મલાઈકા અરોરા સાથે લગ્નના સમાચારો પર અર્જૂન કપૂરે તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ?
બોલિવુડના જાણીતા ગૉસિપ કપલ અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા વિશે ઘણા સમયથી લગ્નની અફવાઓ ચાલી રહી છે. પહેલી વાર મીડિયાના સવાલ પર અર્જૂન કપૂરે પ્રતિક્રિયા આપી છે.
બોલિવુડના જાણીતા ગૉસિપ કપલ અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા વિશે ઘણા સમયથી લગ્નની અફવાઓ ચાલી રહી છે. એવામાં એક તરફ મલાઈકા અરોરાએ હજુ સુધી કંઈ નથી કહ્યુ ત્યાં પહેલી વાર મીડિયાના સવાલ પર અર્જૂન કપૂરે પ્રતિક્રિયા આપી છે. અર્જૂનને જ્યારે હાલમાં મલાઈકા સાથે લગ્નનો સવાલ કરવામાં આવ્યો તે તેમણે કહ્યુ, 'જો વાત કરવા માટે કંઈ હશે તો તમને બધાને જરૂર ખબર પડશે'. તમને જણાવી દઈએ કે બંને એપ્રિલમાં લગ્નના બંધનમાં બંધાવાના છે.

લગ્નની અફવા પર શું બોલી હતી મલાઈકા
ગયા વર્ષે જ્યારે મલાઈકાને લગ્નની અફવા પર સવાલ કરવામાં આવ્યો હતો તે તેમણે હિંદુસ્તાન ટાઈમ્સને કહ્યુ હતુ કે, ‘હું પર્સનલ સવાલોના જવાબ નથી આપતી, એટલા માટે નહિ કે મને આમ કરવામાં કોઈ શરમ છે પરંતુ એટલા માટે કારણકે હું આમ કરવામાં સહજ નથી હોતી.મારી જિંદગી વિશે દરેક જણ જાણે છે. મારા આ અંગે વાત કરવાની જરૂર નથી. હું મારી જિંદગી એન્જોય કરી રહી છુ. તે બહુ સુંદર અને પ્રેમાળ છે.'

મલાઈકાએ તોડ્યુ 19 વર્ષનું લગ્નજીવન
મલાઈકા અરોરાએ પોતાના પતિ અરબાઝ ખાન સાથે 19 વર્ષનું લગ્નજીવન તોડીને છૂટાછેડા લઈ લીધી. બંનેને એક પુત્ર પણ છે. હાલમાં જ કરીના કપૂરના એક શોમાં પહોંચેલી મલાઈકાએ પોતાના છૂટાછેડા પર વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, ‘અમે બધી વસ્તુઓ માટે બહુ વિચાર્યુ, તેના ફાયદા અને નુકશાન વિશે વિચાર્યુ અને પછી નિર્ણય લીધો. અમે બંને એકબીજાથી નાખુશ હતા.'

છૂટાછેડા બાદ પુત્રએ એક દિવસ આવુ કહ્યુ
કરીનાના જ શોમાં મલાઈકાએ જણાવ્યુ કે થોડા સમયમાં પુત્ર અરહાને મારા અને અરબાઝના છૂટાછેડા સ્વીકારી લીધા અને એક દિવસ તેણે પાછા વળીને મને જાતે કહ્યુકે મા તમને ખુશ અને હસતા જોઈને સારુ લાગી રહ્યુ છે. તમને જણાવી દઈએ કે મલાઈકાને છૂટાછેડા બાદ અરહાનની કસ્ટડી મળેલી છે અને તે તેમની સાથે રહે છે.












Click it and Unblock the Notifications
