For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોઈએ ઠુકરાવેલી ફિલ્મોએ આમિર ખાનને સુપર સ્ટાર બનાવી દીધો, વિશ્વાસ ન હોય તો જોઈ લો આ લિસ્ટ!

બોલિવૂડમાં આમીર ખાનની ગણતરી સુપર સ્ટારમાં થાય છે. આમિર ખાનની ફિલ્મો બોક્સ ઓફિસ પર ધમાલ કમાણી કરે છે. આ પાછળ આમિર ખાનની ફિલ્મોની પસંદગી મોટો ભાગ ભજવે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

બોલિવૂડમાં આમીર ખાનની ગણતરી સુપર સ્ટારમાં થાય છે. આમિર ખાનની ફિલ્મો બોક્સ ઓફિસ પર ધમાલ કમાણી કરે છે. આ પાછળ આમિર ખાનની ફિલ્મોની પસંદગી મોટો ભાગ ભજવે છે. જો કે આમિર ખાનના શરૂઆતના દિવસોમાં કોઈએ ઠુકરાવેલી ફિલ્મોએ તેને સુપર સ્ટાર બનાવ્યો છે. ઘણી એવી ફિલ્મો છે જે પહેલા અન્ય અભિનેતાઓને ઓફર થઈ હતી પણ તેમણે ઠુકરવાતા અંતે આમિર ખાનના હાથમાં આવી અને બોક્સ ઓફિસ પર ખુબ જ સફળ રહી.

3 ઇડિયટ્સ

3 ઇડિયટ્સ

વર્ષ 2009માં રિલીઝ થયેલી ફિલ્મ 3 ઈડિયટ્સે બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે અગાઉ આ ફિલ્મ શાહરૂખ ખાનને ઓફર કરવામાં આવી હતી, પરંતુ શાહરુખે તેને ફગાવી દીધી હતી.

તારે જમીન પર

તારે જમીન પર

અભિનેતા અક્ષય ખન્નાએ ખુલાસો કર્યો છે કે, તેને 2007માં રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ તારે જમીન પરની ઓફર કરવામાં આવી હતી. અક્ષય ખન્નાએ જણાવ્યું કે ફિલ્મના નિર્દેશક અમોલ ગુપ્તે તેને ઓળખતા ન હતા, તેથી તેણે આમિર ખાનને અક્ષય સાથે પરિચય કરાવવા કહ્યું. પરંતુ જ્યારે આમિરે તારે જમીન પરનું વર્ણન સાંભળ્યું ત્યારે તેને ફિલ્મ એટલી ગમી ગઈ કે આમિરે અક્ષય ખન્ના પાસેથી ફિલ્મ છીનવી લીધી.

રંગ દે બસંતી

રંગ દે બસંતી

વર્ષ 2006માં રિલીઝ થયેલી આ ફિલ્મે દર્શકોને હચમચાવી દીધા હતા. આ ફિલ્મ માટે મેકર્સની પહેલી પસંદ શાહરૂખ ખાન હતો. પરંતુ શાહરૂખે આ ફિલ્મ રિજેક્ટ કર્યા બાદ તે આમિરના હિસ્સામાં આવી.

લગાન

લગાન

આશુતોષ ગોવારીકરની ફિલ્મ લગાન સૌથી પહેલા રિતિક રોશનને ઓફર કરવામાં આવી હતી. જો કે, તેને આ ફિલ્મ ઠુકરાવી હતી. બાદમાં આ ફિલ્મને ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી હતી.

દિલ ચાહતા હૈ

દિલ ચાહતા હૈ

આમિર ખાન, અક્ષય ખન્ના અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ દિલ ચાહતા હૈ પણ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. આ ફિલ્મ પણ રિતિક રોશને ઓફર થઈ હતી પરંતું તેને ફિલ્મને ઠુકરાવી હતી.

તલાશ

તલાશ

નિર્માતાઓએ 2012માં રીલીઝ થયેલી રીમા કટગીની ફિલ્મ તલાશ માટે સૈફ અલી ખાનનો સંપર્ક કર્યો હતો. પરંતુ સૈફે આ ફિલ્મ માટે ના પાડી દીધી હતી. બાદમાં આમિરના ભાગમાં તલાશ આવી.

ગજની

ગજની

વર્ષ 2008માં રિલીઝ થયેલી ફિલ્મ ગજની એ પહેલી ફિલ્મોમાંથી એક છે જેણે 100 કરોડનો બિઝનેસ કર્યો છે. પરંતુ મેકર્સ માટે આ ફિલ્મની પહેલી પસંદ અભિનેતા સલમાન ખાન હતો. પરંતુ સલમાનને આ ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ ન આવી.

English summary
These films that big actors rejected made Aamir Khan a super star!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X