અંધવિશ્વાસુ છે આ બોલિવૂડ સ્ટાર, ફિલ્મ હિટ કરાવવા કરે છે આ કામ
બોલિવૂડ સ્ટાર પણ અંધક્ષદ્ધામાં માનતા હોય છે. સલમાન ખાનથી લઈને શાહરૂખ ખાન સુધીના તમામ સ્ટારને વિવિભ બાબતોમાં લગાવ છે.
આમ તો બોલિવૂડ સ્ટાર આધુનિક હોવાનો દારો કરે છે પરંતુ બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર પણ છે જે અંધશ્રદ્ધામાં પણ માને છે. આ ફિલ્મ સ્ટાર તેની ફિલ્મને હિટ કરાવવા માટે મેલી વિદ્યાનો સહારો લે છે. આજે આપણે બોલિવૂડના એવા સ્ટાર વિશે વાત કરવાના છીએ, જે અંધશ્રદ્ધાળુ મનાય છે અને ફિલ્મ હિટ કરવા માટે મેલી વિદ્યાનો સહારો લે છે.

દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણને પણ ભગવાનમાં વિશ્વાસ છે. તે તેની કોઈ પણ ફિલ્મ પહેલા ભગવાનના દર્શન કરે છે. આ માટે તે સિદ્ધિવિનાયક મંદિરે ચોક્કસ પહોંચે છે.

સલમાન ખાન
સલમાન ખાનના હાથમાં કેટલાક વર્ષોથી એક બ્રેસલેટ જોવા મળે છે. આ બ્રેસલેટ તેને તેના પિતાએ આપ્યુ હતું. સલમાન તેને લકી માને છે અને કાયમ પહેરે છે.

શાહરૂખ ખાન
શાહરૂખ ખાન પણ આ લિસ્ટમાં સામેલ છે. શાહરૂખ ખાનને નંબરમાં વિશ્વાસ છે. તે 555ને પોતાનો લકી નંબર માને છે. તેની કારનો નંબર પણ 555 છે.

બિપાસા બાસુ
બિપાસા બાસુની ગણતરી પણ અંધશ્રદ્ધાળુ અભિનેત્રીમાં થાય છે. કહેવાય છે કે તે દર શનિવારે લીંબુ અને મરચા ખરીદે છે. આવુ તે ખરાબ નજરથી બચવા માટે કરે છે.

ઋતિક રોશન
ઋતિક રોશનની ગણતરી મોટા સ્ટારમાં થાય છે. ઘણી બધી સફળ ફિલ્મો આપનાર ઋતિક રોશનને પણ આવી બાબતોમાં વિશ્વાસ રાખે છે. તેને બે અંગુઠા છે અને તે તેને નસીબદાર માને છે.

કેટરીના કૈફ
કેટરીના કૈફને કેટલીક બાબતોમાં ખાસ વિશ્વાસ છે. તે તેની ફિલ્મના રિલિઝ પહેલા તે અજમેરની મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ પર ચોક્કસ જાય છે. તેના ફોટો પણ વાયરલ થતા રહે છે.

અમિતાભ બચ્ચન
બોલિવૂડમાં મહાનાયક ગણાતા અમિતાભ બચ્ચન પણ અંધક્ષદ્ધામાં માને છે. તે માને છે કે તે લાઈવ મેચ જોવે તો ઈન્ડિન ટીમની વિકેટ પડવા લાગે છે. આ માટે તે રેકોર્ડેડ મેચ જોવે છે.

રણવીર સિંહ
બોલ્ડ અભિનેતાની છબી ધરાવતા રણવીર સિંહનું નામ પણ આ યાદીમાં છે. તે પોતાના જમણા પગે કાળો દોરો બાંધે છે. આને તે લકી ચાર્મ માને છે. વિગતો અનુસાર, પહેલીવાર આ કાળો દોરો તેની માતાએ બાંધ્યો હતો. ત્યારથી તે બાંધે છે.

રણબીર કપૂર
રણબીર કપૂરને 8 નંબર સાથે વિશેષ લગાવ છે. તેની માતા નીતુ કપૂરનો 8 જૂલાઈએ જન્મદિવસ હોવાથી તે તેને લક્કી માને છે. તે તમામ કામ 8 સાથે જોડીને જ કરે છે.

અક્ષય કુમાર
આ લિસ્ટમાં અક્ષય કુમાર પણ સામેલ છે. અક્ષય કુમાર પોતાની ફિલ્મોના સ્ક્રીનિંગ માટે ભારત બહાર જાય છે. તે માને છે કે આમ કરવાથી તેની ફિલ્મને ફાયદો થાય છે.












Click it and Unblock the Notifications
