નિક માટે રસોઈ બનાવવાના સવાલ પર પ્રિયંકાએ કહ્યુ, ‘ખતરનાક પત્ની છુ હું'

નિક જોનસ સાથે લગ્નના બંધનમાં બંધાયલી પ્રિયંકા ચોપડાએ પોતાના વૈવાહિક જીવન વિશે અમુક ખુલાસા કર્યા છે.

ગયા વર્ષે ડિસેમ્બરના મહિનામાં નિક જોનસ સાથે લગ્નના બંધનમાં બંધાયલી પ્રિયંકા ચોપડાએ પોતાના વૈવાહિક જીવન વિશે અમુક ખુલાસા કર્યા છે. વાસ્તવમાં એક ચેટ શોમાં પહોંચેલી પ્રિયંકાને જ્યારે પૂછવામાં આવ્યુ કે શું તે નિક માટે રસોઈ બનાવે છે તો તેણે કહ્યુ કે, 'નિક એકસાર સાઉધર્ન ઘરમાંથી છે જ્યાં તેમની મા રસોઈ બનાવતી હતી હું એવી નથી. આ બાબતે હું એક ભયાનક પત્ની છુ.'

પ્રિયંકાએ કહ્યુ નથી બનાવી શકતી રસોઈ તો શું બોલ્યા નિક?

પ્રિયંકાએ કહ્યુ નથી બનાવી શકતી રસોઈ તો શું બોલ્યા નિક?

પ્રિયંકાએ કહ્યુ કે હું નિક માટે એગ અને ટોસ્ટ બનાવી શકુ છુ. જ્યારે મે નિકને કહ્યુ કે મને રસોઈ બનાવતા નથી આવડતુ તો તેમણે જવાબમાં કહ્યુ હતુ, ‘કંઈ વાંધો નહિ બેબી મને પણ નથી આવડતુ.' તમને જણાવી દઈએ કે હાલમાં જ નિકે ‘સફર' ગીત ગાયુ કે જે ઘણુ પ્રસિદ્ધ થઈ રહ્યુ છે.

ખુલ્લેઆમ પ્રેમ વ્યક્ત કરવાથી નથી ચૂકતા નિકયંકા

ખુલ્લેઆમ પ્રેમ વ્યક્ત કરવાથી નથી ચૂકતા નિકયંકા

પ્રિયંકા અને નિક ખુલ્લેઆમ સોશિયલ મીડિયા પર એકબીજા માટે પ્રેમ વ્યક્ત કરવાનું ક્યારેય નથી ચૂકતા. ઘણીવાર તે બંને સોશિયલ મીડિયા પર એકબીજાના ઘણા ફોટા શેર કરે છે જેને તેમના ફેન્સ ખૂબ પસંદ કરે છે અને સુંદર કમેન્ટ પણ કરે છે.

પ્રિયંકા અને નિકના શાહી અંદાજમાં થયા હતા લગ્ન

પ્રિયંકા અને નિકના શાહી અંદાજમાં થયા હતા લગ્ન

ગયા વર્ષે પ્રિયંકા અને નિકે રાજસ્થાનના ઉમેદ ભવનમાં ખૂબ જ શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં દેશ વિદેશની ઘણી મોટી હસ્તીઓ પહોંચી હતી. આ ઉપરાંત બોલીવુડના મોટા સ્ટાર્સ અને નેતાઓ પણ આમાં શામેલ થયા હતા. બંનેના લગ્નના ઢગલો ફોટા ઘણા દિવસો સુધી સોશિયલ મીડિયા પર છવાયેલા રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X