બોલિવૂડની આ બોલ્ડ અભિનેત્રીએ છુપાઈને લગ્ન કરી લીધા? જાણો કોણ છે આ અભિનેત્રી?

હાલમાં જ શાહરૂખ ખાન સાથે ડંકીમાં જોવા મળેલી અભિનેત્રી તાપસી પન્નુએ લગ્ન કરી લીધા હોવાના અહેવાલ છે. તે ઘણા સમયથી તેના બોયફ્રેન્ડને લઈને ચર્ચામાં છે.

અહેવાલો અનુસાર, તાપસી પન્નુએ તેના બોયફ્રેન્ડ મેથિયાસ બો સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિનેત્રીએ ઉદયપુરમાં તેના બોયફ્રેન્ડ સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા છે.

Taapsee Pannu

અહેવાલ મુજબ, અભિનેત્રીએ હોળીના બે દિવસ પહેલા 23 માર્ચે મેથિયાસ સાથે લગ્ન કર્યા છે, જેમાં તેના પરિવાર સિવાય માત્ર થોડા નજીકના મિત્રોએ હાજરી આપી હતી.

આ સિવાય તાપસી પન્નુના આ સિક્રેટ વેડિંગમાં બોલિવૂડના મહેમાનોએ પણ હાજરી આપી હતી. બોલિવૂડમાંથી આ ગેસ્ટ લિસ્ટમાં માત્ર અનુરાગ કશ્યપ અને પાવેલ ગુલાટીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તાપસી પન્નુએ ઉદયપુરમાં ખૂબ જ ખાનગી રીતે લગ્ન કર્યા છે.

તાપસીના લગ્નમાં તમામ વિધિઓનું પાલન કરાયુ છે. તાપસીના પ્રી-વેડિંગની શરૂઆત 20મી માર્ચથી થઈ હતી. મીડિયાને પણ અભિનેત્રીના આ લગ્નની જાણ નથી.

અભિનેત્રી નહોતી ઈચ્છતી કે તેના લગ્નનું મીડિયા કવરેજ થાય. તેથી જ અભિનેત્રીએ પોતાનો ખાસ દિવસ ફક્ત તેના નજીકના લોકો સાથે જ ઉજવવાનું નક્કી કર્યું.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અભિનેત્રીના લગ્નમાં બોલિવૂડના કેટલાક લોકોએ પણ હાજરી આપી હતી. અભિનેત્રીએ તેના નજીકના મિત્ર અનુરાગ કશ્યપને તેના લગ્નમાં આમંત્રણ આપ્યું હતું. આ સિવાય અભિનેત્રીએ તેના થપ્પડ કો-સ્ટાર્સ પાવેલ ગુલાટી અને કનિકા ઢીલ્લોને પણ બોલાવ્યા હતા.

પાવેલ ગુલાટીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર પણ પોસ્ટ કરી છે. આ તસવીરમાં તાપસી દેખાતી નથી પરંતુ બાકીના મહેમાનો પોશાક પહેરેલા જોવા મળે છે. જો કે, આ તસવીરમાં પોવેલે તાપસીના લગ્ન વિશે કોઈ ખુલાસો કર્યો નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X