આ ફિલ્મી હસ્તીઓએ શરીરના વિવિધ અંગોનો કરોડોનો વિમો કરાવ્યો છે, લિસ્ટમાં મોટા નામ સામેલ
ફિલ્મી દુનિયાના લોકો માટે તેમનું શરીર જ બધુ હોય છે. અવાજથી લઈને લુક જેવી વસ્તુઓ તેમના માટે ખાસ મહત્વની હોય છે.
આ જ કારણ છે કે આ સ્ટાર્સ તેની દેખરેખ વિશેષ રીતે રાખે છે. ઘણા સ્ટાર્સ આ વિશેષ વસ્તુઓની દેખરેખ માટે કરોડો રૂપિયાનો વિમો પણ કરાવી રાખે છે.

આજે આપણે બોલિવૂડના કેટલાક એવા સ્ટાર્સ વિશે વાત કરવાના છીએ, જે તેમની ખાસિયતો માટે કરોડો રૂપિયાનો વિમો કરાવી ચુક્યા છે. આ લિસ્ટમાં અમિતાભ બચ્ચનથી લઈને પ્રિયંકા ચોપરા સામેલ છે.
લતા મંગેશકર
લતા મંગેશકર હિન્દી ફિલ્મી સફરનો સૌથી સુરીલો પડાવ હતા.તેઓ આજે ભલે તેઓ આપણી વચ્ચે નથી પરંતુ તેમના અવાજની આજે પણ દુનિયા દિવાની છે. જણાવી દઈએ કે, લતા મંગેશકરે તેમના સુરીલા અવાજ માટે ખાસ વીમો કરાવ્યો હતો.
પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરા બોલિવૂડની દેશી ગર્લ તરીકે ફેમસ છે. વર્ષ 2000ની મિસ વર્લ્ડ રહી ચૂકેલી પ્રિયંકા ચોપરાએ પોતાની કાલિત સ્માઈલનો વિમો કરાવ્યો છે.
સની દેઓલ
સની દેઓલ બોલિવૂડના જાણીતા અભિનેતા છે અને લોકો તેનો અવાજ અને ડાયલોગ ડિલિવરીની સ્ટાઈલને ખૂબ પસંદ કરે છે. કોઈના કારણે તેણે પોતાના અવાજનો વીમો કરાવ્યો છે.
રજનીકાંત
રજનીકાંત સાઉથ અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં તેમની સ્ટાઈલને કારણે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તેનો અવાજ શાનદાર છે અને એટલે જ રજનીકાંતને તેમના આઇકોનિક અવાજનો કોપીરાઇટ અને વીમો પણ કરાવ્યો છે.
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન બોલિવૂડના દિગ્ગજ અભિનેતા છે અને દરેક વ્યક્તિ તેમના દમદાર અવાજના દીવાના છે. આ જ કારણ છે કે તેણે પોતાના અવાજનો વીમો અને કોપીરાઈટ બંને કરાવ્યા છે.












Click it and Unblock the Notifications
