‘સાહો' માં ધમાકેદાર એક્શન કરતા જોવા મળશે બાહુબલી સ્ટાર પ્રભાસ, આ રીતે થઈ રહી છે તૈયારી
પોતાની દરેક ભૂમિકામાં જીવ રેડી દેતા બાહુબલીના સુપર સ્ટાર પ્રભાસ પોતાની આગામી એક્શન ફિલ્મ સાહો માટે ખૂબ મહેનત કરી રહ્યા છે.
પોતાની દરેક ભૂમિકામાં જીવ રેડી દેતા બાહુબલીના સુપર સ્ટાર પ્રભાસ પોતાની આગામી એક્શન ફિલ્મ સાહો માટે ખૂબ મહેનત કરી રહ્યા છે. પ્રભાસ ફિલ્મ 'સાહો' ના શૂટિંગમાં વ્યસ્ત છે. જેનુ નિર્દેશન સુજીત કરી રહ્યા છે. સૂત્રોની માનીએ તો પ્રભાસ એ સુનિશ્ચિત કરવામાં કોઈ કસર નથી છોડી રહ્યા કે 'સાહો'માં ફિલ્માવામાં આવેલ એક્શન સીક્વન્સ રિયલ દેખાય. પ્રભાસ હાલમાં એક શિડ્યુલનું પાલન કરી રહ્યા છે જેમાં યોગ્ય ડાયેટ અને એક્સરસાઈઝ શામેલ છે. ફિલ્મના નિર્માતાઓએ હાલમાં જ કેમેરા પાછળની હલચલ શેર કરતો એક વીડિયો રિલીઝ કર્યો હતો જેમાં આ મોટી એક્શન ફિલ્મને ફિલ્માવામાં લાગી રહેલી મહેનતથી જનતાને માહિતગાર કર્યા હતા.

હોલિવુડના પ્રસિદ્ધ સ્ટંટ નિર્દેશક કેની બેટ્સ દ્વારા નિર્દેશિત છે. ફિલ્મમાં ઘણી રસપ્રદ એક્શન સીકવન્સ જોવા મળશે અને આ બધા એક્શન દ્રશ્યો અલગ અલગ રીતે ફિલ્માવામાં આવ્યા છે. ફિલ્મમાં ઘણી એક્શન સીકવન્સ વરસાદ અને ધૂળમાં ફિલ્માવામાં આવી છે. આ સીકવન્સ ઈટલી, અબુ ધાબી, હૈદરાબાદ અને મુંબઈમાં શૂટ કરવામાં આવી છે.
પહેલા પ્રોમોમાં થોડી સેકન્ડની એન્ટ્રી અને બીજામાં તેમના એક શબ્દના ડાયલૉગ બૂમ સાથે દર્શકોના દિલ જીતીને પ્રભાસે એક ઉચ્ચ ટેકિનિકથી ભરપૂર એક્શન થ્રીલર જોવા માટે ફિલ્મ પ્રેમીઓ વચ્ચે અસીમ જિજ્ઞાસા પેદા કરી દીધી છે. 'સાહો'માં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપવા માટે પ્રભાસ પહેલાથી ઘણી વધુ મહેનત કરી રહ્યા છે અને પોતાની ભૂમિકા નિભાવવામાં કોઈ કસર નથી છોડી રહ્યા.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
