કંગાનાને મળ્યો આ ડાયરેક્ટરનો સપોર્ટ, શું હૃતિકનો જ હતો વાંક?

Written By:
Subscribe to Oneindia News

કંગના રાણાવત અને હૃતિક રોશન વચ્ચેનો વિવાદ કોઇનાથી છૂપો નથી અને બંને વચ્ચે આ મામલે કાયદાકીય લડાઇ પણ થઇ ચૂકી છે. થોડા દિવસો પહેલાં જ 'આપ કી અદાલત'માં કંગનાએ કરેલ આશ્ચર્યજનક ખુલાસાઓ બાદ હૃતિકે તો કોઇ ટિપ્પણી નથી કરી, પરંતુ કંગનાના વિરોધમાં ઘણું લખાઇ અને કહેવાઇ રહ્યું હતું. એવામાં હવે એક ડાયરેક્ટરે આડકતરી રીતે કંગનાને સપોર્ટ આપ્યો છે.

આ ડાયરેક્ટરે કર્યો સપોર્ટ

આ ડાયરેક્ટરે કર્યો સપોર્ટ

'રંગૂન'ના ડાયરેક્ટર વિશાલ ભારદ્વાજે કંગનાને સપોર્ટ આપ્યો છે. કંગના અને હૃતિકનો મામલો જ્યારે કોર્ટમાં પહોંચ્યો હતો ત્યારે કંગના 'રંગૂન' માટે શૂટિંગ કરી રહી હતી. વિશાલ ભારદ્વાજે જો કે સ્પષ્ટ રીતે કંગનાને સપોર્ટ નથી કર્યો, પરંતુ જ્યાં એક બાજુ ઇન્ડસ્ટ્રીના લોકો અને હૃતિક પોતે આ બાબત પર ટિપ્પણી કરવાથી બચી રહ્યા છે, કંગના અંગે અનેક નેગેટિવ ટિપ્પણીઓ લખાઇ અને બોલાઇ રહી છે એવા વાતાવરણમાં વિશાલે કંગનાના વખાણ કર્યા છે.

આ જ સાચો સમય છે બોલવાનો

આ જ સાચો સમય છે બોલવાનો

વિશાલ ભારદ્વાજે કહ્યું કે, 'કંગના ખૂબ પ્રોફેશનલ છોકરી છે અને કદાચ આ અંગે વાત કરવાનો આ જ સાચો સમય છે. જ્યારે તેમના(કંગના અને હૃતિક) વ્યક્તિગત વિવાદો ચાલી રહ્યા હતા ત્યારે પણ કંગનાએ શૂટિંગ ચાલુ રાખ્યું હતું.'

જો કોઇ અન્ય એક્ટર હોત તો...

જો કોઇ અન્ય એક્ટર હોત તો...

'કંગનાની જગ્યાએ જો કોઇ અન્ય એક્ટર હોત, તો તેણે આ મેટર સોલ્વ કરવા માટે શૂટિંગ અટકાવ્યું હોત. પરંતુ કંગના સ્ટ્રોંગ રહી હતી. મીડિયામાં રાત-દિવસ કંગના અંગે અનેક વિવિદાસ્પદ વાતો છપાતી હતી, કહેવાતી હતી, આમ છતાં તે એક દિવસ પણ શૂટ પર ગેરહાજર નથી રહી.'

કંગના માટે એ સમય કપરો હતો

કંગના માટે એ સમય કપરો હતો

'એક વાર કેમેરા સામે આવ્યા બાદ તે માત્ર અને માત્ર પોતાના કેરેક્ટર અને એક્ટિંગ પર ફોકસ કરતી. શૂટિંગ બાદ તે શું કરતી, એ અંગે હું ટિપ્પણી ન કરી શકું. કારણ કે અમે સૌ ફિલ્મમાં અને પોતાના કામમાં બિઝી રહેતા હતા. પરંતુ હું એટલું ચોક્કસ કહી શકું એ સમય તેના માટે ખાસો કપરો હતો. '

English summary
This director supports Kangana Ranaut, says her fight with Hrithik Roshan was tough.
Please Wait while comments are loading...