અફેરના ચક્કરમાં ઘર તોડી બેઠા આ બોલિવૂડ સ્ટાર, લિસ્ટમાં નામ જોઈને તમે ચૌકી જશો

બોલિવૂડમાં કોણ ક્યારે લગ્ન કરે અને કોણ ક્યારે પોતાના પાર્ટનરને છુટેછાડ આપે તેનુ કંઈ નક્કી નથી હોતું. બોલિવૂડ સ્ટારની લવ લાઈફને લઈને સતત ચર્ચાઓ ચાલતી રહે છે. ઘણા બોલિવૂડ સ્ટાર તો મેરીડ હોવા છત્તા અફેરમાં પડે છે. આજે આપણે બોલિવૂડની દુનિયાના કેટલાક એવા સ્ટારની વાત કરવાના છીએ, જે અફેરના ચક્કરમાં પોતાનું ઘર તોડી બેઠા છે.

મલાઈકા અરોરા

મલાઈકા અરોરા

મલાઈકા અરોરા અને અરબાઝ ખાનના ડિવોર્સ બોલિવૂડના સૌથી ચર્ચાસ્પદ સમાચાર રહ્યા છે. અહેવાલો અનુસાર, મલાઈકા અરોરાએ અર્જૂન કપૂરને ડેટ કરવાનું કર્યા બાદ બન્ને વચ્ચે ખટાસ આવી અને બન્નેએ ડિવોર્સ લીધા. મલાઈકા પર ઘર તોડવાનો આરોપ લાગ્યો છે.

ઋતિક રોશન

ઋતિક રોશન

આ લિસ્ટમાં સૌથી જાણીતું નામ હોય તો તે છે ઋતિક રોશનનું. કંગના રનૌત સાથે કથિત અફેરના અહેવાલો આવ્યા બાદ તેની પત્ની સુઝૈન ખાને તેને ડિવોર્સ આપી દીધા. આ ઘટના બોલિવૂડમાં ખુબ ચર્ચાઈ હતી. હાલ તે સબા આઝાદને ડેટ કરી રહ્યો છે.

ફરહાન ખાન

ફરહાન ખાન

આ લિસ્ટમાં ફરહાન અખ્તરનું નામ સામેલ છે. સમાચારો અનુસાર, ફરહાન ખાને અદિતી રાવ હૈદરીને ડેટ કરવાનું શરૂ કરતા બન્ને વચ્ચે વિવાદ થયો અને ડિવોર્સ લઈ લીધા.

રાજ કુન્દ્રા

રાજ કુન્દ્રા

શિલ્પા શેટ્ટી પહેલા રાજ કુન્દ્રાએ કવિતા સાથે લગ્ન કર્યા હતા. જો કે મેરીડ હોવા છત્તા પણ તેને શિલ્પા શેટ્ટી સાથે અફેર કર્યુ. રાજ કુન્દ્રાએ તેની પહેલી પત્નીને છુટાછેડા આપીને શિલ્પા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે.

બોની કપૂર

બોની કપૂર

બોની કપૂરે તેના બીજા લગ્ન શ્રીદેવી સાથે કર્યા છે. અહેવાલો અનુસાર, બોની કપૂર મેરીડ હોવા છત્તા શ્રીદેવી સાથે અફેર હતુ. શ્રીદેવી સાથે લગ્ન કરવા માટે બોનીએ તેની પ્રથમ પત્ની મોનાને છૂટાછેડા આપ્યા છે.

ઈમરાન ખાન

ઈમરાન ખાન

આ દિવસોમાં ઈમરાન ખાન અને તેની વાઈફ અવંતિકા મલિકની લવ લાઈફની ખુબ ચર્ચા છે. અહેવાલો અનુસાર ઈમરાન ખાન લેખા વોશિંગ્ટન અને અવંતિકા સાહિબ સિંહ લાંબાને ડેટ કરી રહી છે.

અનિલ થડાની

અનિલ થડાની

રવિના ટંડનના પતિ અનિલ થડાની પર પણ ઘર તોડવાનો આરોપ લાગી ચુક્યો છે. પહેલી પત્ની નતાશા સિપ્પી સાથે છેત્તરપિંડીનો તેના પર આરોપ લાગ્યો છે. અનિલ થડાની પર આરોપ છે કે તેને રવિના ટંડન માટે નતાશાને છૂટાછેડા આપી દીધા.

રાજેશ ખન્ના

રાજેશ ખન્ના

બોલિવૂડના પહેલા સુપર સ્ટાર રાજેશ ખન્ના પર પણ આ આરોપ લાગી ચુક્યો છે. અહેવાલો અનુસાર, રાજેશ ખન્નાએ દિંપલ કાપડિયા સાથે લગ્ન કર્યા બાદ પણ ટીના મુનીમ સાથે અફેર કર્યુ હતું અને બન્ને લીવ ઈનમાં રહેતા હતા.

ધર્મેન્દ્ર

ધર્મેન્દ્ર

ધર્મેન્દ્રએ હેમા માલિની સાથે લગ્ન કરવા માટે પોતાનો ધર્મ પણ બદલી દીધો છે. અહેવાલો અનુસાર, ધર્મેન્દ્રએ હેમા સાથે લગ્ન કરવા માટે મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો છે. તેને પોતાની પહેલી પત્નીને હજુ સુધી છુટાછેડા આપ્યા નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X