કોની સાથે ડેબ્યૂ કરશે શ્રીદેવીની દીકરી જહાનવી! જાણો અહીં..

Subscribe to Oneindia News

એક્ટ્રેસ શ્રીદેવીની દીકરી જહાનવી કપૂરના બોલીવુડ ડેબ્યૂની ઘણા લોકો રાહ જોઇ રહ્યા છે. જ્યારથી જહાનવી મોટી થઇ છે ત્યારથી જ તેના ફિલ્મોમાં આવવાના ઘણા અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે. હવે તે 19 વર્ષની થઇ ચૂકી છે. ફાઇનલી સમાચારો મળી રહ્યા છે કે જહાનવીને લોંચ કરશે કરણ જોહર.

કરણ જોહર

કરણ જોહર

જી હા. સમાચારોની માનીએ તો કરણ જોહર જહાનવીને બોલીવુડ ડેબ્યૂ પોતાની ફિલ્મથી કરાવશે.

ઘણા સ્ટાર્સને કરાવ્યુ ડેબ્યૂ

ઘણા સ્ટાર્સને કરાવ્યુ ડેબ્યૂ

તમને જણાવી દઇએ કે આ પહેલા પણ ઘણા બોલીવુડ સ્ટાર એવા છે જેનું ડેબ્યૂ કરણ જોહરની ફિલ્મોથી થયુ છે અને જે આજે બોલીવુડમાં પોતાનો સિક્કો જમાવી રહ્યા છે.

બન્યા ટોપ સ્ટાર

બન્યા ટોપ સ્ટાર

તેમનામાંથી જ છે આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા. આ ત્રણેના કેરિયરની શરુઆત કરણ જોહરની ફિલ્મ સ્ટુડંટ ઓફ ધ યરથી થઇ હતી.

આ ફિલ્મથી કરી શકે છે ડેબ્યૂ

આ ફિલ્મથી કરી શકે છે ડેબ્યૂ

થોડા સમય પહેલા સમાચારો આવ્યા હતા કે જહાનવી ‘શિદ્દ્ત' ફિલ્મથી ડેબ્યૂ કરી શકે છે. હવે આ ફિલ્મથી ડેબ્યૂ કરશે કે નહિ તે તો સમય જ બતાવશે.

શ્રીદેવીએ લગાવ્યા પ્રતિબંધો

શ્રીદેવીએ લગાવ્યા પ્રતિબંધો

તમને જણાવી દઇએ કે શ્રીદેવીએ તેની દીકરી જહાનવી માટે કેટલાક કડક નિયમો અને પ્રતિબંધો લગાવ્યા છે.

કારણ હતુ ‘કિસ’ વાળો ફોટો

કારણ હતુ ‘કિસ’ વાળો ફોટો

આની પાછળ શ્રીદેવી જે કારણો બતાવી રહી છે તે એ છે કે થોડા સમય પહેલા જહાનવીનો બોયફ્રેંડ શિખર પહાડિયા સાથે કિસ કરતો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

બોયફ્રેંડથી રહેજે દૂર

બોયફ્રેંડથી રહેજે દૂર

શ્રીદેવીએ જહાનવીને સ્પષ્ટ કહ્યુ છે કે અત્યારે તે બોયફ્રેંડથી દૂર રહે અને કોઇ બોયફ્રેંડ ના રાખે.

ક્યારે થશે ફિલ્મ રિલીઝ

ક્યારે થશે ફિલ્મ રિલીઝ

હવે જોવાનું એ છે કે જહાનવીના બોલીવુડ ડેબ્યૂના આ સમાચાર કેટલા સાચા સાબિત થાય છે. જો કે કરણ જોહર દ્વારા જહાનવીને લોંચ કરવાના સમાચારો ઘણા સમયથી ચાલી રહ્યા છે. પરંતુ આ વખતે આ સમાચારમાં કેટલી સચ્ચાઇ છે તેના માટે રાહ જોવી જ રહી.

English summary
This director launching Sridevi's Daughter Jhanvi Kapoor.
Please Wait while comments are loading...