામેલ છે.

અનિલ કપૂર

અનિલ કપૂર

અનિલ કપૂરનું બોલિવૂડમાં મોટુ નામ છે. તે આજે પણ સક્રિય છે. અનિલ કપૂરે પોતાના ફિલ્મી કરિયરમાં 65 ફિલ્મો આપી છે. આમાંથી 11 ફિલ્મો હિટ રહી છે. આ ફિલ્મોમાં 5 બ્લોકબસ્ટર અને 6 હિટ ફિલ્મો સામેલ છે.

ગોવિંદા

ગોવિંદા

એક જમાનાના ફેમસ બોલિવૂડ સ્ટાર ગોવિંદાએ તેના ફિલ્મી કરિયરમાં 87 ફિલ્મો કરી છે. આમાંથી 12 ફિલ્મો હિટ રહી છે. ગોવિંદાએ 1 બ્લોકબસ્ટર, 5 સુપરહિટ અને 6 હિટ ફિલ્મો આપી છે.

સૈફ અલી ખાન

સૈફ અલી ખાન

સૈફ અલી ખાને તેના કરિયરમાં કુલ 60 ફિલ્મો આપી છે. આમાની 12 ફિલ્મો હિટ રહી છે. આ ફિલ્મોમાં 2 બ્લોકબસ્ટર, 1 સુપરહિટ અને 9 ફિલ્મો હિટ રહ રહી છે.

આમીર ખાન

આમીર ખાન

થ્રી ઈડિયટ્સ અને લગાન જેવી ધમાકેદાર ફિલ્મો આપનાર આમીર ખાન મિસ્ટર પરફેક્શનિસ્ટના નામે જાણીતો છે. આમીર ખાને તેના ફિલ્મી કરિયરમાં 34 જેટલી ફિલ્મો આપી છે. આમાંથી તેની 14 ફિલ્મો હિટ રહી છે. આ ફિલ્મોમાં 2 બ્લોક બસ્ટર, 3 સુપર હિટ અને 4 હિટ ફિલ્મો સામેલ છે.

અજય દેવગન

અજય દેવગન

અજય દેવગને તેના ફિલ્મી કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. અજય દેવગને તેના ફિલ્મી કરિયરમાં કરેલી 97 ફિલ્મોમાંથી 23 હિટ ફિલ્મો આપી છે. આ ફિલ્મોમાં 3 બ્લોક બસ્ટર, 6 સુપરહિટ અને 14 હિટ ફિલ્મો આપી છે.

સલમાન ખાન

સલમાન ખાન

બોલિવૂડના ભાઈ જાન સલમાન ખાને તેના ફિલ્મી કરિયરમાં 77 ફિલ્મો કરી છે. આ ફિલ્મોમાંથી 25 ફિલ્મો હિટ રહી છે. આ ફિલ્મોમાં 10 બ્લોકબસ્ટર, 5 સુપર હિટ અને 8 ફિલ્મો હિટ રહી છે.

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન

હાલમાં જ પઠાણથી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવનારા શાહરૂખ ખાને 62 ફિલ્મો કરી છે. આ ફિલ્મોમાંથી તેની 25 ફિલ્મો હિટ રહી છે. આ ફિલ્મોમાં 8 બ્લોક બસ્ટર, 4 સુપર હિટ અને 11 હિટ ફિલ્મો સામેલ છે.

અક્ષય કુમાર

અક્ષય કુમાર

અક્ષય કુમાર વધારે ફિલ્મો કરવા માટે જાણીતો છે. આ સાથે સાથે તે બોલિવૂડમાં સૌથી વધુ સફળ ફિલ્મો આપનારો અભિનેતા છે. અક્ષય કુમારે તેના કરિયરમાં કરેલી 122 ફિલ્મોમાંથી 32 હિટ ફિલ્મો આપી છે. આમાંથી 2 બ્લોક બસ્ટર, 13 સુપર હિટ અને 17 હિટ ફિલ્મો આપી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X