શાહરૂખ ખાનનો આ ફેન 36 ગર્લફ્રેન્ડ-72 એક્સ ગર્લફ્રેન્ડ સાથે ઓડી લઈને જવાન જોવા જશે, જાણો છે આ જબરા ફેન?
કિંગ ખાન શાહરૂખ ખાનની આવનારી ફિલ્મ જવાન 7 સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે ત્યારે અત્યારથી જ ફેન્સમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. રિલીઝ પહેલા ફિલ્મ એડવાન્સ બુકિંગના રેકોર્ડ તોડી રહી છે ત્યારે એક જબરા ફેન સોશિલલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
શાહરૂખ ખાનનો એક ફેન્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફેને એક ટિકિટ નહીં પરંતુ પુરા સિનેમા હોલને બુક કરી લીધો છે. તેને ખુદ સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી છે. અહીં તે ટિકિટ સાથે જોવા મળી રહ્યો છે.

તેને ટિકિટ સાથે ફોટો શેર કરીને લખ્યુ કે, જવાનને જોવા માટે આખો હોલ બુક કરાવ્યો છે. તે તેની 36 ગર્લફ્રેન્ડ, 72 એક્સ ગર્લફ્રેન્ડ અને 80 મિત્રો સાથે આ ફિલ્મ જોવા જઈ રહ્યો છે. આ વ્યક્તિએ આ પોસ્ટમાં કિંગ ખાનને ટેગ કર્યો છે.
આ ફેને ટેગ કર્યા બાદ શાહરૂખ ખાને પણ તેને જવાબ આપ્યો છે. શાહરૂખ ખાને લખ્યુ કે, વાહ ભાઈ, તમારી જવાની ચમકી રહી છે. હા હા ઐશ કર. શાહરૂખ ખાનિી પ્રતિક્રિયા પછી તેના ફેન્સમાં ખુશીનો માહોલ છે.
આ પોસ્ટ પર લોકો પણ ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે સિનેમા હોલમાં હંગામો થશે, જ્યારે આટલી બધી એક્સ અને હાલની ગર્લફ્રેન્ડ સામસામે આવશે.
Booked audi for #Jawan sir. Going with my 36 girlfriends , 72 ex Gfs & 80 friends. #AskSRK @iamsrk pic.twitter.com/EQZCw85K3w
— Vedant. (@holdandbold) September 3, 2023
જણાવી દઈએ કે, શાહરૂખ ખાનની ફિલ્મ જવાન 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં શાહરૂખ ખાન અને નયનથારા સિવાય વિજય સેતુપતિ પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા, પ્રિયામણિ અને રિદ્ધિ ડોગરા જેવા એક્ટર પણ જોવા મળશે.












Click it and Unblock the Notifications
